________________
૬૨
૧/૧/૩/૬૭ drળોની સ્યના થઈ છે, તે અજ્ઞાનીઓ મૃષા બોલે છે.
• વિવેચન-૬૭ :
બ્રાહ્મણ-ધિગુજાતિ, શ્રમણ-ત્રિદંડી આદિ. કેટલાક પૌરાણિકો એમ કહે છે કે • આ ચર, અચર જગતુ ઇંડાથી થયેલ છે. તેઓ કહે છે - પહેલા કંઈ ન હતું. આ સંસાર પદાર્યશન્ય હતો. ત્યારે બ્રહ્માએ પાણીમાં ઇંડાને ઉત્પણ કર્યું, વૃદ્ધિ થતાં ઇંડાના બે ફાડચાં થયાં – ૧. ઉર્વભાગ, ૨. અધોભાગ. તેની મધ્યે સર્વ પ્રકૃતિ થઈ. એ પ્રમાણે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ આદિ ઉત્પન્ન થયા. કહે છે કે - પહેલાં બધું અંધકારમય, અજ્ઞાતુ લક્ષણ હતું. ન જાણી-વિચારી શકાય તેમ બધી તરફ સુપ્તવતું હતું. આવા જગમાં બ્રહ્મા હતો, ઇંડાના ક્રમથી પદાર્થો થયા. તે બ્રાહ્મણાદિ પરમાર્ચને જાણતા ન હોવાથી જૂઠું બોલે છે - dવ વિરુદ્ધ બોલે છે.
હવે જૈનાચાર્ય કહે છે— • સૂત્ર-૬૮ :
લોક વાયયથી બનેલો છે” તેમ તે વાદીઓ કહે છે તેઓ તત્વને જણા નથી. આ લોક કદી વિનાશી નથી.
• વિવેચન-૬૮ :
પોતાના પર્યાય-અભિપ્રાય કે યુક્તિ વિશેષથી આ લોક બન્યો છે, એમ તે વાદીઓ કહે છે. દેવ-બ્રહ્મા-ઈશ્વ-પ્રધાનાદિથી નિષ્પાદિત કે સ્વયંભૂ રચિત આદિ આ લોક છે. એ રીતે પોતાનું કહેવું જ સત્ય છે, બીજું જૂઠું છે, તેમ કહેનારા તે સર્વે યથાવસ્થિત લોક સ્વભાવને જાણતા નથી. જૈનદર્શન મુજબ આ લોક દ્રવ્યોથી વિનાશી નથી, પૂર્વે ન હતો તેવું નથી કે કોઈએ બનાવ્યો પણ નથી. આ લોક હતો, છે અને રહેશે.
આ લોક દેવે વાવ્યો છે, તેમ કહેવું તદ્દન ખોટું છે, કેમકે તેવું કોઈ પ્રમાણ નથી. અપમાણ વચનથી વિદ્વાનો ખુશ ન થાય, તેમને પૂછીએ કે દેવ ઉત્પન્ન થઈને લોક બનાવે કે ઉત્પન્ન થયા વિના ? ઉત્પન્ન થયા વિના “ખર વિષાણ માફક બની. ન શકે. ઉત્પન્ન થઈને બનાવે તો જાતે ઉપન્યો કે બીજા વડે? જ સ્વયં ઉત્પન્ન થયો તો લોક પણ સ્વયં કેમ ઉત્પ ન થાય? જો લોકને સવા બીજા વડે ઉત્પન્ન થયો તો તે પ્રમાણે અન્ય અન્ય કરતાં અનવસ્થા દોષ લાગે. જો દેવને અનાદિ માનો તો લોકને પણ અનાદિ માનવામાં શો દોષ છે ? વળી તે અનાદિ છે તો નિત્ય છે કે અનિય?
જો નિત્ય હોય તો -x- કર્તાપણું સિદ્ધ ન થાય. જે અનિત્ય હોય તો ઉત્પન્ન થઈ મૃત્યુ પામે, જે પોતાનું રક્ષણ ન કરે તેમાં બીજાનું કરવાપણું કઈ રીતે વિચારી શકાય? વળી તે અમૂર્ત છે કે મૂર્ત? જો અમૂર્ત હોય તો આકાશ માફક ચકત છે, જો મૂર્ત હોય તો - x - તેનું અકતૃત્વ સિદ્ધ છે.
