________________
૧/૩/૩/૨૧૪ થી ૨૧૬
છતાં વેષધારી સાધુ કહેવાઓ છો માટે તમે બે પક્ષનું સેવન કરો છો અથવા તમારું અસત્ અનુષ્ઠાન છે અને તમે સદનુષ્ઠાન કરનારને નિંદો છો.
હવે આજીવિકાદિ પરતીર્થિ અને દિગંબરોના અસદાચારને કહે છે - “અમે અપરિગ્રહતાથી નિષ્કિંચન છીએ'' એમ માની, તમે કાંસાના પાત્રાદિ ગૃહસ્થ ભાજનોમાં ખાઓ છો, તેથી તમને અવશ્ય પરિગ્રહ થશે. તથા તમે આહારાદિમાં મૂર્છા કરો છો, તો તમારી નિપરિગ્રહત્વની પ્રતિજ્ઞા નિર્દોષ કઈ રીતે છે ? ભિક્ષા અટન માટે અસમર્થ ગ્લાનને માટે બીજા ગૃહસ્થ પાસે ભિક્ષા મંગાવો છો તો સાધુ દ્વારા લાવવાના અભાવે ગૃહસ્થ દ્વારા લાવવાની જે દોષ સંભવે છે, તે તમને અવશ્ય લાગશે. તે બતાવે છે–
૧૧૩
ગૃહસ્યોએ બીજ, સચિત પાણી આદિના ઉપમર્દનથી બનાવેલ આહાર માંદાને ઉદ્દેશીને હોવા છતાં વધેલું તમારા પભિોગમા આવશે. એ રીતે ગૃહસ્થના ઘેર, તેમના વાસણમાં ખાતાં તથા ગ્લાનની વૈયાવચ્ચ ગૃહસ્થ પાસે કરાવતાં તમે અવશ્ય બીજ, પાણી આદિ ભોજી છો.
વળી છ જીવનિકાય વિરાધનાથી બનાવેલ ઉદ્દિષ્ટ ભોજન ખાવાથી અને અભિગૃહીત મિથ્યાષ્ટિ વડે સાધુની નિંદા કરવાથી કર્મબંધનરૂપ અભિતાપથી લેપાયેલા છો. સદ્વિવેક શૂન્ય છો કેમકે ભિક્ષાપાત્રાદિ ત્યાગીને ગૃહસ્થના ઘેર જમવાથીઉદ્દેશિક ભોજનથી તથા શુભ અધ્યવસાયરહિત થઈ સાધુના દ્વેષથી અસમાહિત છો. હવે દૃષ્ટાંત દ્વારા ફરી તે દોષોને બતાવે છે - જેમકે - ઘા ને અતિ ખણજ આવે તો નખો વડે ખણવાથી સારું થતું નથી, પણ તેમ ખણવાથી ઘા વધારે છે, તેથી તમે સદ્વિવેક રહિત છો. “અમે નિષ્કિંચન હોવાથી નિષ્પરિગ્રહી થઈ છ જીવનિકાયના રક્ષણભૂત ભિક્ષા પાત્રાદિ સંયમોપકરણ રાખતા નથી'' તેમ તમે માનો છો, પણ અશુદ્ધ આહાર ખાવાથી તે અવશ્ય થશે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને ન વિચારવાથી ખણજ માફક સારું નહીં થાય.
* સૂત્ર-૨૧૭ થી ૨૧૯ :
સત્યાર્થ નિરૂપક તથા તત્ત્વજ્ઞાતા મુનિ તેઓને શિક્ષા આપે છે કે - તમારો માર્ગ યુક્તિ સંગત નથી, તમારી કથની અને કરની અસમીક્ષ્ય છે.
“ગૃહસ્થ દ્વારા લાવેલ આહાર કરવો સારો, પણ ભિક્ષુ દ્વારા લાવેલ આહાર ન કરવો” એવું તમારું કથન વાંસના અગ્રભાગ જેવું દુર્બળ છે. “દાનધર્મની પ્રજ્ઞાપના ગૃહસ્થો માટે છે, સાધુ માટે નહીં” એમ તમે કહો છો પણ પૂર્વવર્તી તીર્થંકરોએ આવો ધર્મ પ્રરૂપેલ નથી.
