________________ 254 આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ૨/૪-l-/પ૪૬ 253 કે નિત્યપણે રાગદ્વેષને જિવનાર જિને પ્રરૂપેલા છે. આ વ્રતો કાયર પુરષથી ન પળાય તેવા, અનાદિ કર્મોને દૂર કરવામાં સમર્થ છે. જેમ અગ્નિ ઉપર, નીચે, તીર્થી દિશા પ્રકાશિત કરે છે તેમ કર્મરૂપી અંધકાર દૂર કરવાથી ત્રણે દિશાને પ્રકાશિત કરે છે. ધે ઉત્તરગુણોને કહે છે– * સૂઝ-૫૪* સાધુએ રાગાદિ નિબંધજનક ગૃહપાશથી બદ્ધ ગૃહસ્થાદિ સાથે સંસર્ગ ન રાખવો, સ્ત્રીઓમાં આસકત ન થવું. પૂજ પ્રતિષ્ઠાની કામના ન કરવી. * વિવેચન : કર્મો વડે કે રાગદ્વેષના કારણરૂપ ગૃહપાશથી બદ્ધ ગૃહસ્થ કે અન્ય તીર્થિક સાથે સંગ ન કરે તે ભિક્ષુ સંયમાનુષ્ઠાયી થાય, તથા સ્ત્રીનો સંગ ન કરતો પૂજનને તાજેન્સકાર અભિલાષી ન થાય. આ જન્મમાં અને સ્વગદિમાં એ રીતે મનોજ્ઞશબ્દાદિ વડે ન સ્વીકારાય તે કટુ વિપાક કામગુણદર્શી પંડિત છે. * સૂત્ર-પ૪૮ - તથા વિમુકત, જ્ઞાનપૂર્વક આચરણ કરનાર દુ:ખ સહન કરનાર ભિક્ષુના પૂવકૃત્ કમમિલ અગ્નિ દ્વારા ચાંદીના મેલની જેમ શુદ્ધ થાય છે. * વિવેચન : તે પ્રકારે મૂળ-ઉત્તરગુણધારિત્વથી વિમુક્ત થયેલ તથા સદ્ અસવિવેક રૂપ પરિજ્ઞા વડે ચાલનાર, જ્ઞાનપૂર્વક ક્રિયાકારી તથા સંયમમાં ધૃતિમાતુ, અસાતા વેદનીયથી ઉદીર્ણ દુ:ખને સમ્યક સહે, ખેદ ન કરે, તેને ઉપશમાવવા વૈધનું ઔષધ ન શોધે, આવા ભિક્ષુના પૂર્વકૃત કર્મ દૂર થાય છે. કઈ રીતે ? અગ્નિ વડે ચાંદીની માફક. * x - * સૂત્ર-પ૪૯ - જેમ સર્ષ જીર્ણ ત્વચાને તજે તેમ મૂલ-ઉત્તરગુણ ધારી ભિક્ષુ પરિજ્ઞાસિદ્ધાંતમાં વર્તે છે, આશંસા રહિત થઈ, મૈથુનથી વિરત થઈ વિચરે, તે દુ:ખશસ્યાથી મુકત થાય છે. * વિવેચન : તે મૂલ-ઉત્તરગુણધારી ભિક્ષ અધ્યયનમાં બતાવેલા અર્થ પ્રમાણે પરિજ્ઞા-સિદ્ધાંતમાં વર્તે છે. તથા આ લોક-પરલોકની આકાંક્ષા રહિત તથા મૈથુનથી વિરમી, ઉપલક્ષણથી બીજા પણ મહાવ્રતધારી એવો ભિક્ષ જેમ સાપ કાંચળી ઉતારીને નિર્મળ થાય, તેમ મુનિ પણ નરકાદિ દુ:ખશય્યાથી મુક્ત થાય છે. * સૂત્ર-પNo : અપાર જળ પ્રવાહવાળા સમુદ્રને ભૂળ વડે પાર કરવો દુત્તર છે તેમ સંસાર સમુદ્રને પાર કરવો દુત્તર છે, તેથી સંસારના સ્વરૂપને જાણીને, ભાગ, કરનાર પંડિત મુનિ કર્મોનો અંત કરનાર કહેવાય છે. * વિવેચન : તીર્થકર કે