દેવગુપ્ત, દેવપુત્ર પણ અયકિતવાળા હોઈ સાંભળવા યોગ્ય જ નથી. એ રીતે બ્રહ્માએ બનાવ્યો એ પક્ષમાં પણ દૂષણ જાણી લેવું. હવે શરીરરૂપ ભવનનું કરવું ગેરે
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ • x • વિશિષ્ટ બુદ્ધિવાળાનું કામ છે ઇત્યાદિ બોલવું પણ અયુક્ત છે, કેમકે તેમાં વિશિષ્ટ કારણપૂર્વકપણે વ્યાપ્તિની અસિદ્ધિ છે કેમકે કાર્ય વિશેષ ઉપલબ્ધિ કારણ વિશેષથી છે -x- x • પણ અતિ અદષ્ટ પદાર્થમાં તેની પ્રતિતી ન થાય. અહીં વાદી કહે છે કે અમે તેથી જ ઘટ પૂર્વે કરેલો છે તેમ કહીએ છીએ, જૈનાચાર્ય કહે છે કે તેમાં ઘરનું કાર્ય વિશેષપણે સ્વીકારીએ તો પણ નદી, પર્વત આદિમાં કારણરૂપ ન ઘટી શકે ઇત્યાદિ • x • x • વળી માટીનો જેમ ઘડો છે તેમ માટીનો રાફડો છે, તેને જોઈને એમ ન કહેવાય કે તે કુંભારે બનાવ્યો છે. પણ તમે તે સ્વીકારતા નથી, તેથી પર્વતાદિનો કતાં ઈશ્વર ત મનાય.
વળી વાદી કહે છે કે ઘટ આદિના સંસ્થાન વિશેષપણા માફક પર્વત આદિમાં પણ વિશિષ્ટ સંસ્થાન દેખવાથી અમે તેને કારણપૂર્વક કહ્યું.
જૈનાચાર્ય કહે છે - તે અયુક્ત છે. - x-x• ઘટાદિ સંસ્થાનનો કર્તા કુંભાર દેખાય છે, ઈશ્વર નહીં. જો ઈશ્વર કરે છે એમ માનો તો કુંભારે શું કર્યું? • x - આ રીતે દેખાતા કુંભારને બદલે ન દેખાતા ઈશ્વરની ખોટી કલાના થાય. • x • આ રીતે અદેટની કલાના અયુક્ત છે. વળી જો દેવકુલાદિનો કર્તા વ્યાપી, અનિત્ય દેખેલો છે, તે દષ્ટાંતથી ઈશ્વર સાધીએ તો ઈશ્વર પણ તેવો થઈ જાય, અન્યથા ધારીએ તો દેટાંતના અભાવે વ્યાપ્તિ સિદ્ધ ન થતાં અનુમાન ન થાય. * * * * *
વળી પ્રઘાનાદિથી કરાયેલ આ લોક છે, તે પણ અસંગત છે, તે પ્રધાન મૂત છે કે અમૂર્ત? જો અમૂર્ત હોય તો સમુદ્રાદિ મૂર્ત પદાર્થનો ઉદ્ભવ ન ઘટી શકે - x • x • જો મૂર્ત છે તો ક્યાંથી ઉત્પન્ન થયું ? જો આપમેળે ઉત્પન્ન થયું માનો તો લોક પણ આપમેળે ઉત્પન્ન થયો કેમ ન માનો ? ઇત્યાદિ. જો અનાદિ માનો તો લોકને અનાદિ કેમ નથી માનતા? - X - X - પ્રધાનથી મહદ આદિની ઉત્પત્તિ ન સંભવે, અચેતન પ્રકૃતિની પ્રવૃત્તિ પુરુષાર્થ તરફ કઈ રીતે હોય? - X - જો પ્રકૃતિનો આ સ્વભાવ માનો તો ‘સ્વભાવ' બળવાન થયો, તો લોક પણ સ્વભાવથી બનેલો માનો. અદેટ પ્રધાનની કક્ષાના શા માટે કરવી ?
આદિના ગ્રહણથી કેટલાંક ‘સ્વભાવ'નું કારણપણું ઇચ્છે છે, તો તેનાથી અમારા મતનું ખંડન થતું નથી. જેમકે સ્વનો ભાવ-સ્વભાવ સ્વકીય ઉત્પત્તિ, તે અમે પદાર્થોમાં ઇચ્છીએ છીએ જ.
કોઈ નિયતિત લોક કહે છે. “જે જેવું થવાનું હોય તે નિયતી.” તેમ વિચારતા તે સ્વભાવથી જુદી નથી. જો તમે સ્વયંભૂ આ લોક બનાવ્યો કહો, તો તે પણ અસુંદર જ છે. કેમકે સ્વયંભૂ એટલે તમે શું કહો છો ? જ્યારે તે થાય ત્યારે અન્યથી નિરપેક્ષ સ્વતંત્ર થાય છે ? જો અનાદિ કાળનો બનેલ સ્વયંભૂ માનો તો - x - લોકને અનાદિ માનવામાં શું વાંધો છો? - X - સ્વયંભૂ અનાદિ છે, તો તેમાં નિત્યપણું છે, નિત્યનું એકરૂપપણું હોવાથી કતપણું ન ઘટે. વળી તે વીતરાગ હોવાથી સંસારની વિચિત્રતા ન સંભવે. જો સરાણી માનો તો અમારા જેવો સહેલાઈથી વિશ્વનો અકત થયો. ઇત્યાદિ • x• લોકના નાશ માટે યમ ઉત્પન્ન કર્યો, તેમ કહેવું