________________
૧/૭/-/૩૯૯ થી ૪૦૨
અશરણ થઈને રૂદન કરે છે, ફક્ત કરુણ આક્રંદન કરે છે, તથા ખડ્ગ વગેરેથી છેદાય છે.
૧૮૩
આ પ્રમાણે ત્યાં કદર્શના પામવાથી, ત્રાસ પામીને તે નાસભાગ કરે છે. તેઓ સકર્મી-પાપી છે. જીવો સર્વત્ર પૃથક્પૃથક્ રહેલા છે, એમ જાણીને ભિક્ષણ-શીલ-સાધુ વિચારે કે પ્રાણીઓને દુઃખ દેનારા સ્વયં સંસારે ભમીને દુઃખ પામે છે. માટે વિદ્વાને તેવા પાપોથી વિત બનીને, પાપના અનુષ્ઠાનથી આત્માને ગુપ્ત રાખી-આત્મગુપ્ત અર્થાત્ મન, વચન, કાયાથી ગુપ્ત બને. ત્રસ અને સ્થાવર જીવોને જાણીને તેનો ઉપઘાત કરનારી ક્રિયાથી નિવૃત્ત થાય.
– હવે પોતાના જૂથના [જૈન સાધુ] કુશીલો જે બોલે છે, તે કહે છે - જે શીથીલવિહારી સાધુઓ ધર્મ વડે પ્રાપ્ત એવી ઔદ્દેશિક, ક્રીત, કૃતાદિ દોષરહિત એવા પ્રકારની દોષરહિત ગૌચરી લઈને રાખી મુકે - સંનિધિ કરીને ખાય છે તથા જેઓ
અચિત જળ વડે પણ અંગોપાંગ સંકોચીને અચિત્ત પ્રદેશમાં જ દેશથી કે સર્વથી સ્નાન કરે છે, તથા જે વસ્ત્રોને વે છે, શોભાને માટે વસ્ત્રને લાંબુ હોય તો ફાડીને ટૂંકુ કરે અથવા ટુંકાને સાંધીને લાંબુ કરે. વળી આ પ્રમાણે સ્વાર્થને માટે કરે કે બીજાને માટે કરે, તો આવા સાધુ નિર્પ્રન્થ ભાવના સંયમ અનુષ્ઠાનથી દૂર રહે છે - તેને સંયમ હોતો નથી. આ પ્રમાણે તીર્થંકર, ગણધર આદિ કહે છે.
કુશીલો કહ્યા, હવે તેના વિપરીત સુશીલોને વર્ણવે છે.
– ‘ધી' વડે શોભે તે ધીર-બુદ્ધિમાન, જળના સમારંભમાં કર્મબંધ થાય એવું સમજીને શું કરે ? પ્રાસુક જળ વડે, સૌવીર આદિ અચિત પાણીથી પ્રાણોને ધારણ કરે. ત્ર શબ્દથી બીજો પણ આહાર પ્રાસુક લઈને જ જીવન ગુજારે. આ પ્રમાણે તે દીક્ષા લીધી ત્યાંથી મોક્ષ થાય ત્યાં સુધી અથવા ધર્મના કારણોનું આદિભૂત શરીર, તેની વિમુક્તિ થાય ત્યાં સુધી અર્થાત્ આજીવન અચિત્ત આહાર-પાણી વાપરે. વળી તે સાધુ બીજ-કંદ આદિ ન વાપરે. આપ્તિ શબ્દથી મૂળ, પત્ર, ફળનો પણ ત્યાગ કરે. મૂળ આદિ અપરિણતનો ત્યાગ કરી વિસ્ત થાય. કેવી રીતે ? – તે બતાવે છે. સ્નાન, અત્યંગન, ઉદ્ઘર્તનાદિ ક્રિયા અને શરીરનું મમત્વ છોડીને તથા ચિકિત્સાદિ ક્રિયા ન કરીને વિરત થાય. તેમજ સ્ત્રીઓથી પણ દૂર રહે. વસ્તિનિરોધ
-
- બ્રહ્મચર્યના ગ્રહણથી બીજા પણ આશ્રવો ત્યાગે તેમ સમજવું. આ પ્રમાણે બધાં આશ્રવદ્વારોથી વિસ્ત થયેલો કુશીલ દોષો ન સેવે અને તેના યોગના અભાવે સંસારે ભમતો નથી. તેનાથી દુઃખી થઈ રડવું પડતું નથી, તેમજ વિવિધ ઉપાયો વડે છેદનભેદન પામતો નથી.
ફરી પણ કુશીલોને આશ્રીને કહે છે–
• સૂત્ર-૪૦૩ થી ૪૦૬ :
જેણે માતા, પિતા, ઘર, પુત્ર, પશુ અને ધનને છોડીને [દીક્ષા લીધી, પછી પણ] સ્વાદિષ્ટભોજી કુલો પ્રતિ દોડે છે, તે શ્રમણ્યથી દૂર છે.
