________________ ૧/૧૧/-/પ૨૫ થી 528 233 નિકટવર્તી અને હવે પછી કહેવાનાર, સર્વલોક પ્રગટ અને દુર્ગતિના નિષેધથી શોભનગતિને ધારણ કરનારો શ્રુત-ચાસ્ત્રિ નામક ધર્મ ન પાળવાથી શાક્યાદિ ધર્મને પાળનારા મહાભય [રૂપ ગતિમાં જનારા થાય છે. પણ શ્રી વર્ધમાનસ્વામીએ કહેલ ધર્મને ગ્રહણ કરીને સંસાર પર્યટન સ્વભાવ ભાવસોતને તરી જાય છે. આ જ વાત વિશેષથી કહે છે - દુરતપણાથી મહાભયાનક છે. તેમાં રહેલા જીવો ગર્ભથી ગર્ભ, જમથી જન્મ, મરણથી મરણ, દુ:ખથી દુ:ખ એ પ્રમાણે ભ્રમણ કરતા અનંતકાળ રહે છે. પણ જેઓ કાશ્યપ (ભગવંત મહાવીર] પ્રણીત ધર્મ આદરીને પોતાના આત્માનું નક આદિથી રક્ષણ કરે છે, તે * x * સંયમાનુષ્ઠાયી બને છે, પાછલી અડધી ગાથાના પાઠાંતર મુજબ * ઉત્તમ સાધુ પ્લાન સાધુની વૈયાવચ્ચ કરી તેમને સમાધિ ઉપજાવે છે અથવા રોગરહિત કરે છે. સંયમ અનુષ્ઠાનમાં કઈ રીતે રહે તે કહે છે• સૂત્ર-પ૨૯ થી પ૩ર : તે ઇન્દ્રિય વિષયોથી નિવૃત્ત થઈ, સર્વ પ્રાણીઓને આત્મતુલ્ય સમજી સંયમમાં પરાક્રમ કરતાં વિચરે... વિવેકી મૂર્તિ અતિમાન અને માયાને જાણીને, તેનો ત્યાગ કરી નિર્વાણનું સંધન કરે...સાધુધર્મનું સંધાન કરે, પાધર્મનો ત્યાગ કરે, તપમાં વીર્ય ફોરવે, ક્રોધ-માન ન કરે... જેમ ઘણીઓનો આધાર પૃની છે, તેમ થયેલા કે થનાર તીર્થકરોનો આધાર શાંતિ છે. * વિવેચન-પર૯ થી 232 - [પર૯] શબ્દાદિ વિષયોથી વિરત સાધુ મનોજ્ઞમાં સંગ કે અમનોજ્ઞમાં હેષ કરે તેવા પણ કેટલાંક છે. તેઓ પૃથ્વી પર સંસાર ઉદરમાં જીવિતના ઇચ્છુક જે જીવો છે કે જે દુ:ખના દ્વેષી છે, તેમને આત્મા સમાન જાણી, દુ:ખ ન આપતાં તેમના રક્ષણ માટે પ્રયત્ન કરતાં સંયમ અનુષ્ઠાનમાં વર્તે છે– [30] સંયમમાં વિદનકારી કારણોને દૂર કરવા કહે છે - ચારિને અતિક્રમી જે અતિમાન કરે છે, કારથી અહીં ક્રોધ પણ લેવો, તેમજ અતિ માયા અને બીજા 2 થી લોભ સમજવો. આ કષાયોને સંયમના શત્રુ જાણી વિવેકી સાધુ આ બધાં સંસારના કારણભૂત કષાયોને તજીને નિવણિનું લક્ષ્ય રાખે. કષાયસમૂહ વિધમાન હોય તો સંયમમાં સમ્યક સફળતા ન થાય, કહ્યું છે કે . શ્રામાણ્ય પાળતા જેના કષાયો ઉકટ હોય, તેનું શ્રામય શેરડીના પુષ્પ જેમ નિકુલ છે, તે નિષ્ફળતાથી મોક્ષ સંભવતો નથી. તથા સંસારથી પલાયન ન થાઉં તે માટે રાગાદિ શત્રુ મારામાં રહેલા છે, આ જગત્ તૃષ્ણા બંધનથી બંધાયેલ છે તે કેમ જોતો નથી? હે મૃત્યુ! મને વાળમાં વૃદ્ધાવસ્થા મૂકીને શા માટે ગ્રહણ કરે છે? એવા આદર સિવાય પણ શું 238 સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ હું તારી સાથે નહીં