________________
૧//૩/૧૪૫,૧૪૬
સત્રિભોજન વિરમણ વ્રત આચાર્યોએ અર્પણ કરતા સાધુ ધારણ કરે છે. પૂર્વના રનો કરતા પણ આ મહાપ્રતરત્ન વિશેષ કિંમતી છે. અર્થાત્ રનોનું ભાજન જેમ રાજા છે, તેમ મહાવ્રતોનું ભાજન સાધુઓ જ છે.
જે મનુષ્યો લઘુમતી છે, આ મનુષ્યલોકમાં સુખશીલીયા છે, તે આલોક, પરલોકના અપાયોથી ન ડરતા સાતગૌરવમાં વૃદ્ધ થયેલા તથા ઇચ્છા મદનરૂપ કામમાં ઉત્કટ તૃણાવાળા, દીન માફક ઇન્દ્રિયોથી પરાજિત થઈ તેવા ભોગોને સેવતા ઇટ બનેલા જેવા છે. અથવા અા દોષથી જેમકે સમ્યક્ પડિલેહણાદિ ન કરતા કઈ સંયમ વિરાધના થવાની ? એ રીતે પ્રમાદથી ક્રિયામાં સીદાતા સમસ્ત સંયમને કપડાની માફક મેલો કરે છે, તેઓ ધર્મધ્યાનાદિનો ઉપદેશ આપવા છતાં જાણતા નથી
- ફરી ઉપદેશ આપતા કહે છે• સૂગ-૧૪૩,૧૪૮ -
જેમ વ્યાધિથી વિક્ષિપ્ત અને પ્રતાડિત બળદ બળહીન થઈ જતાં દુર્બળતા કારણે ભાર વહન કરી શકતો નથી અને કલેશ પામે છે...તેમ કામૈષણાનો જ્ઞાતા આજકાલમાં કામભોગ છોડી દઈશ કહે, પણ છોડી શકતો નથી, માટે કામભોગની ઇચ્છા જ ન કરવી. મળ્યા છતાં તેને ન મળેલ જાણવા
• વિવેચન-૧૪૭, ૧૪૮ :
શિકારી જેમ વિવિધ મૃગાદિ પશુને અનેક પ્રકારે કૂટપાશાદિથી પરવશ કરે કે થકાવી દે, ચાબકથી નિર્બળ થાય એટલે થાકવાથી દોડી ન શકે અથવા વહન કરનાર ગાડાવાળો જ બળદ બરાબર ન ચાલે તો પરોણાદિથી મારતા તે બળદ નિર્બળ બની મરી જાય તો પણ ભાર વહન ન કરી શકે, વિષમ પથે જઈ ન શકે અને ત્યાં જ કાદવ આદિમાં ખેદ પામે. આ દટાંતથી બોધ આપે છે
આ રીતે શબ્દાદિ વિષયોની પ્રાર્થના કરવામાં નિપુણ તે કામ પ્રાર્થનાસક્ત શબ્દાદિ કાદવમાં મગ્ન બનીને તે આજે કે કાલે કામસંબંધ-પશ્ચિય તજીશ જોવા અધ્યવસાયથી રહે છે, પણ તે ભોગોને નિર્બળ બળદ જેમ વિષમ માર્ગને છોડવા સમર્થ ન થાય તેમ છોડવા સમર્થ થતો નથી. પણ ડાહ્યો સાધુ કામી થાય તો પણ આલોક-પરલોકના અપાયો ગુરુ પાસે જાણવાથી શબ્દાદિ વિષયોને વજસ્વામી કે જંબુસ્વામી માફક ઇચ્છતા નથી તથા ક્ષુલ્લકકુમાર માફક કોઈ નિમિત્ત • X • મળતા બોધ પામીને પ્રાપ્ત ભોગોને ન મળેલા જાણીને મહાસત્તપણે તેનાથી નિસ્પૃહ થાયકામભોગ શા માટે છોડવા?
• સૂગ-૧૪૯,૧૫૦ :
પછી અસાધુતા ન થાય તે માટે સાધુ સ્વયંને અનuસિત કરે - હે આત્મા અસાધુ દુર્ગતિમાં ગયા બાદ શોક, હાયહાય અને વિલાપ કરે છે.
- અ લોકમાં જીવનને જુઓ, સો વર્ષનું આયુ યુવાવસ્થામાં જ નષ્ટ થઈ જાય છે. આ જીવનને થોડા દિવસોનો નિવાસ સમજે, વૃદ્ધ મનુષ્યો જ કામભોગોમાં મૂર્શિત બને છે.