• વિવેચન-૨૧૭ થી ૨૧૯ :
પરમાર્થથી જિનેશ્વરના વચન વડે યથાવસ્થિત અર્થ પ્રરૂપણાથી ગોશાળાના મતવાળા કે બોટિકોને તેમના મતના દોષદર્શનથી બોધ આપે છે - કોણ ? “અસદ્ધે સમર્થન કરવું” એવી પ્રતિજ્ઞા રહિત તે અપ્રતિજ્ઞ અર્થાત રાગદ્વેષરહિત - સાધુ, હેર
ઉપાદેયનો પરિચ્છેદક - કેવી રીતે બોધ આપે ? તે કહે છે - તમારો માનેલો આ માર્ગ છે કે - “સાધુઓને નિષ્કિંચનતા થકી ઉપકરણ ન હોવાથી પરસ્પર ઉપકાર કરવો 3/8
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
અયુક્ત છે.’’ તે વયન યુક્તિસંગત નથી. વળી તમે કહો છો કે - “માંદા સાધુ માટે આહાર લાવે તે ગૃહસ્થ જેવા છે.” - આ વચન વિચાર્યા વિનાનું છે. તથા તમારું કરણ પણ વિચાર્યા વિનાનું છે. - ૪ - ૪ - દૃષ્ટાંત સહિત આ વાત બતાવે છે–
“સાધુએ માંદા માટે ન લાવી આપવું' એ તમારું વચન વાંસની માફક ખેંચતા તુટી જવાથી દુર્બળ છે - તે બતાવે છે. - ૪ - ગૃહસ્થ જે લાવીને આપશે તે જીવોના ઉપમર્દનથી થશે, સાધુ ઉદ્ગમાદિ દોષરહિત લાવશે માટે “ગૃહસ્થે લાવેલ સાધુ વાપરે" તે તમારું વચન દુર્બલ છે.
૧૧૪
વળી તમે કહો છો કે - “સાધુઓને દાનાદિથી ઉપકાર કરવો એ ગૃહસ્થની વિશોધિકા [પાપથી બચાવ છે અને સાધુઓ તો પોતાના અનુષ્ઠાનથી જ વિશુદ્ધિ પામે છે, તેમને દાન આપવાનો અધિકાર નથી' - તેના દૂષણો જૈન આચાર્ય બતાવે છે - ગૃહસ્થે બીમારની ચાકરી કરવી, સાધુએ નહીં આવી ધર્મપ્રરૂપણા પૂર્વે સર્વજ્ઞોએ કરી એવું તમારું કહેવું નિરર્થક છે, કેમકે સર્વજ્ઞો આવું પરિક્ષ્ણુપ્રાયઃ [નકામું] વચન પ્રરૂપે નહીં કે એષણાદોષથી અજાણ ગૃહસ્થો ગ્લાનાદિની વૈયાવચ્ચ કરે, પણ એષણા દોષના જ્ઞાત સાધુ ન કરે. વળી તમે પણ ગ્લાનનો ઉપકાર સ્વીકાર્યો છે જ, કેમકે તમે ગૃહસ્થને પ્રેરણા અને અનુમોદના કરો જ છો. છતાં નિર્દોષ રીતે માંદાની સેવા કરનારા અમારી તમે નિંદા કરો છો, માટે સાધુ ધર્મના દ્વેષી છો.
- સૂત્ર-૨૨૦,૨૨૧ :
સમગ્ર યુક્તિથી પોતાનો મત સ્થાપન કરવામાં અસમર્થ લાગતા લોકવાદને છોડીને ધૃષ્ટતા કરે છે...રાગદ્વેષથી અભિભૂત આત્મા મિથ્યાત્વથી અભિવ્રુત થઈ
આક્રોશના શરણે જાય છે, જેમ મ્લેચ્છો પર્વતને
• વિવેચન-૨૨૦,૨૨૧ :
તે ગોશાલક મતાનુસારી કે દિગંબરો સર્વે અનુકૂળ યુક્તિઓ, સર્વે હેતુ
દૃષ્ટાંત વડે સ્વપક્ષમાં આત્માને સ્થાપવા માટે અસમર્થ છે, તેથી આ સામર્થ્ય અભાવે સમ્યક્ હેતુ દૃષ્ટાંતો વડે વાદને ત્યાગીને તે અન્યતીર્થિવાદ ત્યાગવા છતાં ધૃષ્ટતા ધારણ કરીને આ પ્રમાણે કહે છે - માનવ ધર્મ જૂનો છે, અંગસહિત વેદ નિઃશંકપણે માનવાનો છે, તે ચારે વેદ આજ્ઞાસિદ્ધ છે, તેનું હેતુ વડે ખંડન ન કરવું. વળી આ બહારની અનુમાન આદિની યુક્તિ વડે ધર્મપરીક્ષા કરવામાં શું કરવું છે ? કેમકે બહુજનસંમત પ્રત્યક્ષ રાજા આદિએ આશ્રય આપવાથી અમારો ધર્મ શ્રેષ્ઠ છે, બીજો નહીં.
ઉપર મુજબ વેદવાદીએ કહેતા જૈનાચાર્યો ઉત્તર આપે છે - અહીં જ્ઞાનાદિ સાર રહિત એવા ઘણાં વડે પ્રયોજન નથી. કહ્યું છે કે - એરંડાના લાકડાની ભારી હોય અને ગોશીર્ષસંદન પલભાર હોય, તો પણ ગમે તેટલું ગણતા બંને મૂલ્યમાં સમાન
ન થાય. જેમ ગણનાથી ચંદનની તોલે એરંડા ન આવે તેમ વિજ્ઞાનરહિત મહાજન પણ મૂલ્યમાં ગણવામાં ન આવે. જેમ એક દેખતો અને સેંકડો અંધામાં ઘણાં અંધ ન લેતા એક દેખતો લેવો. એમ ગતિને ન જાણતાં ઘણાં મૂઢો પણ પ્રમાણ નથી,