________________
૧/૫/ભૂમિકા
૧૪૩
અનાર્ય ક્ષેત્ર ધર્મસંજ્ઞારહિત છે, તે અનેક પ્રકારે છે. તે આ પ્રમાણે – શક, યવન, શબર, બર્ગર, કાય, મુરુંડ, દૃઢ, ગૌડ, પક્કણિકા, આખ્યાક, હૂણ, રોમ, પારસ, ખસ, ખાસિકા, દ્વિબલ, ચલ, ઓસ, બુક્કસ, ભિલ, અંધ, પુલિંદ્ર, ઊંય, ભમર, રૂક, કંબોજ, ચીન, ચંચક, માલવ, દ્રમિલ, કુલાષ્ય, કૈકચ, કિરાત, હસમુખ, ખરમુખ, ગજમુખ, તુગમુખ, મેઢમુખ આદિ અનેક અનાર્યો છે.
તે દેશના લોકો પાપી ચંડદંડ કરનારા, નિર્લજ, નિર્દય છે, જેઓ ઘર્મ એવા અક્ષરો સ્વપ્ન પણ જાણતા નથી.
કાળ વિભકિત અતીત-અનાગત-વર્તમાનકાળ ત્રણ ભેદે છે. અથવા એકાંત સુષમ આદિના ક્રમથી અવસર્પિણી - ઉત્સર્પિણી બાર આરાવાળું કાલચક છે અથવા સમય, આવલિકા, મુહૂર્ત, દિવસ, અહોરાત્ર, પક્ષ, માસ, વરસ, યુગ, પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી, પુલ પરાવર્ત છે.
ભાવવિભક્તિ - જીવ, અજીવ ભાવ ભેદે બે પ્રકારે છે. તેમાં જીવભાવ વિભક્તિ ઔદયિકાદિ છ ભેદે છે. તેમાં દયિક - ગતિ કપાય લિંગ મિથ્યાદર્શન અલ્લાના અસંયત અસિદ્ધ લેશ્યા છે, તેના અનુક્રમે ૪-૪-૩-૧-૧-૧-૧-૬ એ ર૧-ભેદ છે.
પથમિક સમ્યકત્વ અને ચા»િ ભેદથી બે પ્રકારે છે. જ્ઞાયિક-સમ્યક્ત્વ અને ચારિત્ર, જ્ઞાન, દર્શન, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય એમ નવ ભેદે છે. તથા ક્ષાયોપથમિક :- જ્ઞાન-૪, અજ્ઞાન-3, દર્શન-3, દાનાદિ લબ્ધિ-૫ એ પંદર ભેદે છે અને સમ્યકત્વ, ચારિત્ર, સંયમસંયમ મળી ૧૮-ભેદે છે. પરિણામિક ભાવ જીવ, ભવ્ય, અભવ્યના ભેદથી ત્રણ પ્રકારે છે. સાંનિપાતિક બે થી છવ્વીસ ભેદે છે. તેનો સંભવ છ પ્રકારે છે અને ગતિભેદથી તે પંદર પ્રકારે છે.
અજીવ ભાવ વિભકિત મૂર્તપદાર્થના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન, પરિણામરૂપે છે અને અમાઁના ગતિ, સ્થિતિ, અવગાહર્તા, વર્તનાદિ છે. હવે સમસ્ત પદ અપેક્ષાઓ નકોના વિભાગરૂપ છે તેને કહે છે–
[નિ.૬-] શીત, ઉણપ જે તીવ્ર વેદના ઉત્પાદક સ્પર્શ-સંપર્ક, પૃથ્વી આ સંસ્પર્શને અનુભવે છે, તેને વિશેષથી કહે છે - દેવાદિ વડે ઉપશાંત થવું શક્ય ન હોય તે અન્યાન ઉપક્રમ છે. આવો અપરાસાધ્ય પૃરવી સ્પર્શ નારકો અનુભવે છે. ઉપલક્ષણથી રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ પણ એકાંતે અશુભ હોય છે, તેને નાસ્કો અનુભવે છે. તથા ૧૫-પ્રકારના પરમાધામીએ કરેલ મુર્ગર, અસિ, કુંતક, ચક, કુંભીપાક આદિ વેદના પહેલી ત્રણ નરકમાં નારકો સ્વકૃતુ કર્મો ઉદયમાં આવતા અશરણ થઈને ઘણો કાળ ભોગવે છે. બાકીની ચાર નરકમાં સ્વાભાવિક દુઃખો છે. પરમાધામી અભાવે પણ પોતાની મેળે જ તીવ્રતર વેદના પોતાના કર્મના ફળરૂપે અનુભવે છે અને પરસ્પર ઉદીરિત દુ:ખો હોય છે.
