________________
૧/૨/૧/૯,૧૦૦
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
અને ક્રોધાદિના ઉપશમ વડે શાંત કે મુક્ત જેવા જાણવા • પાછો ઉપદેશ આપે છે.
• સૂત્ર-૧૦૧,૧૦૨ -
બુિદ્ધિમાન સાધુ વિચારે કે- પરીષહોથી હું એકલો જ પીડાતો નથી પણ લોકમાં બીજી અનેક પ્રાણી વ્યથા પામી રહ્યા છે. એ રીતે સાધક આત્મૌપમ્ય સહિત જુએ, પીડાના સ્પર્શે રે નહીં, પણ સહન કરે.
ભીંતનો લેપ કાઢી તેને ક્ષીણ કરી દેવામાં આવે તેમ સાધુ અનશન આદિ તપ વડે શરીરને કૃશ કરી દે, તથા અહિંસા ધર્મનું પાલન કરે, ભગવતે જ ધર્મની પરાપણા કરી છે.
• વિવેચન-૧૦૧,૧૨ -
પરીષહ ઉપસર્ગો આ ભાવના ભાવી સહેવા - હું એક જ ઠંડી, તાપ આદિ દુ:ખ વિશેષથી પીડાતો નથી, બીજા પણ પ્રાણીઓ આ લોકમાં અતિ દુસહ દુઃખથી પીડાય છે. તેઓ પણ સભ્ય વિવેકના અભાવે નિર્જરા ફળ પામતા નથી. કહ્યું છે કે - દુ:ખો મેં સહા નહીં, સુખને મેં છોડ્યા નહીં, દુઃસહ તાપ આદિ દુ:ખો સહ્યા પણ તપ ન કર્યો, રાત-દિન ધનને ચિંતવ્ય પણ પરમ તત્વને ન જાણું, સંસારના સુખના અર્થી બની જે જે કૃત્યો કર્યા તેના તેના ફળોથી વંચિત થયા. જો ગૃહસ્થ જે કષ્ટ સહે છે, તેવા કલેશ સંયમ સ્વીકારી વિવેકીઓ સહે તો ઘણો ગુણ થાય છે. કહ્યું છે કે
ભૂખથી કૃશતા, તુચ્છ ભોજન, ઠંડી-તાપ, રૂક્ષવાળ, પૃથ્વીશયન આ દુ:ખ ઘેર સહે તો પતન થાય, સંયમમાં સહે તો ઉન્નતિ થાય. દોષ પણ ગુણ થાય. આ પ્રમાણે સહે તો જ્ઞાનાદિ વડે સ્વહિત-આત્મહિતવાળો થઈ તીણ બુદ્ધિ વડે વિચારી, હણે નહીં અર્થાત ક્રોધાદિથી આત્માને ન પીડતો, મહાસવવાળો બની, પરીષહોને સંખ્ય રીતે સહે, મનોદુ:ખી ન થાય અથવા અનિદ એટલે તપ, સંયમમાં કે પરીષહ સહેવામાં બળ-વીર્ય ન ગોપવે. બાકી પૂર્વવતું...જેમ • x • છાણ આદિથી લેપેલ-જાડી કરેલ ભીતના લેપનાં પડ ઉખડતા પાતળી પડે, તેમ અનશનાદિ વડે દેહના લોહી-માંસ સુકવ. તે સુકવતા તારા કર્મો પણ ઘટશે. તથા વિવિધ હિંસારહિત બની અહિંસાને ધારણ કર, * * * આ મોક્ષને અનુકૂળ ધર્મ અહિંસા લક્ષણવાળો છે અને પરીષહઉપસર્ગ સહન કરવા રૂપ ધર્મ છે. જે સર્વજ્ઞ ભગવંતે કહ્યો છે - વળી -
• સૂઝ-૧૦૩,૧૦૪ -
જેમ ધૂળથી ભરેલી પક્ષિણી પોતાનું શરીર કંપાવી ધૂળને ઉડાડી દે છે, તેમ દ્રવ્ય ઉપધાનવાન તપસ્વી સાધુ કમને ખાવી દે છે.
અણગારવાની એષણા માટે ઉપસ્થિત, શ્રમણોચિત સ્થાનસ્થિત તપસ્વીને બાળક અને વૃદ્ધ પ્રાર્થે તો પણ સાધુ તેમને આધિન ન થાય.
