________________
૧/-/૩૯૫ થી ૩૯૮
૧૮૫
• સૂત્ર-૩૫ થી ૩૯૮ :
જે જળથી મુક્તિ મળતી હોય તો માછલા, કાચબા, જળસ, બતક, ઉંટ, જળ રાક્ષસ બઘાં પહેલા મોક્ષ પામે, વિદ્વાનો કહે છે તેવું બનતું નથી.
જે જળ કમરૂપી મેલને ધોઈ નાખે તો પુણ્યને કેમ ન ધોઈ નાખે તેથી આ કલાના માત્ર છે. અજ્ઞાની, આંધ માફક નેતાને અનુસરી પ્રાણ નાશ કરે છે.
જે સચિત પાણી પાપકર્મોના પાપ હરી લે તો જલજીવોના હત્યારા પણ મુક્તિ પામે છે, પણ તે ખોટું છે. માટે જળસિદ્ધિ કહેનાર મૃષાવાદી છે.
જે સાંજે અને સવારે અનિનો સ્પર્શ કરતા, હોમ-હવનથી સિદ્ધિ માને છે, જે આ રીતે સિદ્ધિ મળતી હોય તો અગ્નિસ્પર્શ કુકર્મી પણ સિદ્ધ થાય.
• વિવેચન-૩૫ થી ૩૮ ;
- જો જળસંપર્કથી જ મોક્ષ થતો હોય, તો જે સતત પાણીમાં અવગાહે છે, તે મત્સ્ય, કૂર્મ, સરીસૃપ, મદ્ભવ, જલઉંટ તથા જળ મનુષ્ય આકૃતિવાળા જળરાક્ષાસ વિશેષ, આ બધાં પહેલા મોક્ષે જશે. પણ તેવું દેખાતું નથી. ઇષ્ટ પણ નથી. માટે જે જળથી મોક્ષ બતાવે છે, તે અયુક્ત છે. એવું મોક્ષ માર્ગને જાણનાર નિપુણો કહે છે.
- વળી જો પાણી કર્મમલને હરે તો પુણ્યનો પણ નાશ કરે છે, જો પુણ્યનો નાશ ન કરે, તો કર્મ-મલનો પણ નાશ ન કરે. માટે મરજીમાં આવે તેમ બોલો છો કે - “જલ પાપનો નાશ કરે છે” તે યોગ્ય નથી. આ પ્રમાણે સિદ્ધ થવાથી જે માર્તમાર્ગને અનુસરતા જે નાનાદિ ક્રિયા કરે છે, તે જેમ એક જાતિઅંધ, બીજા જાતિબંધ નેતાને અનુસરીને જતાં કુપથના આશ્રયી બને છે, ઇચ્છિત સ્થાને પહોંચતા નથી. એમ માd મમને અનુસનારા જલ-શૌચપરાયણા, અજ્ઞાની, કર્તવ્ય-અકર્તવ્ય વિવેકરહિત થઈને પાણી તથા તેને આશ્રીને રહેલા પૂરા વગેરે જીવોનો પણ ઘાત કરે છે કેમકે જલક્રિયાથી અવશ્ય પ્રાણની હાની સંભવે છે.
- વળી પાપના ઉપાદાનભૂત જે પ્રાણીઓને દુ:ખ દેનારાં કૃત્યો કરનારો જીવ જે કર્મો એકઠાં કરે છે, તે કર્મ-પાપને જો પાણી દૂર કરતું હોય તો એમ સિદ્ધ થાય કે પ્રાણીના ઉપમદનથી જે કમોં બંધાય તે જળના અવગાહનથી દૂર થાય છે. તેથી જળના જીવોના ઘાતકો પાપથી ઘણાં ભારે થયા હોય તે પણ મોમાં જાય. પણ તેવું કદી જોયું કે જાણ્યું નથી. તેથી જળના અવગાહનથી સિદ્ધિ માનનારા જૂઠું બોલે છે.
- જેઓ અગ્નિહોત્ર-હોમ વડે સ્વર્ગની વાંછા કરે છે તે કહે છે - કેટલાંક મઢો અગ્નિમાં હોમ કરીને સુગતિગમન આદિ સ્વર્ગ પ્રાપ્તિરૂપ કૃત્ય બતાવે છે - કેવા ? સાંજે કે વિકાલે અને પ્રભાતકાળે અગ્નિમાં, જે ઇષ્ટ હોય તેવી વસ્તુ હોમીને અગ્નિને તૃપ્ત કરતા ઇષ્ટ ગતિની અભિલાષા કરે છે તેઓ આ પ્રમાણે બોલે છે - અનિના આ કાર્યથી જ સિદ્ધિ મળશે. જો તેમના કહેવા પ્રમાણે અગ્નિના સ્પર્શથી જ સિદ્ધિ થતી હોય, તો અગ્નિનો સ્પર્શ કરનારા કુકર્મીઓ - અંગાર દાહક, કુંભાર, લૂહાર આદિની સિદ્ધિ થાય. જો તેઓ એમ કહે કે મંત્રો વડે પવિત્ર કરીને હોમીએ છીએ, તો તે પણ તે વાત માત્ર તેમનાં મિત્રો જ માનશે.
