________________
૧|૮|-|૪૨૫,૪૨૬
ક્ષય પૂર્વે જલ્દી જ સંલેખના શિક્ષા ગ્રહણ કરે.
જેમ કાચબો પોતાના અંગોને પોતાના દેહમાં સંકોચી લે, તેમ સાધુ પોતાના પાપોને સમ્યગ્ ધર્માદિ ભાવના વડે સંહરી લે.
• વિવેચન-૪૨૫,૪૨૬ :
૧૯૯
જેના વડે આયુનો ક્ષય કે સંવર્ત થાય તે ઉપક્રમ. - ૪ - પોતાના આયુષ્યનો ક્ષય કોઈ કંઈપણ કારણે જાણે, તો તે મરણ આવતા પહેલાં જલ્દી આકુળતા છોડીને, જીવિતની આશા તજીને વિવેકી સાધુ સંલેખના રૂપ શિક્ષા એટલે કે ભક્તપરિજ્ઞા કે ઈંગિતમરણાદિ અનશન કરે. તેમાં ગ્રહણશિક્ષાથી સમાધિ મરણની વિધિને જાણીને, આસેવન શિક્ષાથી તેની આરાધના કરે.
વળી [દૃષ્ટાંત કહે છે-] જેમ કાચબો પોતાના મસ્તક, હોઠ આદિ અંગોને પોતાના શરીરમાં ગોપવી દે - પ્રવૃત્તિહીન કરી દે. એ જ રીતે મર્યાદાવાન, સદ્વિવેકી સાધુ પાપરૂપ અનુષ્ઠાનોને સમ્યગ્ ધર્મધ્યાન આદિ ભાવના વડે ત્યાગે. [સંહરે] મરણકાળ આવતા સમ્યક્ સંલેખના વડે શરીર શોષવીને પંડિતમરણ વડે આત્માને સમાધિ પમાડે.
• સૂત્ર-૪૨૭,૪૨૮ :
સાધુ પોતાના હાથ, પગ, મન અને પાંચે ઇન્દ્રિયોને સંકુચિત કરે.
પાપમય પરિણામ અને ભાષાદોષનો ત્યાગ કરે.
પંડિત પુરુષ અલ્પ પણ માન અને માયા કરે. તેના અશુભ ફળને જાણીને સુખશીલતાનો ત્યાગ કરે તથા ઉપશાંત થઈ, સરળતાથી વિચરે.
• વિવેચન-૪૨૭,૪૨૮ -
– પાદપોપગમન, ઇંગિતમરણ કે ભક્તપરિજ્ઞામાં અથવા અન્ય કાળે કાચબા માફક હાથ, પગને સ્થિર રાખે, તથા મનને અકુશલ પ્રવૃત્તિથી નિવારે. શબ્દાદિ અનુકૂળ-પ્રતિકૂળ વિષયોમાં રાગ-દ્વેષ ન કરીને શ્રોત્રાદિ પાંચે ઇન્દ્રિયો તથા તેનાથી થતું પાપ અને આલોક-પરલોકમાં તેનું શું ફળ આવશે તે વિચારીને છોડે તથા ભાષાદોષનું પાપ તજે. મન, વચન, કાચાથી ગુપ્ત બનીને, દુર્લભ સંયમ પામીને સર્વ કર્મોના ાયાર્થે પંડિતમરણની સમ્યક્ આરાધના કરે.
