________________
૧/૮/-/૪૧૯,૪૨૦
૧૯૩
શીખે છે, કેટલાંક જીવોને પીડનારા વિધા-મંત્રોને શીખે છે. તથા માયાવીઓ વિવિધ પ્રકારે માયા કરીને કામભોગને માટે આરંભો કરે છે. કેટલાંક એવા કૃત્યો કરે છે, જેનાથી વૈરની પરંપરા વધે છે. જેમકે જમદગ્નિએ પોતાની પત્ની સાથે કાર્ય કરનાર કૃતવીર્યને મારી નાંખ્યો, કૃતવીર્યના પુને પછી જમદગ્નિને માર્યો, જમદગ્નિના પુત્ર પરશુરામે સાત વખત પૃથ્વીને નક્ષત્રિય કરી, ફરી કાર્તવીર્યના પુત્ર સુભૂમચકીએ ૧વાર બ્રાહ્મણોને મારી નાંખ્યા. તે જ કહેવું છે કે - “પકાર કરનારનો બદલો લેવાથી માણસને કોઈ સંતોષ થતો નથી, તેથી વૈરીઓને પીડા કરીને શગુની આખી જાત ઉખેડી નાંખવી.” આવા વચનોથી કાયવશ જીવો એવા કૃત્યો કરે છે કે, જેથી પુત્રપૌત્રાદિમાં પણ વૈરાનુબંધ થાય છે. આ રીતે સકર્મી બાળ જીવોનું વીર્ય અને પ્રમાદ વશ થયેલાનું કૃત્ય પ્રકર્ષથી બતાવ્યું.
હવે પંડિત જીવોનું વીર્ય હું કહું છું, તે તમે સાંભળો.
- પ્રતિજ્ઞાનુસાર કહે છે - દ્રવ્ય એટલે મુક્તિનમન યોગ્ય અથવા ભવ્ય. એટલે કે લગ-દ્વેષરહિત, કોમળ હૃદયી, અકષાયી જીવ અથવા વીતરાગવત્ - અાકષાયી જીવ, તેથી કહ્યું છે - સરાગધર્મ માટે તે અકષાયી છે, તેવું કોઈ કહી શકે ખરું? હા, કપાય હોવા છતાં તેનો નિગ્રહ કરે તો તે પણ વીતરાગતુલ્ય છે. તે કેવો હોય છે, તે કહે છે - કષાયરૂપ બંધનથી મુક્ત-દૂર હોય છે. કષાયીને બંધનવ કર્મસ્થિતિનો હેતુ છે. તે જ વાત કહી છે
બંધસ્થિતિ કાયને વશ છે અથવા બંધનથી મુકત તે બંધનરહિત છે તથા બીજા સર્વ પ્રકારે સુમબાદરપ કષાયાત્મક બંધન છેદવાથી તે છિન્નબંધન છે. પ્રેરણા થકી કર્મના કારણભૂત આશ્રવોને દૂર કરીને શલ્યવતુ બાકીના કર્મોને જળમૂળ દૂર કરે છે. પાઠાંતર મુજબ શચ માફક આઠ પ્રકારના કર્મો જે આત્માની સાથે લાગેલા છે, તેને છેદે છે.
હવે જેના આધારે શત્રને છેદે છે, તે બતાવવા કહે છે• સૂત્ર-૪ર૧,૪૨૨ -
તીર્થકર દ્વારા સુકથિત મોક્ષ માગને ગ્રહણ કરીને મોક્ષ માટે ઉધમ કરે, નકાદિ દુ:ખાવાસ જેમ જેમ ભોગવે, તેમ તેમ તેનું શુભમાન વધે છે.
વિવિધ સ્થાનના સ્થાની તે-તે સ્થાન છોડી દેશે તેમાં સંશય નથી જ્ઞાતિજનો તથા મિત્રો સાથેનો વાસ અનિત્ય છે.
• વિવેચન-૪૨૧,૪૨૨ -
જે દોરે તે નેતા છે. તે અહીં સમ્યક્ દર્શન, જ્ઞાન, ચારિત્રાત્મક મોક્ષમાર્ગ અથવા શ્રુતચારૂિપ ધર્મ, મોક્ષમાં દોરી જનાર હોવાથી લેવાય છે. તે મોક્ષ પ્રતિ લઈ જનાર માર્ગ કે ધર્મ તીર્ષકરાદિ વડે સારી રીતે કહેવાયેલ છે. તે ગ્રહણ કરીને મોક્ષ માટે પ્રયત્ન કરે - દયાન, અધ્યયન આદિમાં ઉધમ કરે. ધર્મધ્યાનમાં ચડવાના આલંબન માટે કહે છે કે, કરી કરી બાલવીર્યથી અતીત-ચનાગત અનંતભવ ગ્રહણ કરી, દુ:ખમાં વસવું તે દુ:ખાવાય છે. જેમ જેમ બાલવીર્યવાળો નકાદિ દુ:ખાવામાં
૧૯૮
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ભટકે તેમ તેમ અશુભ અધ્યવસાયથી અશુભની જ વૃદ્ધિ થાય, આવું સંસારસ્વરૂપ વિચારનારને ધર્મધ્યાન પ્રવર્તે છે.