૧૮૬
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ કેમકે તે કુકર્મીઓને પણ અગ્નિના કાર્યમાં અંતે રાખ બને છે અને અગ્નિ હોગિકાદિઓને પણ અગ્નિ વડે રાખ જ બને છે, તેમાં કોઈ ભેદ પડતો નથી. તેથી કુકર્મીઓ કરતા અગ્નિહોત્રીના કર્મકાંડમાં કોઈ વિશેષતા નથી. વળી જે કહે છે કે - “અગ્નિમુખા દેવો છે''. તે પણ યુક્તિ યુક્ત નથી, કહેવાનું જ માત્ર છે વિષ્ઠાદિનું પણ અગ્નિ ભક્ષણ કરે છે. તેથી જો અગ્નિને દેવ માનો તો ઘણાં દોષો ઉત્પન્ન થશે.
આ પ્રમાણે કુશીલ દર્શનો બતાવ્યા, હવે તેઓને સામાન્ય ઠપકો આપે છે. • સૂત્ર-૩૯ થી ૪૦૨ :
[જળ કે અનિથી મોક્ષ કહેનારે] પરીક્ષા કરીને જોયું નથી. એ રીતે સિદ્ધિ મળતી નથી. આવા બોધ નહીં પામેલા જીવો ઘાત પામે છે. બસ અને સ્થાવર જીવો સુખને છે છે, તેવું જાણીને બોધ પામ.
પાપકર્મી ડે છે, લુપ્ત થાય છે, ત્રાસ પામે છે. તેથી વિદ્વાન, વિરત અને આત્મગુપ્ત ભિg, બસ-સ્થાવર પાણીના સ્વરૂપને જાણીને તેની હિંસા ન કરે.
જે ધમથી પ્રાપ્ત આહારનો સંચય કરીને ભોજન કરે છે, શરીર સંકોચીને પણ સ્નાન કરે છે, વસ્ત્રો ધુવે છે અથવા મસળે છે, તે સંયમથી દૂર કહેવાય છે.
ધીર પણ જળ-સ્નાનથી કર્મબંધ જાણીને મોક્ષ પર્યન્ત અચિત્ત જળ વડે જીવનયાપન કરે, બીજકંદાદિનું ભોજન ન કરે, સ્નાન અને મૈથુનને તજે.
• વિવેચન-૩૯ થી ૪૦૨ :
- જે મુમુક્ષો પાણીના સંપર્કથી કે અગ્નિહોત્રથી સિદ્ધિ કહી છે તે યુતિરહિત કહેલું છે - શા માટે ? કેમકે આ રીતે જળમાં અવગાહન કે અગ્નિહોત્ર વડે પ્રાણીઓના ઉપમર્દનથી સિદ્ધિ થતી નથી. તે પરમાર્થને ન જાણનારા પ્રાણીના ઉપઘાત વડે ધર્મબુદ્ધિથી પાપ જ કરતા જુદા જુદા પ્રકારે જેમાં પ્રાણીને હણે છે - ઘાત કરે છે, તે ઘાત જ સંસાર છે, તેને મેળવે છે. કેમકે અકાય અને તેજસ્કાયના સમારંભથી બસ અને સ્થાવર પ્રાણીઓનો અવશ્ય નાશ થશે. તે પ્રાણીઓના વિનાશથી સંસાર જ મળે, સિદ્ધિ ન મળે. એવો અભિપ્રાય છે. જો આવું છે તો સદ્ અસહ્નો વિવેક જાણનારા હે વિદ્વાન્ તું યથાવસ્થિત તત્વ ગ્રહણ કરીને ત્રણ-સ્થાવર જીવો વડે તેઓ વર્તમાન સુખ કેવી રીતે પામશે? તે વિચાર. - આ કથનનો સાર એ છે કે
બધાં જ જીવો સુખની ઇચ્છાવાળા અને દુ:ખના હેપી છે. તે સુખની ઇચ્છાવાળાને દુ:ખ ઉત્પન્ન કરીને સુખની પ્રાપ્તિ ન થાય. અથવા વિધા-જ્ઞાનને ગ્રહણ કરીને, વિવેક પ્રાપ્ત કરીને ત્રણ-સ્થાવર જંતુઓ વડે કરણભૂત સાતા-સુખને તું જાણ. શાસ્ત્રમાં કહ્યું છે . પહેલા જ્ઞાન અને પછી દયા [પાલન, એ પ્રમાણે બધાં સંયમીએ વર્તવું કેમકે અજ્ઞાની શું દિયા કરશે? પુન્ય-પાપ કેમ જાણે ?
- જેઓ પ્રાણીના ઉપમર્દન વડે સુખની અભિલાષા કરવાના સ્વભાવવાળા છે તેઓ અશીલ અને કશીલ છે - તેઓ સંસારમાં આ પ્રમાણે અવસ્થાને અનુભવે છે તે કહે છે - તેજસ્કાયનો સમારંભ કરનારા જીવોના સમારંભ વડે સુખની ઇચ્છા કરતા નકાદિ ગતિમાં જઈને તીવ્ર દુ:ખથી પીડાતા અસહ્ય વેદનાથી, ખેદિત મનવાળા,