________________
૬૨
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨
૧/૮/ર/ર૧૬ આહારદિ દોષિત છે તેમ જાણી લે તો ન લે.
તે સાધુ કેવી રીતે જાણે ? પોતાની તીક્ષ્ણ બુદ્ધિથી, બીજાના કહેવાથી, તીર્થકરે બતાવેલા ઉપાયોથી, બીજા પાસેથી કે તેના સ્વજનો પાસેથી સાંભળીને જાણી છે કે આ ગૃહસ્થ મારે માટે આરંભ કરીને અશનાદિ કે મકાન બનાવેલ છે - ૪ - ત્યારે તે વાતની ખાત્રી કરીને તે સાધુ કહે કે, આ મને કાતું નથી આ અમારા માટે બનાવેલું છે, માટે હું નહીં લઉં.
જો આવું કરનાર શ્રાવક હોય તો તેને “પિંડ નિયુક્તિ” બતાવે. જો તે ભદ્રક પ્રકૃતિ હોય તો તેને નિર્દોષ દાનનું ફળ બતાવે તથા તેને યથાશક્તિ ધર્મકથા કહે. તે આ પ્રમાણે - યોગ્ય કાળ દેશમાં શ્રદ્ધાયુક્ત અને શુદ્ધ મને ઉધમવાળા થઈને કલય એવું પ્રાસુક દાન ઉત્તમ સાધુને આપે.
ગુણાધિક સપુરુષોને વિનયપૂર્વક આપેલ અલા દાન પણ મોટું ફળ આપે છે. જેમ નાની વડ કણિકા છતાં વડનું ઝાડ સારાં ફળ આપે છે.
પ્રાજ્ઞજન સુપાત્ર દાનથી દુઃખ સમુદ્રને તરે છે. જેમ મગરના નિલયરૂપ મોટા સમુદ્રને વેપારીઓ નાના વહાણ વડે તરી જાય છે.
• સૂત્ર-૨૧૩ -
કોઈ ગૃહસ્થ સાધુને પૂછીને કે પૂછ્યા વિના ઘણું દ્રવ્ય ખર્ચા આહારાદિ બનાવે. [જ્યારે મુનિ એ ન લે ત્યારે કદાચ તે ગૃહસ્થ ક્રોધાવેશથી સાધુને મારે અથવા કહે છે, અને મારો, પીટો, હાથ-પગ છેદો, બાળો, પકાવો, લૂંટી લો, બધું છીનવી લો, પ્રાણરહિત કરી દો. અનેક પ્રકારે પીડા પહોંચાડો. આવા કષ્ટોને તે વીર સાવ સહે. અથવા તેને આચામોર સમજાવે અથવા મૌન રહે. પોતાના આચા-ગોચરનું સમ્યક પ્રકારે પાલન કરે. એમ જ્ઞાની પુરુષોએ કહ્યું છે.
• વિવેચન :
તે ભિક્ષણશીલ સાધુને કોઈ કહે, હે સાધુ ! હું તમારા માટે ભોજનાદિ કે ઉપાશ્રયાદિ તૈયાર કરાવીશ કે સુધરાવીશ. સાધુએ તેને અનુમતિ ન આપી હોય, તો પણ તે કરાવે અને મીઠા વચનથી કે બળાત્કારે હું સાધુ પાસે ગ્રહણ કરાવીશ એવું માને; બીજા કોઈ સાધુના થોડા આચારને પણ જાણતો હોય, તેને પૂછયા વિના છૂપું કાર્ય કરે અને વિચારે કે હું તેમને ભોજનાદિ આપીશ. હવે તે ન ભોગવવાથી, શ્રદ્ધા ભંગથી, સેંકડો મધુર વચનના આગ્રહથી કે રેપના આવેશથી સુખ-દુ:ખપણે આલોકને જાણનાર આ સાધુ છે, તેમ જાણીને - રાજાજ્ઞા લઈ ન્યકાર ભાવનાથી હેપને પામેલો તે ગૃહસ્થ ‘ક્તન’ આદિ પ્રવૃત્તિ પણ કરે તે બતાવે છે
• x • જેઓ પૂછીને કે પૂછયા વિના ઘણું દ્રવ્ય ખર્ચને આહારાદિ લાવી સાધુને આપે અને સાધુ ન લે તો ગૃહસ્થ ક્રોધી બનીને પીડા કરે છે.
