________________
૧/૨/૧/૯૩,૯૪
e૬
દુ:ખી થઈને તજે છે. કેમકે બધાં પ્રાણીને પ્રાણ ત્યાગતા મહાદુઃખ ઉત્પન્ન થાય છે. - વળી -
ઈચ્છા-મદનરૂપ કામ તથા પૂર્વના કે પછીના સંબંધીમાં આસક્ત થઈ કર્મવિપાકોને કર્મવિપાક કાળે સહેતા પ્રાણીઓ હોય છે. કહ્યું છે કે - ભોગની ઈચ્છાથી વિષયના સેવન થકી અહીં-તહીં કેવળ ક્લેશ થાય છે પણ ઉપશમ થતો નથી. જેમ પોતાની છાયા સવાર-સાંજ વધે છે, તેમ વિષય તૃષ્ણાને ઉપભોગથી શમન કરવા ઇચ્છનારની તૃષ્ણા શાંત થતી નથી. વળી તે ભોગો કે સંબંધીઓ તેને રક્ષણરૂપ થતાં નથી. જેમ તાલફળ બીંટડાથી તુટી જતાં અવશ્ય પડે છે, તેમ આ પણ પોતાના આયુષ્ય ક્ષયે મૃત્યુ પામે છે.
• સૂઝ-૫,૯૬ :
જે કોઈ ભહુયુત હોય, ધાર્મિક બાહાણ કે ભિન્ન હોય, પણ જે તે માયાકૃવું અનુષ્ઠાનોમાં મૂર્છાિત હોય તે પોતાના કર્મોથી દુઃખી થાય છે.
જુઓ ! કોઈ અન્યતીર્થિ પરિગ્રહ ત્યાગી, દીક્ષા છે, પણ સંયમનું સમ્યક પાલન ન કરતા મોક્ષની વાતો તો કરે છે, પણ મોક્ષ પ્રાપ્તિનો ઉપાય કરતા નથી. તેના શરણથી આ ભવ કે પરભવને કેમ જાણી શકાય ? (કેમકે તેઓ પોતાના જ કર્મોથી પીડાય છે.
• વિવેચન-૫,૯૬ :
જેઓ શાસ્ત્રાર્થના પારગામી છે, ધર્મ આચરણ કરનારા છે, બ્રાહ્મણ કે ભિક્ષુ છે, તેઓ મુખ્યતાએ કર્મ કે માયા વડે કરેલ અસત્ અનુષ્ઠાનોમાં અતિ ગૃદ્ધ બનીને એવા કર્મો વડે પીડાય છે...હવે જ્ઞાન-દર્શનચાત્રિ સિવાય બીજો કોઈ મોક્ષમાર્ગ નથી એવા ત્રિકાળવિષયી સૂત્રથી અન્યતીર્થિકના ધર્મનો પ્રતિષેધ કરવા કહે છે - - x - તું જો કે કોઈ અન્યતીર્ચિ પરિગ્રહનો ત્યાગ કરીને કે પરિગ્રહનું જ્ઞાન મેળવીને દીક્ષા લેવા તૈયાર થાય છે, પણ સમ્યગુ જ્ઞાનના અભાવે સંસાર સમુદ્રને તરતો નથી, કેવલ આ સંસારે ભમે છે. કદાચ શાશ્વતપણાથી મોક્ષના ઉપાય કે સંયમ વિશે બોલે પણ સમ્યક્ જ્ઞાનાભાવે તેને આચરી શકતો નથી.
હે શિષ્યા! તું તે માર્ગે જવા તૈયાર થયો છે, પણ આ ભવ કે પરલોકને કઈ રીતે જાણીશ? અથવા આરમ્ તે ગૃહસ્થ કે સંસાર અને પરમ્ તે પ્રdજ્યા પર્યાય કે મોક્ષ. સમ્યક્ જ્ઞાન વિના અન્યદર્શની તે બંનેથી ભ્રષ્ટ થાય છે. •x - સ્વકૃત કર્મથી પીડાય છે. કેટલાંક અન્ય તીર્થિઓ નિપરિગ્રહી તથા તપથી દુર્બળ છે, તેનો મોક્ષ કેમ ન થાય?
• સૂઝ-૯૭,૯૮ :
છે કે કોઈ નગ્ન અને કૃશ થઈને વિચરે કે માસક્ષમણ કરે, પણ જે તે મારા આદિથી યુક્ત છે, તો અનંતકાળ ગર્ભના દુ:ખ ભોગવશે.
હે પુરુષ ! તું પાપકર્મથી નિવૃત્ત થા, મનુષ્યનું જીવન સંતવાળું છે. અહીં મનુષ્યભવમાં આસક્ત તથા કામમાં મૂર્શિત એવા અસંવૃત પુરષો મોહને પ્રાપ્ત
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ થાય છે.