• વિવેચન :
જેમ પક્ષિણી જથી ખરડાયેલા અંગને કંપાવીને તે ચોટેલી રજને ખેરવી નાંખે છે, એમ મુક્તિગમન યોગ્ય ભવ્ય તે મોક્ષ સમીપ લઈ જનારા અનશન આદિ તપથી
ઉપધાનવાનું બની, તે સાધુ “કોઈને ન હણવાની” પ્રવૃત્તિ કરી જ્ઞાનાવરણીયાદિ કર્મોને દૂર કરે છે - હવે અનુકૂળ ઉપસર્ગો કહે છે–
TIT એટલે ઘર, તે ન હોવાથી આણગાર, તે સંયમ સ્થાનમાં રહીને ગૌચરી) એષણાર્થે પ્રવૃત થાય, શ્રમ પામે તે શ્રમણ, તથા ઉત્તરોત્તર વિશિષ્ટ સંયમ સ્થાને ચડેલા, વિશિષ્ટ તપોનિષ્ટ એવાને પણ કદાચ પુત્ર-પૌત્રાદિ કે પિતા, દાદા આદિ દીક્ષા છોડવા પ્રાર્થના કરે - તેઓ કહે કે - તમારે અમને પાળવા જોઈએ, અમારું કોઈ નથી અથવા કહે કે અમને તો તું એક જ પાળવા યોગ્ય છે, આમ બોલતા તેઓ શ્રમ પામશે, પણ પરમાર્થ જાણતા તે સાધુએ આ બધી વાતો ધ્યાનમાં લેવી નહીં (ગૃહસ્થ બનવું નહીં] - વળી -
સૂત્ર-૧૦૫,૧૦૬ -
કદાચ તેઓ તે શ્રમણ સમક્ષ કરણ વિલાપ કરી આકર્ષિત કરવા ઇચ્છે તો પણ તે સાધનામાં ઉધત ભિક્ષુને સમજાવીને ગૃહસ્થ ન બનાવી શકે.
કદાચ તેઓ કામભોગ માટે પ્રલોભન આપે કે તેને બાંધીને ઘેર લઈ જાય પણ જે તે સાધુ અસંયમી જીવન ન ઈચ્છતા હોય, તો ગૃહસ્થ બનાવી ન શકે.
• વિવેચન -
કદાચ તે માતા, પિતા, પુત્ર, સ્ત્રી આદિ તેમની પાસે જઈને કરુણાપ્રધાન વચનો કહે કે કૃત્યો કરે. જેમકે - હૈ નાથ-પ્રિય-કાંત-સ્વામી ! તું અતિ વલ્લભ ઘરને વિશે દુર્લભ છે, હે નિર્દય! તારા વિરહમાં બધું શૂન્ય લાગે છે. તું શ્રેણી-ગામ-ગોષ્ઠીગણમાં જ્યાં હતો ત્યાં દીપતો હતો, હે સુપુરુષ! તારા ઘર-બાર વિશે શું કહેવું ? વળી પુત્ર માટે કોઈ સગાં તો રડતા કહે છે કે હે પુત્ર ! કુળવર્ધક એક પુત્રને ઉત્પણ કરીને દીક્ષા લે. આ રીતે - x - કહે ત્યારે તે ભિક્ષ રાગ-દ્વેષ રહિતતાથી કે મુક્તિની યોગ્યતાથી સમ્યક્ સંયમ ક્રિયા માટે ઉત્થિત તે સાધુને તેના સગાં] દીક્ષાથી ભ્રષ્ટ કસ્વા માટે સમર્થ નથી, તેને સાધુવેશ ત્યજાવી ગૃહસ્થ બનાવવા શકિતમાન થતાં નથી.
જો કે તે સગાં સંયમપવૃત્ત સાધુને સુંદર ભોગોથી લોભાવે છે એટલે કે અનુકૂળ ઉપસર્ગ કરે અથવા બાંધીને ઘેર લાવે. એ રીતે અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગોથી પીડે, તો પણ તે સાધુ જીવિતનો અભિલાષી ન થાય, તેમ અસંયત જીવિતને ન પ્રશંસે, તે કારણથી તેનાં સગાં તેને પોતાનો કરવા સમર્થ ન થાય કે ગૃહસ્થભાવે સ્થાપી ન શકે - પરંતુ -
• સૂત્ર-૧૦૩,૧૦૮ :
મમત્વ દેખાડનારા માતા, પિતા, પુત્ર, પની તે સાધુને શિક્ષા આપે છે કે - તમે દુરદર્શી છો, અમારું પોષણ કરો, જેથી તમારો પરલોક ન બગડે.
કોઈ અસંવૃત્ત પુરુષ અન્ય-અન્યમાં મૂર્શિત થઈ, મોહ પામે છે, તેઓ અસંયમને ગ્રહણ કરીને પુનઃ પાપકાર્ય કરવામાં લરિજાત થતા નથી.
• વિવેચન-૧૦૩,૧૦૮ :કદાચ માતા-પિતાદિ તે નવદીક્ષિતને શીખવે કે - અમે તારાં સ્નેહી છીએ,