ગણધર કહે છે, સંસાર સમુદ્ર માફક ભુજા વડે તરવો કઠિન છે. કેવો સમુદ્ર ? ઓઘરૂ૫. તેમાં દ્રવ્ય ઓઘ તે જળ પ્રવેશ, ભાવ ઓઘ તે આસવ દ્વારો તથા મિથ્યાવાદિ અપાર જળ. તે કારણે દુતરત્વ કહ્યું. આવા સંસારસમુદ્રને પરિફા વડે જાણી પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે ત્યાગ કર. સદસદ વિવેકજ્ઞ મુનિ આ રીતે કર્મનો અંત કરે છે. * સૂગ-૫૫૧ - જે પ્રકારે મનુષ્ય કર્મ બાંધેલ છે, જે પ્રકારે તેમાંથી મુક્તિ કહી છે. તે રીતે બંધ-મોક્ષને જે જાણે છે, તે જ મુનિ કર્મોનો અંત કરનાર કહેવાય. * વિવેચન - - જે પ્રકારે મિથ્યાત્વ દિશી પ્રકૃતિ, સ્થિતિ આદિથી કમ આત્મસાત થાય છે, તેને આ સંસારમાં મનુષ્યો સભ્ય દર્શનાદિ વડે તોડે છે તે જ મોક્ષ કહ્યો છે. આ રીતે બંધ-મોક્ષનું સ્વરૂપ સમ્યક રીતે જાણીને તે પ્રમાણે વર્તનાર કર્મનો અંત કરનાર મુનિ કહેવાય છે. * સૂત્ર-પપર રૂ આ લોક અને પરલોકમાં કે બંનેમાં જેને કોઈ બંધન નથી તથા જે નિરાલંબી અને ક્યાંય પ્રતિબદ્ધ નથી, તે સાધુ સંસારમાં ગભદિ પર્યટનથી મુક્ત થાય છે. તેમ હું કહું છું. * વિવેચન : આ લોક, પરલોક અને બંને લોકમાં જેને જરા પણ બંધન નથી તે આ લોક, પલોકની આકાંક્ષા હિત ક્યાંય પ્રતિબદ્ધ નથી અથવા શરીરી છે, તે સંસારમાં ગભદિ પર્યટનથી મુકાય છે. * x - ચૂલિકા-૪ - વિમુક્તિનો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ થયો. અનગમ કહ્યો. હવે નયો કહે છે - તે જ્ઞાન-ક્રિયા નયોમાં અવતરે છે. તેમાં જ્ઞાનનય કહે છે - જ્ઞાન જ આલોક, પરલોકના અર્થને આપે છે. *X - X - જ્ઞાનના વિષયમાં યન કરવો એવો જે ઉપદેશ તે નય એ જ્ઞાનનય છે તેવો અર્થ જાણવો. ક્રિયાનય કહે છે, પુરુષને કિયા જ ફળદાયી કહી છે, જ્ઞાનને ફળદાયી માનેલ નથી, કેમકે સ્ત્રી, ભઠ્ય, ભોગનો જ્ઞાતા જ્ઞાનથી સુખી થતો નથી. તથા શાસ્ત્રોને ભણવા છતાં લોકો મૂર્ણ થાય છે, પણ જે ક્રિયાવાન પુરષ છે તે વિદ્વાનું છે. શું સંચિત કરેલા ઔષધના જ્ઞાનમાત્રથી રોગરહિત કરે છે તથા ગ્રાહ્ય-ગ્રાહકનો અર્થ જાણવા છતાં કિયાના અભ્યાસને માટે પ્રયત્ન કરવો જોઈએ તે કિયા નય. હવે પ્રત્યેકને આશ્રીને આ પરમાર્થ કહે છે - જ્ઞાન અને ક્રિયા વડે મોક્ષ છે. આગમમાં પણ કહ્યું છે કે " સર્વે પણ નયોની બહુવિધ વક્તવ્યતાને છોડીને સર્વનય