જે સ્વાદિષ્ટ કુલો પતિ દોડે છે, ઉદરપૂર્તિ માટે ગૃદ્ધ બની ધર્મ કહે છે,
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
ભોજનાથે આત્મપશંસા કરે છે, તે આચાર્યના સેંકડે ભાગે પણ નથી.
દીક્ષા લઈ જે પર-ભોજન માટે દીન બને છે. ઉદરાર્થે ગૃદ્ધ બની ભાટ ચારણની જેમ પથ્થો છે, તે આહારગૃદ્ધ સુવરની જેમ જલ્દી નાશ પામે છે.
જે આલોકના -પાન નિમિત્તે સેવકની જેમ પ્રિયવચનો બોલે છે તે પાર્શ્વસ્થ અને કુશીલ છે. ધાન્યના ફોતરા જેવો નિસ્માર બને છે. • વિવેચન-૪૦૩ થી ૪૦૬ :
જે કેટલાંકને સમ્યગ્ ધર્મ પરિણત થયો નથી, તેઓ માતા-પિતાને છોડીને, માતા-પિતા છોડવા દુષ્કર હોવાથી તેનું ગ્રહણ કર્યું છે. તેથી ભાઈ અનો દોહિત્રાદિને પણ ત્યજીને એમ જાણવું. તથા ઘર, સંતાન, હાથી, ઘોડા, થ, ગાય, ભેંસ આદિને અને ધનને ત્યજીને સમ્યક્ પ્રવ્રજ્યા માટે ઉધમી બનીને અર્થાત્ પાંચ મહાવ્રતના ભારને ખંભે ચડાવીને ફરી હીનસત્વપણે રસ-સાતાદિ ગારવમાં ગૃદ્ધ બનીને જે સ્વાદવાળા-ભોજનવાન ઘરોમાં જાય છે, તેઓ શ્રમણભાવથી દૂર રહે છે, તેમ તીર્થંકર
ગણધરો કહે છે.
૧૮૮
– જેઓ સ્વાદિષ્ટ ભોજનવાળા કુળોમાં જાય છે, તથા જઈને ત્યાં ધર્મ કહે છે અથવા ભિક્ષાર્થે પ્રવેશેલો, જેને જેવું રૂચે તેવું કથાનક-સંબંધ તેને કહે છે. કેવો બનીને ? તે કહે છે. ઉદર માટે ગૃદ્ધ બનીને - પેટ ભરવામાં વ્યગ્ર - પેટભરો બનીને. અર્થાત્ જે પેટ માટે આસક્ત બનીને આહારાદિ નિમિત્તે દાનની શ્રદ્ધાવાળા કુળોમાં જઈને કથાનિકા કહે છે, તે કુશીલ છે. તે આચાર્ય અથવા આર્યના ગુણોમાંના સોમાહજારમાં ઇત્યાદિ ગુણોથી પણ નીમ્નકક્ષાએ વર્તે છે. કેમકે જે અન્નને માટે અર્થાત્ ભોજનનિમિત્તે કે બીજા કોઈ વસ્ત્ર આદિ નિમિત્તે પોતાના ગુણો બીજા પાસે પ્રગટ કરાવે તે પણ આર્યોના ગુણોના હજારમાં અંશે વર્તે છે, તો પછી પોતાની મેળે જ પોતાના ગુણો ગાવા લાગે, તેનું તો કહેવું જ શું?
– વળી જે પોતાનું ધન, ધાન્ય, સુવર્ણ આદિ છોડીને દીક્ષા લે છે અને લઈને બીજાના આહારના વિષયમાં દીનતા ધારણ કરી જીભ-ઇન્દ્રિયથી પરવશ બનીને ભાટ-ચારણ જેવો બનીને પોતાના મુખેથી ગમે તેવા પ્રશંસા વાક્યો દૈન્યભાવથી બોલે છે. જેમકે - તે તમે જ છો, જેના ગુણો દશે દિશાઓથી કોઈના રોકાયા વિના વહ્યા કરે છે. લોકોની વાતોમાં પણ આ ગુણો સાંભળેલા છે, પણ પ્રત્યક્ષ તમને આજે
જોયા છે.
આ રીતે ઉદ-પેટ માટે વૃદ્ધ-આસક્ત થયેલો, જેમ સૂકરાદિ મૃગ માટે જે ભક્ષ્ય વિશે, રાખેલ હોય, તેમાં વૃદ્ધ-આસક્ત મનવાળો થઈને પોતાના જૂથને લઈને કોઈ મહાકાય સુવર, તે આહાર માટે ગૃદ્ધ થયેલો અતિ સંકટમાં પડીને શીઘ્ર જ વિનાશને પામે છે અર્થાત્ અવશ્ય તેનો વિનાશ જ થાય છે, તેની બીજી કોઈ ગતિ જ નથી, તેમ આ કુશીલ સાધુ પણ આહારમાં આસક્ત થઈને સંસારમાં પુનઃપુનઃ વિનાશ પામે છે.
– વળી તે કુશીલ અન્ન કે પાણી માટે અથવા અન્ય ઇચ્છિત વસ્ત્ર આદિ માટે