પહેલાની ત્રણ નાટકોમાં જે પરમાધામી જે દુ:ખ દે છે, તે કહે છે
[નિ.૬૮,૬૯] અંબ, અંબરિષ, સામ, સબલ, રૌદ્ર, ઉપરોદ્ર, કાલ, મહાકાલ, અસિપત્ર, ઘણુ, કુંભ, વાલ, વૈતરણી, ખરસ્વર, મહાઘોષ આ પંદર જાતિના પરમાધામી
૧૪૮
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પોતાના નામ પ્રમાણે દુઃખ દેનારા છે. તેઓ જે જે વેદનાઓ નારકીના જીવોને આપે છે, તે કહે છે
[નિ.૩૦ થી ૮૩-] તેમાં અંબા નામક પરમાધામી પોતાના ભવનથી નરકાવાસમાં જઈને કીડા માટે જ નારકોને અનાય કૂતરા માફક શૂલાદિના પ્રહારથી એક સ્થાનેથી બીજા સ્થાને કાઢે છે, તથા તે પોતાની ઇચ્છા મુજબ તે બિચારાને ભમાવે છે. તથા આકાશમાં ઉછાળીને નીચે પડતાં મુર્ગાર આદિથી હણે છે તથા શલાદિથી વિંધે છે. કૃકાટિકામાં ગ્રહણ કરીને ભૂમિ ઉપર ઉંધા મુખે પટકે છે. ત્યાંથી પાછા આકાશમાં ઉછાળીને નીચે ફેંકે છે આ રીતે વિંડબના પમાડીને નાકમાં નાકોને પીડે છે.
વળી તે મદગરાદિથી હણેલા, ફરી તલવાર આદિથી હણેલા નરક પૃથ્વી ઉપર મૂછિત થયેલાને કણીઓથી છેદીને આમતેમ ચીરે છે તથા ચીરતા મગની દાળ માફક બે ફાડીયા કરે છે. વચ્ચે પછાડીને ટુકડે ટુકડા કરે છે. આ પ્રમાણે ચાંબર્ષિ પરમાધામી દુઃખ દે છે.
તીવ્ર અસાતા ઉદયમાં વર્તતા નાકોને શ્યામ નામે પરમાધામી આવું દુ:ખ આપે છે. જેમકે - અંગોપાંગનું છેદન, નિકુટથી - નીચે વજભૂમિમાં ફેંકવા, શૂળ આદિ વડે વીંધવા, સોય આદિથી નાક વગેરેમાં કાણાં પાડે, કુરકર્મ કરનારાને દોરડા વડે બાંધવા તથા તેવા જ પ્રકારના લતા-પ્રહાર વડે તાડન કરે છે. આ પ્રમાણે દારુણ દુઃખ આપીને શાતન, પાતન, વેધન, બંધનાદિ ઘણું કષ્ટ આપે છે. | શબલ નામે પરમાધામી તેવા પ્રકારના કર્મોદયથી ઉત્પણ કીડા પરિણામ માત્રથી પુન્યહીન નારકોને જે કરે છે, તે બતાવે છે. જેમકે - ફેફસા - આંતરડાંમાં રહેલ માંસ વિશેષ તથા હદયને ચીરે છે તેમાં રહેળ કાળજાના માંસ ખંડને તથા પેટમાં રહેલા આંતરડાના ભાગને ખેંચે છે, વાધ-[અંતરત્વચા ને ખેંચે છે. વિવિધ ઉપાયોથી અશરણ નારકોને તીવ્ર વેદના પહોંચાડે છે.
નામ પ્રમાણે અર્થ ધરાવતા રૌદ્ર નામક પરમાધામીઓ વિવિધ તલવાર શક્તિ આદિ શસ્ત્રોથી અશુભ ઉદયવાળા નારકોને પરોવે છે.
ઉપદ્ર નામના પરમાધામી નારકોના અંગ પ્રત્યંગ-મસ્તક, બાહુ આદિ તથા હાથ-પગને મરડે છે. તે પાપી જીવોને કતરણીથી ચીરે છે. તથા એવું કોઈ દુ:ખ નથી કે જે તે નાકીઓને ન આપતા હોય.
કાલ નામના અસુર પરમાધામી મોટા ચૂલા, શુંક, કંદુક, પ્રચંડકોમાં તીવ્ર તાપમાં નારકોને પકાવે છે તથા ઉંટડી આકારની કુંભમાં તથા લોઢાની કડાઈમાં નારકોને મૂકીને માછલાની માફક સેકે છે.
મહાકાલ નામક પરમાઘામી પાપકર્મ નિરત નાકોને વિવિધ ઉપાયોથી પીડે છે. જેમકે - નાકોને ઝીણા માંસના ટુકડા જેવા કરે છે. પીઠમાંથી તેમના ચામડાને છેદે છે, જે પૂર્વે માંસ ખાતા હતા તેવા નાક જીવોને તેનું પોતાનું માંસ ખવડાવે છે.
અસિ નામક પરમાધામી અશુભ કર્મોદયવાળા નારકોને પીડે છે. જેમકે - તેના હાથ-પગ ઉરુ બાહુ મસ્તક પડખાં આદિ અંગ ઉપાંગોને છેદે છે, ઘણાં ટુકડાં કરે