________________
શ્રુત-૧, અધ્ય.૧-ભૂમિકા
૨૮
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
ગુણ પ્રમાણ પછી નય પ્રમાણ અવસર છે. તેનો આ પૃથકવ અનુયોગમાં સમવતાર નથી અથવા પુરપની અપેક્ષાએ થાય છે, તે જ કહે છે – મૂઢમયિક એટલે નય શૂન્ય કાલિક શ્રત છે, એમાં ગયો અપૃચકવ સમવતાર છે પણ પૃથકવમાં સમવતાર થતો નથી. સાંભળનારની યોગ્યતા જોઈને નય વિશારદ નયોનું વર્ણન કરે છે . સંખ્યા પ્રમાણ આઠ પ્રકારે છે - નામ, સ્થાપના, દ્રવ્ય, ફોમ, કાલ, પરિણામ, પર્યવ અને ભાવ.
તેમાં પરિમાણ, સંખ્યામાં અવતાર છે. તે કાલિક અને દૃષ્ટિવાદ એ બે ભેદો છે, તેમાં આ સૂત્રને કાલિક પરિમાણ સંખ્યામાં ગણવું. તેમાં પણ અંગપ્રવિષ્ટ, અનંગપ્રવિષ્ટમાં અંગપ્રવિટમાં સમવતાર છે.
પર્યવ સંખ્યામાં અનંતા પર્યવો છે. તથા સંગેય અક્ષર, સંખ્યય સંઘાત, સંગેય પદો, સંગેય પાદો, સંખ્યય શ્લોકો, સંગેય ગાથા, સંગેય વેઢા, સંગેય અનુયોગ દ્વારો છે. હવે વક્તવ્યતાનો સમવતાર ચિંતવીએ. તે સ્વ સમય, પર સમય, ઉભયસમય એમ ત્રણ ભેદે છે. તેમાં આ, અધ્યયનનો ત્રણેમાં સમાવેશ થાય છે. અધિકાર બે પ્રકારે છે - અધ્યયન અધિકાર અને ઉદ્દેશ અધિકાર. અહીં અધ્યયન અધિકાર કહ્યો છે. ઉદ્દેશાનો અથિિધકાર તો નિયુક્તિકાર સ્વયં કહેશે.
હવે નિક્ષેપાનો અવસર છે. તે ત્રણ પ્રકારે છે. ઓઘ નિષ્પન્ન, નામ નિપજ્ઞ, સૂબાલાપક નિપજ્ઞ. તેમાં ઓઘ નિપજ્ઞમાં આ અધ્યયન છે. તેનો નિક્ષેપો આવશ્યકાદિ સૂત્રમાં વિસ્તારથી કહ્યો છે નામ નિપજ્ઞમાં ‘સમય’ એ નામ છે, તેના નિપાના અર્થે નિયુક્તિકાર કહે છે
[નિ.ર૯-] સમયનો નિક્ષેપ બાર પ્રકારે છે - નામ, સ્થાપના, દ્રવ્ય, ફોગ, કાળ, કુતીર્થ, સંગાર, કુલ, ગણ, સંકર, ગંડી અને ભાવ. તેમાં નામ, સ્થાપના પ્રસિદ્ધ છે
વ્ય સમય એટલે દ્રવ્યની સમ્યગુ પરિણતિ અર્થાત સ્વભાવ. તે આ પ્રમાણે - જીવદ્રવ્યનો ઉપયોગ, પુદ્ગલ દ્રવ્યનું મૂર્તવ, ધર્મ-અધર્મ-આકાશનું ગતિ-સ્થિતિઅવગાહના લક્ષણ અથવા જે દ્રવ્યનો ઉપયોગકાળ. જેમકે વષમાં લવણ અમૃત સમાન, શરદઋતુમાં પાણી, ગાયનું દૂધ હેમંતમાં, શિશિરમાં આમળાનો સ, વસંતમાં ઘી, ગ્રીમમાં ગોળ અમૃત સમાન છે.
ક્ષેત્ર સમય - ક્ષેત્ર એટલે આકાશ, તેનો સ્વભાવ. જેમકે - પરમાણુથી પણ પૂરાય, બે થી પણ પૂરાય, સો, સો લાખ, કોડી સહય પણ સમાઈ જાય. અથવા દેવકુ આદિ ફોનનો આવો અનુભવ છે કે ત્યાં ઉત્પન્ન થતાં પ્રાણીઓ સુરૂપવાળા, નિત્ય સુખી, નિર્વેર હોય. ક્ષેત્રનો પરિકર્મણ અવસર ક્ષેત્રસમય છે.
કાળ સમય તે સુષમાદિનો અનુભાવ વિશેષ છે, અથવા કમળના સો કોમળ પાંદડા ભેદાઈ જાય તેવી પણ સમય બારીક છે. એમ દ્રવ્ય હોગકાળ સમય કહ્યો. કુતીર્થ સમય એટલે પાખંડીના પોત-પોતાના માનેલા આગમ વિશેષ-જાણવા કે તેમાં બતાવેલા અનુષ્ઠાન છે. સંગાર સમય સંકેતરૂપ છે. જેમકે પૂર્વભવમાં સિદ્ધાર્થ સારથી
દેવે પૂર્વકૃત સંકેત મુજબ કૃષ્ણના મૃતકને લઈ જતાં બળદેવને પ્રતિબોધિત કર્યા. કુલ સમય તે કુલાચાર. જેમકે શક લોકોની પિતૃશુદ્ધિ આદિ.