તે પોતે સાધુને મારે છે, બીજાને પણ મારવા માટે પ્રેરે છે. બોલે છે કે, આ સાધુને દંડા વડે મારો, હાથ-પગ છેદી નાંખો, અગ્નિથી બાળો, તેમના સાથળનું માંસ પકાવો, વો લૂંટી લો, બધું છીનવી લો, સહસા પ્રહાર વડે કરાવો, જદી મારી
નાંખો, વિવિધ રીતે પીડા કરો. આ રીતે તે સાધુને ઘણું દુ:ખ આપે, તો પણ ધીર એવો તે સ્પર્શીને શાંતિથી સહે. તથા બીજા ભૂખ-તરસ આદિ પરીષહો તે પણ સહે. પણ ઉપસર્ગ-પરીષહ વડે પીડાઈને, વિકળ બનીને દોષિત આહારાદિને ન ઈચ્છે.
અથવા મીઠા વચનરૂપ ઉપસર્ગોથી ન લલચાય. જો સામર્થ્ય હોય તો જિનકભી આચાર પાળે અથવા સ્યવીર કલામાં વિવિધ ઉપસર્ગજનિત દુ:ખ સહન કરે. અથવા સાધુઓના આચાર અનુષ્ઠાન જે મૂળગુણ-ઉત્તરગુણ ભેદ સંબંધી છે તે સમજાવે. • x • તેમાં પણ મૂલગુણોના ઐર્થેિ ઉત્તરગુણોને સમજાવે. પિડેષણા શુદ્ધિ સમજાવે. • x • વળી - જેથી પોતે દુ:ખી ન થાય. તેમ બીજાના દુઃખમાં નિમિત્તભૂત પણ ન થાય. ફક્ત ધર્મકાર્યમાં સહાયક નિર્દોષ ભોજન જ આપે.
શું બધાં પુરપોને આ બધું કહેવું ? ના. આવનાર પુરની પલિોચના કરવી. જેમકે, આ પુરષ કોણ છે? કોને નમે છે ? આગ્રહવાળો કે આગ્રહરહિત છે ? મધ્યસ્થ છે ? ભદ્ધિક છે ? એમ બધું વિચારીને યથાયોગ્ય, યથાશક્તિ કહે. • x - X - રવપક્ષ સ્થાપના, પમ્પક્ષનું નિરસન કરે, અનન્ય સદેશ વચન કહે. પણ સાધુ સામર્થ્યરહિત હોય તો સામેનો માણસ કદાચ રોષ પામે. અથવા કહેવાથી અનુકૂળ પ્રત્યેનીક બને, તેથી મૌન રાખવું. એટલે સાધુ સમર્થ હોય તો સાંભળનાર કે દાતારને આચારગોચર કહે. ન હોય તો મૌન રાખી આત્મહિત વિચારી પિંડવિશુદ્ધિ આદિ આચાર વિષયને ઉદ્ગમાદિ પ્રશ્નો પૂછી સભ્ય શુદ્ધિ કરે.
કેવો બનીને ? આત્મગુપ્ત થઈને, સતત ઉપયોગવંત બનીને વિચરે. “આ મેં નથી કહ્યું” તેમ સુઘમાં સ્વામી કહે છે. તે કલયાલયની વિધિ જાણનાર તીર્થકરે બતાવેલ છે તથા હવે પછી કહે છે–
• સૂગ-૨૧૮ :
તે સમનો મુનિ આદરપૂર્વક અસમનોડાને - આહાર આદિ ન આપે, ન નિમંત્રા કરે, વૈયાવચ્ચ ન કરે. તેમ હું કહું છું.
• વિવેચન :
ગૃહસ્થ કે કુશીલ પાસેથી અકીય જાણીને આહારાદિ ન લે. તે સમનોજ્ઞ સાધુ અસમનોજ્ઞને તે પૂર્વોક્ત અશનાદિ ન આપે. તેમને અતિ આદરથી અાશનાદિ માટે નિમંત્રણ ન કરે. બીજી રીતે લલચાવે તો પણ તેમની વૈયાવચ્ચ ન કરે. ત્યારે પોતે કેવો બને ? તે કહે છે
• સૂત્ર-૧૯ -
મતિમાનુ ભગવંતે જે ધર્મ કહ્યો છે, તે બરાબર સમજે. અમનોજ્ઞ સાધુ સમનોજ્ઞ સાધુને અતિ આદરપૂર્વક અશનાદિ આપે યાવત્ વૈયાવચ્ચ કરે. તેમ હું કહું છું.
• વિવેચન :
તમે કેવલી વર્ધમાનસ્વામીએ કહેલા દાનધર્મને જાણો. જેમ સમનોજ્ઞ સાધુ ઉઘુકતવિહારી હોય, તે બીજા સમનોજ્ઞ ચાસ્ત્રિધારી સંવિન હોય, સમાન સામાચારીમાં