________________
૧/૨/૧૩૯,૧૪૦
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
કર્યા વિનાના અનન્યાસીને દુ:ખથી પ્રાપ્ત થાય છે. કહે છે
આ મનુષ્યભવ દશ દષ્ટાંત દુર્લભ કહ્યો છે, તેનાથી આઈફોગાદિની પ્રાપ્તિ દુર્લભ છે, માટે આત્મહિત દુ:ખેથી પ્રાપ્ત થાય છે, એમ જાણવું. જેમકે - પૃથ્વીકાયાદિથી બસપણું અને તેમાં પંચેન્દ્રિયવ ઉત્કૃષ્ટ છે. તેથી પણ મનુષ્યત્વ અને તેમાં આદિશ, દેશમાં કુળ, કુળમાં જાતિ, જાતિથી રૂ૫, રૂપથી બળ શ્રેષ્ઠ છે. બળથી આયુ, આયુથી વિજ્ઞાન, તેથી સમ્યકત્વ અને તેમાં શીલ પ્રાપ્તિ દુર્લભ છે. ઉકત યોગ્યતા મોક્ષસાધનનો ઉપાય છે, હે સાધુ! આમાંનુ તે ઘણું મેળવ્યું છે, હવે થોડું જ બાકી છે. માટે જિનોત માર્ગે સમાધિ રાખીને તું ઉધમ કર. અનાર્યનો સંગ છોડીને ઉત્તમ સાધુનો સંગ કરવો તે શ્રેયસ્કર છે - હવે કહે છે -
• સૂત્ર-૧૪૧,૧૪૨ -
સર્વ જગદર્શી જ્ઞાતપુત્ર મહાવીરે સામાયિક કહ્યું છે, નિશ્ચયથી જીવે તે પહેલાં સાંભળેલ નથી અથવા તેનું અનુષ્ઠાન કર્યું નથી.
આ રીતે આત્મહિતને દુર્લભ જાણી, ધમોંમાં મહદ્ અંતર જાણીને ગર ઉપદિષ્ટ માર્ગે ચાલતા, ઘણાં વિરત મનુષ્યોએ આ સંસારસમુદ્રને પાર કર્યો છે • તેમ હું કહું છું -
• વિવેચન-૧૪૧,૧૪૨ :
જગતના સર્વભાવદર્શી જ્ઞાતપુને સામાયિકાદિ પ્રરૂપ્યું છે, તે નક્કી પૂર્વે મનુષ્યએ સાંભળેલ નથી અથવા સાંભળેલ હશે તો તે સામાયિકાદિ યથાવસ્થિત આરાધ્યા નહીં હોય. અથવા વિતરું પાઠ છે અર્થાત વિપરીત આરાધેલ હશે. તેથી જીવોને આત્મહિત દુર્લભ કહ્યું. વળી કહે છે
ઉક્ત રીતે આત્મહિતને અતિ દુર્લભ જાણીને, જૈનેતર તથા જૈનધર્મમાં ઘણું ચતર માનીને અથવા કર્મના વિવરને જાણીને અથવા મનુષ્યત્વ આર્યોનાદિને સદનુષ્ઠાનના અવસર જાણીને શ્રુત ચાસ્ત્રિાત્મક જૈનધર્મ, હિત સહ વર્તે તે સહિત, જ્ઞાનાદિ યુક્ત ઘણાં લોકો લઘુકર્મી છે, તે તીર્થકર કે આચાર્યના કહેલ માગનિષ્ઠાયી છે, પાપકર્મોથી વિરત થઈને અપાર સંસાસાગરને તર્યા છે. એમ તીર્થકરે - x - કહ્યું છે. - x -
અધ્યયન-૨ ‘વેયાલીય’ . ઉદ્દેશા-૨નો | મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
અધ્યયન-૨, ઉદ્દેશો-૩ % o બીજો ઉદ્દેશો કહી હવે ત્રીજો આરંભે છે. તેનો સંબંધ આ પ્રમાણે
પૂર્વેના ઉદ્દેશાને અંતે ‘વિરત'ને કહ્યા. તેઓને કદાચ પરીષહ આવે તો સહેવા જોઈએ, નિર્યુક્તિકારે પણ પૂર્વે આ કહ્યું છે. અજ્ઞાનથી ઉપયિત કર્મનો અપચય પરીષહ સહેવાથી થાય, માટે પરીષહો સહેવા જોઈએ. આ સંબંધથી આવેલા આ ઉદ્દેશાનું પહેલું સૂત્ર કહે છે
• સૂત્ર-૧૪૩,૧૪૪ :
સંવૃત્તકર્મ ભિાને અજ્ઞાનવશ જે દુ:ખ ઋષ્ટ થાય છે, તે સંયમ થકી flણ થાય છે, તે પંડિત પુરુષ મરણને લાંઘીને મોક્ષ પામે છે.