• વિવેચન-૯૭,૯૮ -
જો કે અન્યતીર્થિ-તાપસાદિ બાહ્ય ગૃહવાસાદિ પરિગ્રહ ત્યાગી નિકિંચનતાથી નગ્ન બની, દુર્બલ થઈને, પોતાના મત મુજબ દીક્ષા અનુષ્ઠાન કરે, જો કે તે તપ વિશેષ કરીને ખાય તો પણ આંતર કષાય પરિત્યાગ ન કરવાથી મોક્ષ પામતો નથી. જે અન્યતીથિ માયા વડે - કષાયો વડે યુક્ત હોય. તે અનંતકાળ ગર્ભમાં રખડશે - તેનો સાર એ છે કે અકિંચન હોય, તપોનિષ્ઠ હોય પણ કષાયનો ત્યાગ કર્યા વિના નકાદિ સ્થાનથી લઈ તિર્યંચાદિ સ્થાનમાં - x - અનંત કાલ - x • ભમશે.
જે કારણથી મિયાર્દષ્ટિ ઉપદિટ તપ વડે ગતિ માર્ગ નિરોધ થતો નથી, તેથી જૈન માર્ગમાં સ્થિર થવા ઉપદેશ આપે છે - હે પુરુષ! જે પાપ અનુષ્ઠાન વડે દુ:ખ મળવાનું છે, તે કર્મથી નિવૃત થા. કેમકે પુરુષોનું જીવિત વધુમાં વધુ ત્રણ પલ્યોપમ છે. સંયમજીવિત પલ્યોપમની અંદર પૂર્વ કોડી વર્ષ હોઈ શકે. અથવા - x • સાંત
તવાળું છે. * * * એ રીતે મનુષ્યોનું અપ આયુ જાણી, તે વીતી ન જાય ત્યાં સુધી ધર્માનુષ્ઠાનથી સફળ કરવું. પણ જેઓ ભોગ તથા નેહરૂપ કાદવમાં ફસાયા છે, મનુષ્યભવમાં કે સંસારમાં કામ-ભોગમાં મૂર્ષિત થઈ તે મનુષ્યો મોહ પામે છે - x • અથવા મોહનીય કર્મ બાંધે છે હિંસાદિ સ્થાનથી નિવૃત, ઇન્દ્રિયોથી સંયત લોકો આવું કરે છે, તો [ભવ્યાત્મા એ શું કરવું ? તે કહે છે
• સૂત્ર-૯,૧૦૦ :
હે યોગી! તું યતના સહિત સમિતિ અને ગુપ્તિ યુક્ત બનીને વિચર કારણ કે સૂમ પાણીયુક્ત માર્ગ ઉપયોગ વિના પાર કરવો દુર છે. તું મહાવીર દ્વારા સમ્યક્ પ્રરૂપિત અનુશાસનમાં પરાક્રમ કર..જે વિરત, વીર, સંયમ ઉધત, ક્રોધાદિ કષાયનાશક, પાપવિરd, અભિનિવૃત્ત છે, તે કોઈપણ પાણીનો ઘાત કરતાં નથી.
વિવેચનé,૧૦૦ :
જીવન થોડું છે તે જાણીને અને વિષયોને કલેશપાયા સમજીને ઘરના ફૉસારૂપ બંધનને છેદીને પ્રાણીઓના રક્ષણનો યત્ન કરતો ઉધાવિહારી બન - સંયમ યોગવાનું, ગુપ્તિ સમિતિથી રક્ષિત બન. શા માટે ? માર્ગમાં સૂક્ષ્મ પ્રાણીઓ હોય છે, તેથી અનુપયોગે ચાલતા જીવોને બચાવવા દુર્ગમ છે. આ રીતે ઇસમિતિ બતાવી, ઉપલક્ષાણથી બધી સમિતિમાં સતત ઉપયોગવાળા થવું. આગમ સૂત્રાનુસાર સંયમમાં વર્તવું. આવું બધાં અરિહંતોએ સમ્યક્ રીતે પ્રકથી કહેલું છે.
- વીર પુરુષો ક્યા છે ? –
જેઓ હિંસા, જૂઠ આદિ પાપથી જે વિરત છે, વિશેષથી કર્મ દૂર કરવા પ્રેરે છે, તે વીર છે. સમ્યગ્રતયા આરંભોના પરિત્યાગ વડે ઉસ્થિત છે, તેમણે ક્રોધ, માન, માયા, લોભ તથા આદિ શબ્દથી બીજી મોહનીય કર્મ પ્રકૃતિ દૂર કરનાર તથા સૂક્ષ્મ, બાદર જીવોને મન, વચન, કાયાથી હણતા નથી. સર્વથા સાવધ અનુષ્ઠાનથી વિરત