હવે અનિત્ય ભાવનાને આશ્રીને કહે છે - જેમાં સ્થાનો વિધમાન છે, તે સ્થાની છે. જેમકે - દેવલોકમાં ઇન્દ્ર, તેના સામાનિક દેવો, ત્રાયશિંશતુ તથા પર્ષદાના નાયકો, મનુષ્યોમાં ચકવર્તી, બલદેવ, વાસુદેવ, મહામંડલિક આદિ, તિર્યયોમાં જે કંઈ ઉચ્ચસ્થાન હોય છે, ભોગભૂમિમાંના સ્થાનો, તે બધાં વિવિધ પ્રકારે ઉત્તમ, મધ્યમ, અધમ સ્થાનો છે, તેને સ્થાની છોડશે તેમાં કોઈ સંશય નથી. કહ્યું પણ છે - અહીંના કે સ્વર્ગના સર્વે સ્થાનો અને દેવ, અસુર, મનુષ્યોની ઋદ્ધિ તથા સુખ બધું જ અશાશ્વત છે. જ્ઞાતિજન, ભાઈ, મિત્રો આદિ સાથેનો સંવાસ પણ અનિત્ય, અશાશ્વત છે. કહ્યું છે કે - દીર્ધકાળ રહીને પણ બંધ આદિનો વિયોગ છે, ઇચ્છિત ભોગોમાં રમવા છતાં તૃપ્તિ નથી, સુપુષ્ટ શરીરનો પણ નાશ જ છે, ફક્ત સારી રીતે ચિંતવેલો ધર્મ જ એક સહાયક છે. સૂત્રમાં મૂકેલ ‘ર' ચ-કાર ધન, ધાન્ય, દ્વિપદ, ચતુષ્પદ, શરીરાદિની અનિત્ય ભાવનાર્થે અને અશરણાદિ બાકીની અનુક્ત ભાવનાના સમુચ્ચયાર્થે છે.
• સૂત્ર-૪૨૩,૪૨૪ -
એવું જાણીને મેધાવી પોતાની વૃદ્ધતાને છોડે અને સર્વ ધર્મોમાં નિર્મલ એવા આધિન ગ્રહણ કરે...વબુદ્ધિથી જાણીને કે ગુવદિકથી સાંભળીને ધર્મનો સાર જાણી સમુધત સાધુ પાપનું પ્રત્યાખ્યાન કરે.
• વિવેચન-૪૨૩,૪૨૪ -
સર્વે સ્થાનો અનિત્ય છે, એવો નિશ્ચય કરી, મર્યાદામાં રહેલ કે સારાનરસાનો વિવેકી આત્મ સંબંધી મમત્વ દૂર કરે. આ મારું અને હું તેનો સ્વામી એવી મમતા ક્યાંય ન કરે -x - ‘માર્થ” એટલે સમ્યગુ દર્શન, જ્ઞાન, ચારિત્રાત્મક મોક્ષમાર્ગ અથવા આવે એટલે તીર્થકરાદિનો જે માર્ગ, તેને ધારણ કરે. કેવો માર્ગ ? તે કહે છે - આ માર્ગ બઘા કતીચિંઘર્મોથી અદુષિત છે અને પોતાના મહિમાને લીધે નિંદાવો અશક્ય છે. તેથી પ્રતિષ્ઠાવાળો છે અથવા બધા ધર્મોથી - x - અગોપિતા છે - ૪ -
સારા ધર્મનું પરિજ્ઞાન જે રીતે થાય, તે બતાવે છે - ધર્મના સાર-પરમાર્થને જાણીને. કેવી રીતે? સારી મતિ કે સ્વમતિથી અથવા વિશિષ્ટ મતિજ્ઞાન વડે કે શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન વડે. સ્વ-પર અવબોધકજ્ઞાન વડે ધર્મનો સાર જાણીને. તીર્થકર, ગણધર, આચાર્યાદિ થકી. ઇલાપુત્રની જેમ સ્વમતિથી કે વિલાપુઝની જેમ સાંભળીને ધર્મનો સાર જાણે અથવા ધર્મનો સાર તે ચાત્રિ પામે. પામીને પૂર્વે બાંધેલા કર્મના ક્ષય માટે પંડિતવીર્ય સંપન્ન, રાગાદિ બંધનમુક્ત, બાલવીયરહિત ઉત્તરોત્તર ગુણશ્રેણિએ ચડતો સાધુ વઘતા પરિણામથી પ્રત્યાખ્યાતપાપક અતિ સાવધ અનુષ્ઠાનરૂપ પાપકર્મનો ત્યાગી બને છે - વી -
• સૂત્ર-૪૫,૪ર૬ :જ્ઞાની પુરુષ કોઈ પ્રકારે પોતાના આયુષ્યનો ક્ષયકાળ છે તો તેના