________________
૧|૮/૨/૨૧૯
૬૩
રહી સાથે ગૌચરી કરતો હોય તેવાને અશનાદિ આહાર, વસ્ત્રાદિ દ્રવ્ય આપે, તે માટે નિમંત્રણા કરે કે અંગમર્દનાદિ વૈયાવચ્ચ કરે. પણ તેથી વિપરીત ગૃહસ્થો, કુતીર્થિકો, પાસત્યાદિ, અસંવિગ્ન અસમનોજ્ઞ સાધુને ન આપે.
– પરંતુ સમનોજ્ઞને જ આપે. તથા અતિ આદરપૂર્વક તથા તે વસ્તુ માટે સીદાતો હોય કે ઉત્તપ્ત હોય તો તેની યોગ્ય વૈયાવચ્ચ કરે. આ પ્રમાણે ગૃહસ્થાદિ અને કુશીલાદિનો ત્યાગ કરવાનું કહ્યું. વિશેષ એ કે ગૃહસ્થ પાસે જે કલ્પ્ય હોય તે લે, માત્ર અકલ્યનો નિષેધ કરે. અસમનોજ્ઞ પાસે દાન લેવાનો સર્વથા નિષેધ
છે.- x -
અધ્યયન-૮ ‘વિમોક્ષ' ઉદ્દેશો-૨ “અકલ્પનીય વિમોક્ષ''નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
અધ્યયન-૮ ઉદ્દેશો-૩ ‘અંગચેષ્ટાભાષિત
૦ બીજો ઉદ્દેશો કહ્યો. હવે ત્રીજો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે-ઉદ્દેશા
૨ માં અકલ્પનીય આહારાદિનો નિષેધ કહ્યો. તે નિષેધથી ક્રોધિત થયેલ દાતાને યથાવસ્થિત પિંડદાનની પ્રરૂપણા કરે. તેમ આ ઉદ્દેશામાં આહારદાન નિમિત્તે ઘરમાં પ્રવેશેલ સાધુનું અંગ શીતાદિથી કંપતું જોઈને ગૃહસ્થ ઉલટું સમજે તો તેવા ગૃહસ્થને યથાવસ્થિત સ્વરૂપ બતાવીને ગીતાર્થ સાધુએ તેમની શંકા દૂર કરવી. આ પ્રમાણેના સંબંધથી આવેલા ઉદ્દેશાનું સૂત્રાનુગમમાં સૂત્ર કહે છે–
• સૂત્ર-૨૨૦ :
કોઈ મધ્યમ વયમાં પ્રતિબોધ પામી ચાસ્ત્રિ ધર્મ માટે ઉત્થિત બને છે. મેધાવી સાધક પંડિતોના વચન સાંભળી તથા સમજીને સમભાવ ધરે. તીર્થંકરોએ સમતામાં ધર્મ કહ્યો છે. સમભાવી સાધુ કામભોગોની ઇચ્છાથી નિવૃત્ત થઈ પ્રાણીની હિંસા ન કરે, પરિગ્રહ ન રાખે, તેથી સમગ્ર લોકમાં અપરિગ્રહી કહેવાય છે. જે પાણીના દંડનો ત્યાગ કરે છે તેથી પાપકર્મ નથી કરતા. તેથી તે મહાત્ નિગ્રન્થ કહેવાય છે. એવા સાધુ યુતિમાન, ક્ષેત્રજ્ઞ બને છે. ઉપપાત અને ચ્યવનને જાણીને [પાપકર્મ વર્લ્ડ બને છે.]