ગણ સમય - જેમ મલ્લોનો આચાર છે કે - કોઈ અનાથ મલ મરે તો તેની જાતિવાળા તેનો સંસ્કાર કરે, પડી ગયો હોય તેનો ઉદ્ધાર કરે. સંકર સમય - ભિન્ન જાતિઓનું મળવું, તેમાં એક વાક્યપણું જેમકે વામમાર્ગીમાં અનાચાર ગુપ્ત છે. ગંડસમય - જેમ શાક્યો ભોજન અવસરે ગંડી-તાડન કરે છે.
ભાવસમય તે નોઆગમથી આ અધ્યયન છે. તેનો જ અહીં અધિકાર છે. બાકીના નિફોપા શિષ્યની મતિ વિકસાવવા બતાવ્યા. હવે ઉદ્દેશા
[નિ.૩૦ થી ૩ર-] આ અધ્યયનના ચાર ઉદ્દેશા છે. તેમાં પહેલા ઉદ્દેશાના છે અધિકાર પહેલી ગાથા વડે બતાવ્યા. જેમકે - પંચભૂતો તે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ તે પાંચે સર્વલોક વ્યાપી હોવાથી મહાન ભૂતો છે તેનું વર્ણન એક અધિકારમાં છે. ચેતન-અચેતન બધું આત્મવિવર્ત છે તેથી આત્મા અદ્વૈતવાદ છે તે બીજો અધિકાર. તે જીવ કાયાકારમાં ભૂતપરિણામે રહ્યો હોવાથી તે જીવે - તે શરીર એક છે તે મતનો ત્રીજો અધિકાર. જીવ અકારક- સર્વ પુન્ય, પાપનો કત છે એમ માનવું તે ચોરો અધિકાર. પાંચભૂતથી આભા જુદો છે, તેથી છઠ્ઠો ભૂત માનવો તે પાંચમો અધિકાર અને અફળવાદી-કોઈ ક્રિયાનું ફળ નથી તે માને છે છઠ્ઠો અધિકાર.
બીજ ઉદ્દેશામાં ચાર અધિકાર આ પ્રમાણે - નિયતિવાદ, અજ્ઞાનિક મત, જ્ઞાનવાદ અને કર્મ ઉપચય ચાર પ્રકારે નથી તે શાક્યમત. એ ચાર અધિકાર છે. ચાર પ્રકારનું કર્મ અવિજ્ઞાન અનાભોગે કરેલ છે. જેમ માતાના સ્તનાદિ આક્રમણથી પગની વ્યાપત્તિમાં અનાભોગથી કર્મ બંધાતું નથી. તથા પરિજ્ઞાન - કેવળ મન વડે પર્યાલોચન કરવું. તેના વડે કોઈ પ્રાણીને મારવાના અભાવથી કર્મનો ઉપયય થતો નથી. ઇર્ષા-ગમન વડે પણ કર્મ ઉપચય થતો નથી. કેમકે તેમાં પ્રાણીનો નાશ થવાનો અભાવ છે તથા સ્વપ્રમાં કર્મ ઉપચય થતો નથી. જેમ સ્વપ્રમાં ભોજન કરવાથી સ્તુતિ થતી નથી.
બીજા ઉદ્દેશામાં આધાકર્મ વિચાર - તે ખાનારના દોષનું દર્શન છે, તથા કૃતવાદી કહે છે - આ લોક ઇશ્વરે બનાવ્યો છે અથવા પ્રધાનાદિ કૃત છે. જેમકે તે પ્રવાદીઓ પોત-પોતાના કૃતવાદને લઈને ઉભા છે તે બીજો અધિકાર.
સોયા ઉદ્દેશામાં ગૃહસ્થોમાં જે અનુષ્ઠાન છે, તે અસંયમથી પ્રઘાન કર્તવ્યો વડે તેને પરપ્રવાદી-પરતીર્થિકની ઉપમા અપાઈ છે.
હવે અનુગમ કહે છે - તેના બે ભેદ-સૂકાનુગમ અને નિયુકિતઅનુગમ. તેમાં નિયુક્તિઅનુગમ ત્રણ પ્રકારે - નિક્ષેપ, ઉપોદ્ધાત, સૂત્રસ્પર્શિક. તેમાં નિક્ષેપ નિર્યુક્તિ અનુગમ અનુગત છે. કેમકે તે ઓઘ નામ નિપજ્ઞ નિપામાં છે. હવે સૂત્રનું નિક્ષેપના કરાશે. ઉપોદ્ઘાત નિયુક્તિ અનુગમ ૨૬માં દ્વારમાં પ્રતિપાદિત બે ગાથાથી જાણવો. તે આ પ્રમાણે - ક નિ ૫. વગેરે.