આવું? ઇત્યાદિ. આ પ્રમાણે કષાયનો ત્યાગ કરીને એકસરખા પ્રશસ્ત ભાવમાં જોડીને નિવણિને સાધવું એ જ ઉત્તમ છે - વળી - [31] સાધુનો ક્ષાંતિ આદિ દશવિધ ધર્મ કે સમ્યગદર્શન, જ્ઞાન, ચાસ્ત્રિ નામક ધર્મ તેની વૃદ્ધિ પમાડે. તે આ પ્રમાણે - પ્રતિક્ષણ અપૂર્વ જ્ઞાન ગ્રહણથી જ્ઞાનની તથા શંકાદિ દોષ ત્યાગીને સમ્યક્ જીવાદિ પદાથોને જાણીને સમ્યગ્દર્શનની વૃદ્ધિ કરી અખલિતપણે મૂળગુણ ઉત્તગુણ સંપૂર્ણ પાળીને, રોજ-રોજ નવા અભિગ્રહ ગ્રહણ કરીને ચારિત્રની વૃદ્ધિ પમાડે. પાઠાંતર મુજબ પૂર્વોક્ત વિશેષણથી વિશિષ્ટ સાધુધર્મની મોક્ષમાર્ગવથી શ્રદ્ધા કરે - નિશંકતાથી, ગ્રહણ કરે. સ્ત્ર શબ્દથી સમ્યગ પાલન કરે. તથા પાપ ઉપાદાન કારણથી જીવહિંસાદિ પ્રવૃત્તિ છોડે. તથા યથાશક્તિ તપમાં પરાક્રમ કરે તે ઉપધાન વીર્યવાળો ભિક્ષ ક્રોધ, માનને ન વધારે. [532] હવે આવા ભાવમાગને વર્ધમાન સ્વામીએ જ કહ્યો છે કે બીજાએ પણ કહ્યો છે - તે જણાવે છે - અતીત કાળે થયેલા અનંતા તીર્થકરો, એ બધાંએ આવો ભાવમાર્ગ કહેલો છે, તથા ભાવિમાં અનંતકાળે અનંત તીર્થકરો થશે તે પણ આવો જ ભાવમાર્ણ કહેશે. 5 શબદથી વર્તમાનકાળના સંખ્યાત તીર્થકર લેવા. તે બધાંએ માત્ર ઉપદેશ નથી આપ્યો પણ તેમ આચર્યો પણ છે, તે દશર્વિ છે શમન એટલે શાંતિ, તે જ ભાવમાર્ગ - અતીત, અનામત, વર્તમાનકાળના તીર્થકરોનો આધાર - x છે, અથવા શાંતિ એટલે મોક્ષ છે તેનો આધાર છે. તેની પ્રાપ્તિ ભાવમાર્ગ સિવાય થતી નથી, તેથી તે બઘાંએ પણ આ ભાવમાર્ગ કહ્યો છે અને આચર્યો છે તેમ જાણવું. શાંતિ પ્રતિષ્ઠાનવમાં દટાંત કહે છે - જીવો સ્થાવર, જંગમ બે ભેદે છે. તે જીવો જેમ જગત્માં ત્રણ લોકમાં રહે છે, તેમ આ સર્વે તીર્થકરોનું સ્થાન શાંતિ છે. ભાવમાર્ગ સ્વીકારી સાધુ શું કરે?— * સૂત્ર-પ૩૩,૫૩૪ : વતસંપન્ન મુનિને અનુકૂળ-પ્રતિકૂળ પરીષહ આવે ત્યારે જેમ વાયુથી મહાગિરિ ન કરે, તેમ સાધુ પણ વિચલિત ન થાય. તે સંવૃત્ત, મહાયજ્ઞ, ધીર, આપેલ આહારની એષણા કરે, નિવૃત્ત થઈ કાળની આકાંક્ષા કરે એમ કેવલીનો મત છે. તેમ હું કહું છું.. * વિવેચન-પ૩૩,૫૩૪ : [33] ભાવમાર્ગ સ્વીકાર્યા પછી સાધુ વ્રતધારી થઈ, વિવિધ નાના-મોટા પરીષહ-ઉપસર્ગોથી કંટાળે નહીં. સાધુ તેને સંસારનો સ્વભાવ સમજી, કમનિર્જરાને જાણતો અનુકૂળ-પ્રતિકૂળ સ્પર્શીથી હણાય નહીં, સંયમ અનુષ્ઠાનથી જરા પણ વિચલિત ન થાય. કોની માફક? મહાવાયુથી મેરુ ચલિત ન થાય તેમ. અભ્યાસથી પરીષહ-ઉપસર્ગનો જય કરે. અભ્યાસથી જ દુકર સુકર થાય છે. દષ્ટાંત છે કોઈ ગોપાલ તુરંતના જન્મેલા વાછરડાને ઉંચકીને ગાય પાસે