________________
૧/૧/૧/૧૪
૪૧
સર્વવ્યાપીત્વ માનો છો તથા નિત્યવથી આત્માને વિસ્મરણના અભાવે જાતિસ્મરણાદિ ક્રિયા નહીં થાય. આદિ ગ્રહણથી “પ્રકૃતિ કરે-પુરષ ભોગવે” એ ભોગ ક્રિયા તમે માની છે, તે પણ નહીં થાય કેમકે અક્રિયાવને તમે માનો છો - 1 - વળી તમારી આવી વાતો તમારા મિત્રો જ માનશે.
શંકા-ભોગવવાની ક્રિયા માત્રથી - x• આત્મા સક્રિય છે, તો પણ અમે તેટલું સક્રિયવ ઇચ્છતા નથી. સમસ્ત ક્રિયા કરે તો જ આત્માને સક્રિય માનીએ. આ શંકાનો ઉત્તર નિયુક્તિકાર આપે છે.
[નિ.૩૫] અ-કુળપણું હોવાથી વૃક્ષનો અભાવ ન મનાય. અર્થાત ફળ આપે તો જ તે વૃક્ષ નહીં તો વૃક્ષ નથી એમ ન મનાય. એ રીતે આત્મામાં પણ સુપ્તાદિ અવસ્થામાં જો કે કોઈ અંશે નિષ્ક્રિયત્વ હોય તેથી આત્મા સર્વથા નિષ્ક્રિય છે તેમ કહેવું યોગ્ય નથી. થોડાં ફળ આપે તો પણ વૃક્ષ વૃક્ષ જ કહેવાય છે. એ પ્રમાણે થોડી ક્રિયા કરનાર આત્મા પણ કિયાવાન જ કહેવાય. કદાચ જેમ એક પૈસાવાળો ધનિક ન કહેવાય તેમ થોડી ક્રિયાવાળો આત્મા નિષ્ક્રિય કહેવાય તેમ તમે માનો તો યોગ્ય નથી. * * * * * સામાન્યની અપેક્ષાએ તો અપક્રિય પણ ક્રિયાવાનું જ ગણાય. * * * * * કોઈ ગાય દૂધ ન આપે અને કોઈ ગાય થોડું દૂધ આપે તો પણ તે બંને ગાય તો કહેવાશે જ. ઇત્યાદિ. હવે “આભાષઠવાદીમત' કહે છે.
• સૂત્ર-૧૫ -
કેટલાક પાંચ મહાભૂત કહે છે અને કેટલાક આત્માને છઠ્ઠો ભૂત કહે છે. તેમના મતે આત્મા અને લોક શાશ્વત છે.
• વિવેચન :
આ સંસારમાં પૃથ્વી આદિ પાંચ મહાભૂતો છે, તેમ વેદવાદી, સાંખ્યો અને વૈશેષિકોનો મત છે. તે વાદીઓનું આમ કહેવું છે - આત્મા એ છઠ્ઠો ભૂત છે, અન્ય વાદીમાં અનિત્ય ભૂત હતા, તે આ મતોમાં નથી તે કહે છે - આત્મા પૃથ્વી આદિરૂપ અવિનાશી છે. તેમાં આત્મા સર્વવ્યાપીત્વ અમર્તત્વ હોવાથી આકાશ જેવો શાશ્વત છે, પૃથ્વી આદિનું અવિનાશીપણું છે. તેનું શાશ્વતપણે ફરી બતાવવા કહે છે–
• સૂત્ર-૧૬
પાંચ મહાભૂત અને છઠો આત્મા સહેતુક કે નિર્દેતુક નષ્ટ થતા નથી તથા અસતુ ઉતાણ થતાં નથી, સર્વે પદાર્થો સર્વથા નિયતી ભાવને પ્રાપ્ત થાય છે.
• વિવેચન :
પૃથ્વી આદિ પદાર્થો, છઠ્ઠો આત્મા નિર્દેતુક કે સહેતુક વિનાશ પામતો નથી. પણ બૌદ્ધો પોતાની મેળે જ નિર્દેતક વિનાશ માને છે. તે બૌદ્ધોનો આ મત છે - નિશ્ચયે પદાર્થોનો જન્મ જ વિનાશમાં હેતુ ઇચ્છે છે. જો જમ્યો અને નાશ ન થયો તો પછી કોનાથી નાશ થશે ? જેમ વૈશેષિક લકુટાદિ કારણે વિનાશ સહેતુક માને છે. તેવા બંને પ્રકાસ્ના નાશ વડે લોક અને આત્માનો નાશ થતો નથી. એવો .