• વિવેચન :
ત્રણ અવસ્થા છે - સુવા, મધ્યમવય અને વૃદ્ધત્વ. તેમાં મધ્યમ વયવાળા પરિપક્વ બુદ્ધિત્વથી ધર્મને યોગ્ય છે, તે પ્રથમ બતાવે છે. કેટલાંક મધ્યમ વયમાં બોધ પામેલા, ચરણધર્મ માટે તૈયાર થયેલા તે સમુત્થિત જાણવા. જો કે પ્રથમ-ચરમ વયમાં દીક્ષા લેનારા હોય છે. છતાં બહુલતાએ પ્રાયઃ મધ્યમ વયમાં ભોગ તથા કુતૂહલ દૂર થયા હોવાથી અવિઘ્નપણે ધર્મના અધિકારી થાય છે. કઈ રીતે બોધ
પામેલા તૈયાર થયા છે ? તે કહે છે. ત્રણ પ્રકારના બોધ પામનારા છે. તે આ રીતે–
સ્વયંબુદ્ધ, પ્રત્યેકબુદ્ધ, બુદ્ધબોધિત. તેમાં અહીં બુદ્ધબોધિતનો અધિકાર
૬૪
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨
છે, તે કહે છે, મેધાવી-મર્યાદામાં રહેલ, પંડિત-તીર્થંકર આદિનું ‘વચન’-હિત પ્રાપ્તિ અહિત ત્યાગને સાંભળીને, વિચારીને સમતા ધારણ કરે. શા માટે ? સમતા-મધ્યસ્થતા વડે તીર્થંકર આદિએ પ્રકર્ષથી શ્રુત ચાસ્ત્રિરૂપ ધર્મ કહ્યો છે. મધ્યમ વયમાં ધર્મ સાંભળી બોધ પામી ચાસ્ત્રિ લેવા તૈયાર થયેલા શું કરે ? તે કહે છે—
તેઓ દીક્ષા લઈને મોક્ષ પ્રતિ પ્રયાણ કરી કામભોગો ન ઇચ્છીને તથા પ્રાણીને દુઃખ ન આપીને પરિગ્રહને ધારણ ન કરતા વિચરે. આધ-અંતના ગ્રહણથી મધ્યના ત્રણ મૃષાવાદત્યાગ આદિનું પણ ગ્રહણ થશે. એવા બનીને પોતાના દેહમાં પણ મમત્વ ન કરે. સર્વલોકમાં પણ કોઈ પરિગ્રહ ન રાખે. - X - વળી પ્રાણીને દંડે તે દંડ - પરિતાપકારી. તે દંડને પ્રાણી તરફ કે પ્રાણી વિશે નાંખવાથી અઢાર પ્રકારના પાપરૂપ કર્મ બંધાય. તેને ઉત્તમ સાધુ ન આચરે. બાહ્ય અત્યંતર ગ્રંથને ત્યાગવાથી તેવા સાધુને તીર્થંકર, ગણધરાદિએ નિર્ગુન્થ કહ્યા છે.
તે અદ્વિતીય એટલે રાગદ્વેષરહિત છે. સંયમ કે મોક્ષનો ખેદજ્ઞ-નિપુણ દેવલોકમાં પણ ઉપપાત, ચ્યવન છે, તેમ જાણીને વિચારે કે, સર્વ સ્થાન અનિત્ય છે. એવી બુદ્ધિથી પાપકર્મવર્જી થાય. કેટલાંક તો મધ્યમ વયમાં પણ ચાસ્ત્રિ લઈ પરિષહ
ઇન્દ્રિયોથી ગ્લાની પામે છે—
• સૂત્ર-૨૨૧ :
શરીર આહારથી વૃદ્ધિ પામે છે અને પરીષહોથી ક્ષીણ થાય છે. છતાં જુઓ કાયર મનુષ્ય શરીર ગ્લાન થતા સર્વ ઇન્દ્રિયોથી ગ્લાન થાય છે. • વિવેચન :
આહાથી ઉપચય [વૃદ્ધિ] પામનાર દેહો [શરીરો] છે. આહારના અભાવે તે મ્યાન બને છે કે નાશ પામે છે. પરીષહો વડે પણ શરીર ભંગાય છે. તેથી આહારથી
પુષ્ટ થતા શરીર પણ પરીષહો આવતા કે વાયુના ક્ષોભથી તમે જુઓ કે કેટલાક કાયરો સર્વ ઇન્દ્રિયોથી ગ્લાન થતાં કાયર બની જાય છે. જેમકે ભૂખથી પીડાયેલો દેખતો નથી, સાંભળતો નથી, સુંઘતો નથી આદિ. કેવલી પણ આહાર વિના શરીરે ગ્લાની પામે છે તો બીજા સ્વભાવથી જ ભંગુરશરીરનું શું કહેવું ?
પ્રશ્ન - અકેવલી અકૃતાર્થત્વથી અને ક્ષુધા વેદનીયના સદ્ભાવથી આહાર કરે છે અને દયાદી વ્રતો પાળે છે. પણ કેવલી તો નિયમથી મોક્ષે જનાર છે, તે શા
માટે શરીર ધારણ કરે છે કે તે માટે ખાય છે ?
ઉત્તર - કૈવલીને પણ ચાર કર્મોનો સદ્ભાવ છે, તેથી એકાંતથી કૃતાર્થ નથી. તે માટે શરીર ધારે છે. આહાર વિના તેનું ધારણ ન થાય. ક્ષુધા વેદનીયનો પણ તેને સદ્ભાવ છે. કેવલીને પણ ૧૧-પરીષહો સંભવે છે. તેથી કેવલી આહાર કરે તે સિદ્ધ છે. આહાર વિના ઇન્દ્રિયો ગ્લાની પામે છે તે કહ્યું.
તત્વજ્ઞાતા પરીષહથી પીડાય તો શું કરે ?–
• સૂત્ર-૨૨૨ -
તેજસ્વી પુરુષો પરીષહો આવવા છતાં દયા પાશે. જે ભિક્ષુ સંનિધાન