જે પુરુષો સ્ત્રીઓથી સેવિત નથી, તેઓ મુક્ત પુરુષ જેવા છે, જેણે કામભોગોને રોગ સમાન જાણી લીધા છે, તે પુરુષની જ મુક્તિ થાય છે.
• વિવેચન-૧૪૩,૧૪૪ :
જેણે કમને રોક્યા છે -x- અથવા મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગરૂપ કૃત્યોને રોકનાર સાધુને અસાતા વેદનીય કે તેના કારણરૂપ આઠ પ્રકારનું કર્મ બદ્ધ, પૃષ્ટ, નિકાચિત છે, તે કર્મ અજ્ઞાન વડે ઉપચિત હોય, તેને ભગવંતે કહેલ સત્તર પ્રકારનો સંયમ આદરવાથી પ્રતિક્ષણે ક્ષય પામે છે તેનો સાર એ કે • જેમ તળાવમાં પાણી હોય, બહારના પાણીને તેમાં આવતુ રોકી દઈએ, તો અંદરનું પાણી સૂર્યના તાપથી સૂકાય છે, એ પ્રમાણે આશ્રવહાર રોકીને સાધુ ઇન્દ્રિય યોગ અને કપાય પ્રતિ સલીનતા કરવાથી સંવૃતાત્મા થઈ સંયમાનુષ્ઠાન વડે અનેક ભવના જ્ઞાનોપચિત કર્મો ક્ષય પામે છે. જેઓ સંવૃતાત્મન તથા સદનુષ્ઠાયી વિવેકી પંડિત જન્મ-જરા-મરણ-શોકાદિને તજીને મોક્ષે જાય છે એમ સર્વજ્ઞો કહે છે..
કદાચ કોઈ તે જ ભવમાં મોક્ષ ન પામે, તેને માટે કહે છે - જે મહાસત્વવાળા છે, કામાર્થી સ્ત્રીઓ દ્વારા પ્રાર્થના કરાયા છતાં, તેમણે તેને ભોગવી નથી અથવા અવસાય-ક્ષય લક્ષણથી દૂર થયા છે, તેવાને મોક્ષે ગયેલા સમાન કહ્યા છે. ભવ પાર ન ગયા હોવા છતાં તે નિકિંચનપણે શબ્દાદિ વિષયમાં અપ્રતિબદ્ધ હોવાથી સંસારસમુદ્રના તટે પહોંચેલા છે, તેથી સ્ત્રીના ભાગથી જે ઉંચે જાય છે, તે તમે વિચારો. જેઓ ભોગને રોગ સમ જુએ છે, તેને સંતીર્ણ સમા કહ્યા છે. તથા કહ્યું છે કે - કૂલ, ફળોના સને, દારુ માંસ સ્ત્રી ભોગને જાણીને તેનાથી જે દૂર થયા છે, તે દુકરકારકને હું વંદુ છું.
અથવા બીજા પાઠ મુજબ ઉર્વ-સૌધર્માદિ, તિર્યક્રતીર્થાલોક, અધ:ભવનપત્યાદિ, તેમાં જે ભોગ છે, તેને રોગ માફક જાણી ત્યાખ્યા છે, તેને તરેલા સમાન જ જાણવા.
- ફરી પણ ઉપદેશ આપે છે• સુત્ર-૧૪૫,૧૪૬ -
જેમ વણિક દ્વારા લાવેલ ઉત્તમ વસ્તુને રાજ ગ્રહણ કરે છે. તેમ સાધુ, આચાર્ય દ્વારા ઉપદિષ્ટ રાત્રિભોજન ત્યાગ સહિત મહાવતો ગ્રહે છે.
આ લોકમાં જે મનુષ્યો સુખીલ, અત્યાસક્ત, કામમૂર્શિત અને કૃપણ સમાન ધૃષ્ટ છે, તે કહેવા છતાં પણ સમાધિને જાણતા નથી.
• વિવેચન-૧૪૫,૧૪૬ :
જેમ પ્રધાન રત્ન, વસ્ત્ર, આભરણાદિ દેશાંતરથી કમાઈ લાવેલ વણિક રાજાને અર્પણ કરે, તે તેઓ ધારણ કરે છે, તેમ આ રન સમ પાંચ મહાવ્રતો અને કહ્યું