૪૨
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ તાત્પર્ય છે.
અથવા બંને પ્રકારે આત્માના સ્વભાવથી ચેતન-અચેતનરૂપથી વિનાશ થતો નથી. તેથી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ પોતાના રૂપનો પરિત્યાગ ન કરવાથી નિત્ય છે, જગત આવું કદી નથી એમ નહીં, તેથી આત્મા પણ નિત્ય છે - x • તેથી કહ્યું છે
આત્માને શો છેદતા નથી, અગ્નિ બાળતો નથી ઇત્યાદિ તથા આત્મા નિત્ય, સર્વવ્યાપી, અચલ અને પુરાણો છે. એ રીતે અસતુની ઉત્પત્તિ થતી નથી. કેમકે બધાનો બધે સદભાવ છે. • x - જો અસતની ઉત્પત્તિ થાય તો ગધેડાના સીંગડાની ઉત્પત્તિ થાય. • x - x • એ પ્રમાણે માટીના પિંડમાં પણ ઘડો છે, કેમકે તેના અર્થી માટીનો પિંડ લે છે. જો અસત્ ઉત્પન્ન માનીએ તો ઘડાનો અર્થી માટીનો પિંડ શા માટે લે? તેથી સત્ કારણમાં જ કાર્ય ઉત્પન્ન થાય છે. એ રીતે પૃથ્વી આદિ અને છઠ્ઠો આત્મા નિત્યત્વને પામે છે અને ભાવરૂપને જ સ્વીકારે છે • x - ૪ -
અસભ્યી ભાવ થતો નથી અને સતનો અભાવ થતો નથી. - આનો ઉત્તર નિયંતિકારે ૩૪મી નિર્યુક્તિમાં આપેલ છે કે - સર્વ પદાર્થનું નિત્યસ્વ માનીએ તો કૃતત્વ પરિણામ જ ન થાય. તેથી આત્માના અકતૃત્વમાં કર્મબંધનો અભાવ થતા કર્મનું વેદન કોણ કરે ? અર્થાત્ કોઈ સુખદુ:ખ આદિ ન અનુભવે. એવું માનતા કરેલા કૃત્યનો નાશ થાય અને આત્માની બીજા ભવમાં ઉત્પત્તિરૂપ પાંચ પ્રકારની ગતિ ન થાય. મોક્ષ ગતિનો અભાવ થતા દીક્ષાદિ સર્વે અનુષ્ઠાન નકામાં થઈ જશે. * *
-
X
-
વળી તમે કહો છો કે “સત્ હોય તે જ ઉત્પન્ન થાય" તે પણ ખોટું છે કેમકે સર્વદા સત્ ઉત્પન્ન કેમ થાય? ઉત્પાદ હોય તો તે સર્વદા સત્ કઈ રીતે સિદ્ધ થાય ? * * સર્વે પદાર્થોનું કંઈક અંશે નિત્યત્વ અને કંઈક અંશે અનિત્યત્વ સ0અસત્ કાર્યવાદ છે તેમ માનવું એમ જૈનાચાર્યો કહે છે. વળી તમે કહો છો
સર્વે વ્યક્તિમાં ક્ષણે ક્ષણે જુદાપણું દેખાય છે, તે વિશેષ નથી, તે વિધમાન એવા જ્ઞાન અને જ્ઞાનાભાવના આકૃતિ આદિથી થાય છે તથા જેનામાં ભેદ છે, તેનો નિશે અન્વય નથી તથા જેમાં અન્વયની વૃત્તિ છે, તેથી જ તેમાં ભેદ વિદાયથી ન કહેવાય. - x -
હવે બૌદ્ધમતનો આ પૂર્વ પક્ષ નિર્યુક્તિકારે બતાવ્યો તે ચાલવાદ અધિકાર પ્રગટ કરવા સૂકાર કહે છે
• સૂત્ર-૧૭ :
[કોઈ કહે છે-] સ્કંધ પાંચ જ છે, સર્વે ક્ષણ માત્ર રહેનારા છે, આ સ્કંધોથી ભિન્ન કે અભિન્ન આત્મા નામનો કોઈ જુદો પદાર્થ નથી.
• વિવેચન -
કેટલાક બૌદ્ધવાદીઓ રૂ૫, વેદના, વિજ્ઞાન, સંજ્ઞા, સંસ્કાર એ પાંચ અંઘને જ માને છે, પણ તે સિવાય આત્મા નામનો કોઈ સ્કંધ નથી તેમ કહે છે. તેમાં