________________
૧/૩/૬૦ થી ૩ છે... એ પ્રમાણે વર્તમાન સુખની ઇચ્છક કેટલાંક શ્રમણો વિશાળકાય મત્સ્યની માફક અનંતવાર મૃત્યુને પ્રાપ્ત કરશે.
• વિવેચન-૬૦ થી ૬૩ :
આ સૂત્રનો પૂર્વ સૂત્ર સાથેનો સંબંધ આ પ્રમાણે - છેલ્લા સૂત્રમાં કહ્યું કે - “એ પ્રમાણે કેટલાંક શ્રમણો” વગેરે. તેનો અહીં સંબંધ છે - કેટલાંક શ્રમણો સાધુ માટે બનેલ આહાર કરી સંસાર ભ્રમણ કરે છે અને પહેલાં સૂત્રમાં કહ્યું “બોધ પામે” આદિ અત્િ “સાધુ માટે કરેલ...એમ સમજવું. - x • હવે સૂત્રાર્થ કહે છે - થોડો પણ બનાવેલ આહાર, આધાકમદિના દાણાથી પણ ઉપલિપ્ત હોય, તે પણ પોતે કરેલા નહીં પણ કોઈ ભક્તિવાનું શ્રાવકે બીજા સાધુને આશ્રીને કરેલ હોય, તે પણ હજાર ઘર દૂર હોય તો પણ જે સાધુ ખાય તે ગૃહસ્થ અને સાધુ બંને પક્ષને સેવે છે. - x • આધાકમદિ આહારનો કોઈ અવયવ-કણ માત્ર સ્પષ્ટ હોય તેવો આહાર કરનાર પણ બંને પક્ષ સેવે છે તો પછી શાક્યાદિ પોતાના માટે જ બનાવેલ આહાર વાપરે તે તો પૂર્ણપણે બંને પક્ષનું સેવન કરનારા જ થાય છે.
અથવા બે પક્ષ એટલે ઈયપિયા અને સાંપરાયિક અથવા પૂર્વબદ્ધ અને નિકાચિતાદિ અવસ્થાવાળી કર્મપ્રકૃતિ બાંધે છે. આગમમાં કહ્યું છે કે - આધાકર્મ ખાનાર સાધુ કેટલી કર્મ પ્રકૃતિ બાંધે? ગૌતમ! આઠ. શિથિલ બંધનવાળીને ગાઢ બંધનવાળી કરે છે ઇત્યાદિ • x + અર્થાત આ શાક્યાદિ પરતીર્થિકો કે સ્વજવવાળા આધાકર્મી વાપરતા બે પક્ષોનું સેવન કરે છે. આ સુખેચ્છ આધાકર્મભોજી શું દુ:ખ ભોગવશે તે કહે છે
તમે આધાકર્મ દોષને ન જાણનારાને આઠ પ્રકારના કર્મનો બંધ થાય, કરોડો ભવે પણ તે અકોવિદને મોક્ષ દુર્લભ છે અથવા ચતુર્ગતિ સંસાર ભ્રમણ થાય. આ કર્મબંધ કેમ થાય ? કેમ ન થાય? કયા ઉપાયથી આ અકુશલો સંસાર સમુદ્ર તરે ? તે જ સંસારમાં કર્મચી દુઃખી થાય છે.
- અહીં દષ્ટાંત આપે છે . જેમ વિશાળ સમુદ્રમાં ઉત્પન્ન અથવા વિશાળ નામક જાતિમાં ઉદ્ભવેલ તે વૈશાલિક અથવા મોટા માછલા-મોટ શરીરવાળા, તે એવા મહામત્ય સમુદ્રમાં ભરતી આવતા પ્રબળ વેગને લીધે કિનારે આવી જાય છે • x • પુનઃ ઓટ આવતા શુક કિનારામાં પાણીના અભાવે - x - તરફડતા માંસ લોલુપી ઢંક, કંક પક્ષી કે બીજા માછી વગેરેથી જીવતાં જીવત મહા દુ:ખ પામીને અશરણ બની વિનાશ પામે છે.
હવે દષ્ટાંત બતાવી સાધુને સમજાવે છે કે - પૂર્વોક્ત મત્સ્યની જેમ શાય, પાશુપતાદિ શ્રમણો કે સ્વચૂથના કેવા છે ? તે બતાવે છે - વર્તમાન સુખ માટે આધાકમ ભોગવવાના આચારવાળા, સમદ્રી કાગડા જેવા, ક્ષણિક સુખમાં આસકત ચિતથી અનાલોયિત આધાકમપભોગ જનિત તીવ્ર દુ:ખ અનુભવતા વૈશાલિકમસ્ય માફક વિનાશ પામે છે, વારંવાર સંસાર સાગરમાં ડૂબતાં તેઓ સંસારસમુદ્રથી પાગામી થતા નથી.
