________________
૧/૧/૧/૧૭
૪૪
૧-પૃથ્વી, ધાતુ આદિ રૂપો તે રૂ૫ સ્કંધ, રસુખ, દુ:ખ અદુખસુખ તે વેદના અંધ, 3-૩૫, રસ આદિ વિજ્ઞાન તે વિજ્ઞાન સ્કંધ, ૪-સંજ્ઞા નિમિત ઉઠ્ઠાણા પ્રત્યય તે સંજ્ઞા સ્કંધ, ૫-પૂણ્ય, અપૂણ્ય આદિ ધર્મસમુદાય તે સંસ્કાર સ્કંધ. તેના સિવાય આત્મા નામનો પદાર્થ આંખો વડે પ્રત્યક્ષ જોવાતો નથી. તે આત્મા અવ્યભિચારી લિંગ ગ્રહણના અભાવે, અનુમાનથી પણ સિદ્ધ થતો નથી. વળી પ્રત્યક્ષ અને અનુમાનથી જુદું અર્થને બતાવનાર અવિસંવાદી બીજુ પ્રમાણ નથી.
યથાવસ્થિત અર્ચના અપરિજ્ઞાનથી બૌદ્ધો બાળક જેમ પ્રતિપાદન કરે છે - વળી કહે છે કે આ ધો - x • ક્ષણ માત્ર રહેનારા છે. વળી કહે છે કે - સ્વકારણથી ઉત્પન્ન થનારો પદાર્થ વિનાશના સ્વભાવવાળો છે કે અવિનાશના સ્વભાવવાળો ? જો અવિનાશી સ્વભાવી હોય તો તેમાં વ્યાપેલી ક્રમશઃ કે સાથે બનતી ક્રિયાના અભાવથી પદાર્થના વ્યાયનો અભાવ થશે. તેથી જે અર્થ ક્રિયા કરી તે જ પરમાર્થથી સત છે. તે નિત્ય અર્થ ક્રિયામાં -x • વર્તતો કમથી ન વ. ઇત્યાદિ અહીં વૃત્તિમાં કેટલીક પ્ર દલીલો છે, જે માત્ર અનુવાદથી સમજાય તેવી નથી. મુળ વૃત્તિને જોઈને વિદ્વાન પાસે સમજવી.] પણ બધી દલીલ અને તર્કોનો સારાંશ એ છે કે - બઘાં પદાર્થો “ક્ષણિક" છે. [વિશેષ જાણકારી માટે મૂળ વૃત્તિ જોઈને સમજણ મેળવવી.)
મૂળ શ્લોકમાં સૂત્રકારે 'રૂ' શબ્દ પૂર્વના વાદીઓથી આ બૌદ્ધોને જુદા બતાવવા માટે છે. તે જ વાત પાછલા અર્ધશ્લોક વડે કહે છે - ‘મત્રો નો' એ પ્રમાણે તે જ બૌદ્ધો-છઠો આત્મા માનનાર સાંખ્ય આદિ ભૂત વ્યતિક્તિ આત્માને માનનાર, ચાર્વાક-ભૂતની અવ્યતિક્તિ ચૈતન્ય નામક આત્મા ઇચ્છનાર, તેવી જ રીતે “ન" એવું કહેનારા તથા હેતુથી ઉત્પન્ન હેતુક અને કાર્ય આકાર પરિણત ભૂતથી ઉત્પન્ન ત્યાં સુધી છે એવા આત્માને બૌદ્ધો માનતા નથી.
હવે બીજા બૌદ્ધોનો “ચાતુર્ધાતુક” મત કહે છે– • સૂત્ર-૧૮ -
પૃedી, જળ, અગિન અને વાયુ ચાર ધાતુઓથી શરીર બનેલ છે, તેનાથી જુદો આત્મા નથી.
• વિવેચન :
પૃથ્વી આદિ ચાર ધાતુ છે, ધારક તથા પોષકતત્વથી એમાં ધાતુપણ છે. જ્યારે આ ચાર એકાકારે પરિણામે અને કાયઆકાર ધારણ કરે ત્યારે જીવ વ્યપદેશ પામે છે તથા તે કહે છે કે આ શરીર ચતુર્ધાતુક છે, તે સિવાય કોઈ આત્મા નથી. બીજા બૌદ્ધો અમે જ્ઞાની છીએ તેવા અભિમાન અગ્નિથી બનેલા છે, તે કહે છે - ચાફળવાદી જગતું છે - તે એ રીતે કે કત ક્રિયાની ક્ષણથી બીજી ક્ષણે સર્વથા નષ્ટ થવાથી ક્રિયાનું ફળ ભોગવતો નથી. અથવા પૂર્વોક્ત બધાં ફળવાદીને અફળવાદી સમજવા. કેમકે કેટલાંક આત્માને નિત્ય અવિકારી માને છે અને કેટલાંક આત્મા જ માનતા નથી તો પછી ફળ કોણ ભોગવે ?