– તેવા સાધુને સંયમમાં પરાક્રમ કરતા જોઈને કોઈ પૂજા-સત્કાર આદિ વડે નિમંત્રણ કરે, ત્યારે અભિમાન ન કરે - તે કહે છે - ચક્રવર્તી આદિ સત્કારાદિ વડે પૂજે ત્યારે થોડો પણ અહંકાર ન કરે. - x - અથવા ઉત્તમ મરણમાં ઉગ્રતપથી તપ્ત દેહથી હું મોટો તપસ્વી છું, તેવો ગર્વ ન કરે તથા પંડુર આર્યા માફક જરાપણ માયા ન કરે - ૪ - એ રીતે ક્રોધ, લોભ પણ ન કરે. એ રીતે બંને પરિજ્ઞાથી કષાય અને વિપાકોને જાણીને તેને છોડે પાઠાંતરથી - સુભૂમ આદિ જેવું અતિમાન દુઃખાવહ સમજીને છોડે. જો કે સરાગીને કદી માનનો ઉદય થાય તો, તેને વિફળ કરે એ પ્રમાણે માયાદિને પણ વિફળ બનાવવા - અથવા -
જે બળ વડે સંગ્રામમાં - ૪ - શત્રુ સૈન્યને જીતે, તે ખરેખર વીર્ય નથી, પણ
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ કામક્રોધાદિ જીતવા તે વીર્ય છે. - x - તેમ તીર્થંકરાદિ પાસે મેં સાંભળેલ છે અથવા - આયત એટલે મોક્ષ-અનંત સ્થિતિ. તે જ અર્થ કે તેનું પ્રયોજન-સમ્યગ્ દર્શન-જ્ઞાન-ચાસ્ત્રિ માર્ગને સારી રીતે મેળવી, જે ધૈર્યબળ વડે કામ-ક્રોધાદિના જયને માટે પરાક્રમ કરે તે જ વીરનું વીર્ય છે. - x - વળી સાતાગૌરવ અર્થાત્ સુખશીલતામાં લાલચું નહીં તથા ક્રોધાગ્નિને જીતીને ઉપશાંત થયેલ એટલે કે અનુકૂળ-પ્રતિકૂળ શબ્દાદિ વિષયમાં રાગ-દ્વેષ ન કરી, જીતેન્દ્રિય બની, તેનાથી નિવૃત્ત થાય. તથા જેના વડે પ્રાણિ હણાય તે માયા - x - તે માયાથી રહિત. - x - એ રીતે કષાયથી રહિત થઈ, સંયમ પાળે. એ પ્રમાણે મરણકાળે કે બીજા સમયે પંડિત વીર્યવાળો મહાવ્રતોમાં તત્પર થાય. તેમાં પણ પ્રાણાતિપાતવિરતિ જ મુખ્ય છે, તે બતાવવા કહે છે–
૨૦૦
૩૪મો તિરિ.....માëિ ± આ ગાથા સૂત્ર-પ્રતિમાં દેખાતી નથી, પણ જૂની ટીકામાં છે - સર્વે દિશામાં રહેલા ત્રા-સ્થાવર જીવોની વિરતિ કરવી. તે જ શાંતિ અને નિર્વાણ કહેલું છે.
- સૂત્ર-૪૨૯,૪૩૦ :
પ્રાણીઓની હિંસા ન કરે, અદત્ત વસ્તુ ગ્રહણ ન કરે. માયા મૃષાવાદ ન કરે, એ જ જિતેન્દ્રિયોનો ધર્મ છે...મુનિ વચનથી કે મનથી કોઈપણ જીવને પીડા કરવા ન ઇચ્છે. સર્વથા સંવૃત્ત, દાંત થઈ સંયમ પાળે.
• વિવેચન-૪૨૯,૪૩૦ :
જેમને પ્રાણ પ્રિય છે, તે પ્રાણીને મારીશ નહીં, બીજાએ ન આપેલ દાંત ખોતરવાની સળી પણ ન લઈશ તથા માયાપૂર્વક મૃષાવાદ ન બોલીશ. બીજાને ઠગવા માટે જે જૂઠ બોલાય, તે માયા વિના શક્ય નથી માટે માયા મૃષાવાદ કહ્યું. - ૪ - તેનો ત્યાગ કરવો, પણ સંયમ રક્ષાર્થે “મેં મૃગો જોયા નથી’ ઇત્યાદિ બોલતા દોષ નથી. પૂર્વે નિર્દિષ્ટ શ્રુતચાસ્ત્રિ નામે ધર્મ કે સ્વભાવ છે. યુસીમઃ - જ્ઞાનાદિવાળો અથવા આત્મવશગ અર્થાત્ જીતેન્દ્રિય છે.
પ્રાણીઓને પીડા કરવી અથવા મહાવ્રતનું ઉલ્લંઘન કરવું કે મનમાં અહંકાર લાવી બીજાને તિરસ્કારવા. આવું અતિક્રમણ વાણી કે મનથી પણ ન પ્રાર્થે. આ બંનેના નિષેધથી કાયાથી અતિક્રમ સમજી લેવો. આ રીતે મન-વચન-કાયાથી કરવુંકરાવવું-અનુમોદવું એ નવ ભેદે અતિક્રમ ન કરે તથા સર્વથા ગુપ્ત બને, ઇન્દ્રિય દમન કે તપથી દાંત રહીને મોક્ષના ઉપાદાન રૂપ સમ્યક્ દર્શનાદિમાં ઉધમ કરી, સારી રીતે સંયમ પાળે.
- સૂત્ર-૪૩૧,૪૩૨ :
આત્મગુપ્ત, જિતેન્દ્રિય પુરુષ કોઈએ કરેલા, કરાતા કે ભવિષ્યમાં કરનારા સર્વે પાપકાર્યોનું અનુમોદન કરતા નથી.
જે પુરુષ મહાભાગ અને વીર હોય, પણ બુદ્ધ અને સમ્યકત્વદર્શી ન હોય, તો તેનું પરાક્રમ અશુદ્ધ અને કર્મબંધનું કારણ છે.