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ હવે અપર આજ્ઞા અભિમતને બતાવવા માટે કહે છે
સૂત્ર-૬૪ થી ૬૬ -
આ એક બીજું જ્ઞાન છે - કોઈ કહે છે આ લોક દેવતાઓ બનાવેલ છે, કોઈ કહે છે. આ લોક બહાએ બનાવેલ છે...કોઈ કહે છે કે - જીવ અને
જીવથી યુકત, સુન્દુ:ખથી યુક્ત આ લોક ઈશ્વરે બનાવેલ છે, કોઈ કહે છે • આ લોક પ્રધાનકૃત છે...મહર્ષિ કહે છે : આ લોક વયકૃત છે તેણે માયા વિસ્તારી છે, તેથી લોક આશાશ્વત છે.
• વિવેચન-૬૪ થી ૬૬ :
અજ્ઞાન એટલે મોહનો ઉછાળો. આ લોકમાં કેટલાક કહે છે કે-ખેડૂત જેમ દાણો વાવે તેમ દેવે [ઈશ્વરે આ લોક ઉત્પન્ન કર્યો છે. અથવા દેવે રક્ષણ કર્યું છે અથવા દેવના પુત્રરૂપ આ લોક છે, એવું અજ્ઞાન ફેલાયું છે તથા કોઈ કહે છે આ લોક બ્રાહ્માએ ચેલો છે. તેઓ કહે છે બ્રહ્મા જગતના પિતામહ છે, તે એક જ પહેલા જગતમાં હતા. તેણે પ્રજાપતિને સર્યા અને પ્રજાપતિએ આખું જગત રચ્યું.
- તથા ઈશ્વરવાદી કહે છે - આ લોક ઈશ્વરે બનાવ્યો છે. પ્રમાણથી સિદ્ધ કરતા કહે છે . આ સર્વ જગત્ બુદ્ધિમાને કરેલું છે. શરીરરૂપી ઘડો કરવાનું ઘમપણે ઉપાદાન કરાય, તે બુદ્ધિમાનનું કરેલું તેવું કારણપૂર્વક દરેક વસ્તુમાં ધર્મ સાધ્ય છે, સંસ્થાન વિશેષપણું તેમાં હેતુ છે જેમ ઘડા આદિમાં નવા-નવા આકારો છે, તેમ શરીરાદિમાં પણ છે. - X - X - એ રીતે બુદ્ધિમાને કરેલ આ જગત્ છે, આવો કર્તા કોઈ સામાન્ય પુરુષ ન હોય, માટે ઈશ્વરે જ આ જગતને બનાવેલું છે. * * * * *
બીજા કહે છે - આ લોક પ્રઘાનાદિકૃત છે, સવ-જ-તમયની સામ્ય અવસ્થા પ્રકૃતિ છે, તે પુરુષાર્થ સાથે પ્રવર્તે છે. આદિ શબ્દથી પ્રકૃતિથી પ્રકૃતિ મહાનું છે, તેનાથી અહંકાર, તેનાથી ૧૬-ગણ, તેનાથી પાંચભૂત એ પ્રમાણે પ્રક્રિયાથી સૃષ્ટિ થાય છે અથવા આદિ ગ્રહણથી સ્વભાવાદિ ગ્રહણ કરાય છે - અતુિ જેમ કાંટાને અણી છે તેમ સ્વભાવથી જ લોક થયો છે. વળી કોઈ આ લોકને નિયતીકૃતુ માને છે. જેમ મોરના પીંછા યિમિત હોય છે એમ જીવ-ઉપયોગ લક્ષણ, અજીવમાં ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલાદિથી યુક્ત સમુદ્ર આદિ છે. વળી સુખ-દુ:ખયુક્ત આ લોક છે.
વળી કોઈ કહે છે : સ્વયંભૂ અર્થાત આપમેળે ઉત્પન્ન વિષ્ણુ કે અન્ય કોઈ તે એકલા હતા. રમતા-રમતા તેને જોડીઆની ઈચ્છા થઈ. તેમ વિચારતા બીજી શક્તિ ઉત્પન્ન થઈ, તેનાથી સૃષ્ટિ સાઈ એમ મહર્ષિ કહે છે. એમ બોલનાર લોકનો કતાં સ્વયંભૂ બતાવે છે. તેણે લોકને રમ્યા પછી ઘણાં ભારના ભયથી ‘ચમ' નામે મારક સર્યો. તેણે માયા સાધી, તે માયા વડે લોકો મરે છે, પરમાર્થથી જીવના ઉપયોગ લક્ષણની વ્યાપતિ નથી, એથી એ માયા છે. જેમ આ મર્યો તેમ લોક અનિત્યવિનાશી છે.
• સૂત્ર-૬૭ - કોઈ જાહણ અને શ્રમણ કહે છે જગતુ ઇંડામાંથી બન્યું છે, તેનાથી જ