આ બધાંનો ઉત્તર આપવા માટે પૂર્વોક્ત નિયુક્તિ ગાથા-3૪ આદિનું વ્યાખ્યાન
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ કરાય છે. જો પાંચ અંધ સિવાય આત્મા નામે કોઈ બીજો પદાર્થ ન હોય તો તેના અભાવે સુખ-દુ:ખ કોણ અનુભવે છે? ઇત્યાદિ ગાથા પૂર્વે જણાવ્યા મુજબ કહેવી. - ૪ -
જો બૌદ્ધો કહે કે - જ્ઞાન સ્કંધનો આ અનુભવ છે, તો તેમને કહેવું કે તે વાત અયોગ્ય છે, કેમકે સ્કંધ તો ક્ષણિક છે. જ્ઞાનક્ષણ અતિ સૂક્ષમ હોવાથી સુખદુ:ખના અનુભવનો અભાવ છે. ક્રિયા ફળવાળા ક્ષણોની અત્યંત અસંગતિ છે. તેથી કરેલાનો નાશ અને અકરેલાની ઉત્પત્તિ એ બંનેની આપત્તિ છે. જ્ઞાનને એક સંતાન માનો તો સંતાનના અભાવે તે નકામું છે. જો એમ માનો કે પૂર્વ ક્ષણ નાશ પામતા ઉત્તરની ક્ષણમાં વાસના મુકતો જાય છે. જૈનાચાર્યો તેઓને કહે છે કે
તમારી વાસના ક્ષણોથી ભિન્ન છે કે અભિજ્ઞ? જો ભિન્ન હશે તો વાસકપણું ઉત્પન્ન ન થાય. જો અભિન્ન હોય તો ક્ષણ માફક તેનું ક્ષણ-ક્ષયપણે લાગુ પડતા તે વાસનાનું તે જ પ્રમાણે આત્માના અભાવમાં સુખ-દુ:ખના અનુભવનો અભાવ થશે. તેથી આભા સિદ્ધ થશે. જો આત્મા ન માનીએ તો પાંચ વિષયના અનુભવના ઉત્તરકાળમાં ઇન્દ્રિયોના જ્ઞાનોનું સ્વ વિષયથી અન્યત્ર અપવૃત્તિ હોવાથી સંકલના પ્રત્યય ન થાય. જો એમ માનો કે આલય વિજ્ઞાનથી થાય તો તમે આલયના નામે આત્માનો સ્વીકાર કરો છો. વળી બૌદ્ધગમ પણ આત્માને સ્વીકારે છે–
બુદ્ધ કહે છે - હે ભિક્ષુઓ ! આ ભવથી ૧માં ક૫માં મેં શક્તિ વડે કોઈ પુરુષને મારેલ, તે કર્મના વિપાકથી હું પગે વિંધાયો છું. તથા
જે અતિ દારુણ કૃત્યો કર્યા હોય, તે પણ આત્મનિંદા કરતા ઓછાં થાય છે, તે ભાવો આલોચવાથી તથા સંવર કરવાથી તે પાપોનો મૂળથી ઉદ્ધાર થાય છે. ચોમ હું બુિદ્ધ] કહું છું.
વળી હૈિ બૌદ્ધો !] તમે ક્ષણિકપણું સાધવા કહ્યું કે પદાર્થ કારણથી ઉત્પન્ન થતો નિત્ય ઉત્પન્ન થાય કે અનિત્ય ? ઇત્યાદિ - x •x - તે બધું વ્યર્થ છે. [ઇત્યાદિ વૃત્તિ અનુસાર જાણી લેવું.].
જૈનાચાર્યો કહે છે - ક્ષણ ક્ષયિત્વથી અનિત્યપણું છે કે પરિણામથી ? જો ક્ષણ ક્ષયિત્વ પક્ષ માનો તો કારણ કાર્યના અભાવથી કાકોનો વ્યાપાર જ ઉત્પન્ન થતો નથી, તો કઈ રીતે ક્ષણિક અનિત્યનો કારણોથી ઉત્પાદ થાય? જો એમ માનો કે પૂર્વ ક્ષણથી ઉત્તર ક્ષણનો ઉત્પાદ થતા કાર્ય કારણ ભાવ થાય છે, તો તમારું આ માનવું અયુક્ત છે કેમકે જો પૂર્વ ક્ષણનો નાશ થાય છે તેમ માનો તો ઉત્તર ક્ષણને જન્મ ન આપી શકે અને જો પૂર્વાણનો નાશ થયેલો નહીં માનો તો તમારો “ક્ષણભંગ''નો સિદ્ધાંત ખોટો ઠરશે. જો પૂર્વેક્ષણના નાશથી ઉત્તર ક્ષણ ઉત્પન્ન થાય છે તેવું માનશો તો તે બે ક્ષણોની એકકાલતા સ્પષ્ટ થશે. - X- જો તે ન સ્વીકારો તો તેના વિનાશ-ઉત્પાદનું અવસુત્વ સિદ્ધ થશે. [ઇત્યાદિ વૃત્તિથી જાણવું.].
[વૃત્તિથી આ બધાં તે જાણવા-સમજવા. હવે સારાંશ કહે છે આ પ્રમાણે આત્મા પરિણામી જ્ઞાન આધાર ભવાંતરમાં જનારા ભૂતોથી કંઈક