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ • વિવેચન-૧૪૯,૧૫o :
પછી મરણકાળે કે ભવાંતરે કામના સંબંધથી કુગતિશમનાદિ અસાધતા પ્રાપ્ત થશે માટે આત્માને વિષયસંગથી દૂર રાખ તથા આત્માને સમજાવ કે હે જીવ! જે
સાધુકર્મકારી હિંસા, જૂઠ, ચોરી આદિમાં પ્રવૃત્ત થઈ દુર્ગતિમાં જાય પછી અતિ શોક કરે છે, તે પરમાધામીથી પીડા પામી, તિર્યંચમાં ભૂખ-તરસથી પીડાઈ બરાડા પાડતો નિઃશાસા નાંખે છે, ઘણો વિલાપ કરે છે, ડે છે - હે મા ! હું મરું છું, મને કોઈ બચાવનાર નથી. દુકૃત કરનારા પાપીને મને કયું શરણ છે ? આ રીતે અસાધુકારીને દુ:ખ પ્રાપ્ત થાય છે, તેથી વિષય સંગ ન કરવો એ પ્રમાણે આભાને અનુશાસિત કરે.
વળી-આ સંસારમાં બીજો ભવ તો દૂર રહો, પણ આ ભવમાં જ સર્વ સુખમાં અનિત્યતા રહી છે તથા આવી ચિમરણ વડે પ્રતિક્ષણ આયુ નાશ પામે છે અથવા સર્વ આયુ ક્ષય થાય છે. સો વર્ષનું આયુ પણ કોઈપણ નિમિત્તરૂપ ઉપક્રમ આવતાં નાશ પામે છે અથવા લાંબુ આયુ હોય તો પણ સો વર્ષના અંતે તો તૂટે જ છે, આ આયુ પણ સાગરોપમની અપેક્ષાએ આંખના પલકારા જેવું થોડા કાળના નિવાસ જેવું છે, તેમ જાણ. આવું અપાયુ છતાં હીનપુણ્ય જીવ શબ્દાદિ વિષયોમાં વૃદ્ધ થઈ મૂછ પામી, ત્યાં જ આસક્ત ચિત થઈને નકાદિ ચાતના સ્થાનમાં જાય છે.
- પણ - • સૂત્ર-૧૫૧,૧૫ર :
આ લોકમાં જેઓ આરંભમાં આસક્ત છે, આત્મદંડી, એકાંત હિંસક છે, તેઓ ચિત્કાળ માટે નકાદિ પાયલોકમાં જાય છે કે અસુર દેવ થાય છે.
જીવન તૂટ્યા પછી સંધાતુ નથી, તો પણ અજ્ઞાની મનુષ્યો ધૃષ્ટતા કરતા કહે છે . અમને વર્તમાન સુખનું પ્રયોજન છે, પરલોક કોણે જોયો છે ?
• વિવેચન-૧૫૧,૧૫ર :
જે કોઈક મહામોહાકલિત ચિતવાળા બનીને આ મનુષ્યલોકમાં સાવધ અનુષ્ઠાનરૂપ હિંસાદિમાં નિશ્ચયથી આસક્ત છે, તેઓ આત્માને દંડે છે, માટે આદંડક છે તથા એકાંતે પાણીના હિંસક અથવા સદનુષ્ઠાન હિંસક છે. તે પાપકર્મકારીના સ્થાન એવા નકાદિમાં દીર્ધકાળ રહેવા જવાના છે. તથા બાળતપથી આસુરીંગતિમાં દાસ જેવા દેવતા અથવા કિલ્બિષિક જેવા અધમ દેવતા થાય છે.
વળી તૂટેલું આયુ સાંઘવુ શક્ય નથી, એમ સર્વજ્ઞો કહે છે. જેમકે - ડંકા વગાડીને સત્રિ-દિવસ વીતે છે, આયુ ઘટતું જાય છે, પણ ગયેલો સમય પાછો આવતો નથી, આ રીતે જીવોનું આયુ ક્ષય પામે છે. છતાં અજ્ઞાની લોકો નિવિવેકથી અસદનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરતા પૃષ્ટતા ધરે છે અથgિ પાપકર્મ કરતાં લજાતો નથી. અજ્ઞજનને પાપકર્મ કરતી વેળા કોઈ હિતવચન કહે તો પણ જૂઠી પંડિતાઈના ગર્વથી કહે છે - વર્તમાનમાં જીવવું, ભૂત ગયું અને ભાવિ આવ્યું નથી, માટે બુદ્ધિમાને વર્તમાન વડે પ્રયોજન સાધવું. તેઓ કહે છે-] આ લોક જ વિધમાન છે, પરલોક નહીં -x • x - તેઓ કહે છે - હે સુંદરી! - X • ખા, પી, વીતી ગયું તે તારું નથી,