________________ 1/5/3/164 243 248 આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ વાણી સાંભળીને ‘મેધાવી' - મર્યાદામાં રહેલો, શ્રુતજ્ઞાન ભણેલ, હેય-ઉપાદેય પરિહારપ્રવૃત્તિજ્ઞ તથા “પંડિત' ગણધર, આચાર્યાદિના વિધિ-નિયમરૂપ વચનો સાંભળી સયિdઅચિત પરિગ્રહનો ત્યાગ કરી અપરિગ્રહી થાય છે. કેવલજ્ઞાની તીર્થકરો ધર્મકથા અવસરે ઉપદેશ આપે છે. તેઓએ કેવો ધર્મ કહ્યો છે ? સમતા ધર્મ, શત્રુ-મિત્રમાં સમભાવ થકી આર્યોએ ધર્મ કહેલો છે. કહ્યું છે . કોઈ બાહુ ઉપર ચંદનનો લેપ કરે કે વાંસલાથી ચામડી છોલે, કોઈ સ્તુતિ કરે કે નિંદા કરે તો પણ મનિ તેમના પર સમભાવ રાખે અથવા દેશ, ભાષા કે આચરણથી તેઓ આર્ય છે, તે બધામાં સમભાવ રાખી ભગવંતે ઉપદેશ આપેલ છે. તેથી જ કહ્યું છે જેમ પુણ્યવાનને ધર્મ સંભળાવે તેમ દરિદ્રને પણ સંભળાવે. અથવા શમ ની ભાવથી, હેવધર્મત્યાગથી આર્ય બનેલાએ પ્રકર્ષથી આ ધર્મ કહ્યો છે, અથવા ઇન્દ્રિયમનના ઉપશમથી તીર્થકરોએ ધર્મ કહ્યો છે. - x * x * આ ધર્મ દેવ, મનુષ્યની પર્ષદામાં કહેતા ભગવંતે કહ્યું, જેમ મેં જ્ઞાનાદિ મોક્ષ અવસર સેવ્યો છે અથવા આ જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિાત્મક મોક્ષમાર્ગમાં, સમભાવાત્મક, ઇન્દ્રિય-મન ઉપશમરૂપે મેં મમક્ષભાવે - x * જાતે જ આઠ પ્રકારે કર્મસંતતિનો ક્ષય કરી ધર્મ કહ્યો, તે જ મોક્ષમાર્ગ છે, બીજો નહીં. અન્યતીર્થિક કથિત માર્ગમાં કર્મનો ક્ષય દુઃખે કરીને થાય છે, કેમકે તેમાં અસમીચીનતાથી ખરા ઉપાયનો અભાવ છે. * x * જેમ આ માર્ગમાં જ મેં વિકૃષ્ટ તપથી કર્મ ખપાવ્યું, તે જ રીતે અન્ય મુમુક્ષ સંયમાદિમાં પોતાની શક્તિને યોજે, પ્રમાદ કરે. આ પ્રમાણે સુધમસ્વિામીએ પોતાના શિષ્યને કહ્યું, પરમ કારુણ્યથી ભીંજાયેલા હૃદયવાળા, પરહિત ઉપદેશ દાતા વર્ધમાનસ્વામીએ કહ્યું છે. હવે કયો માણસ આવી ક્રિયા કરનારો થાય ? તે કહે છે * સૂત્ર-૧૬૫ - વિજ્યા લેનાર સાધકના ત્રણ પ્રકાર બતાવે છે– 1. પૂર્વે ઉધત હોય છે, અંત સુધી સંયમ પાળે છે. 2. પૂર્વે ઉધત હોય છે, પછી પતિત થાય છે. 3. પૂર્વે ઉધત નથી અને પછીથી પતિત થતા નથી. જે સંસારના પદાર્થોને જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી છોડે પછી ફરી તેની ઇચ્છા કરે છે, તે ગૃહસ્થ સમાન જ છે. * વિવેચન : જે કોઈ સંસાનો સ્વભાવ જાણવા વડે ધર્મચરણમાં તત્પર મનવાળો બનીને પ્રથમથી દીક્ષાના અવસરે સંયમ અનુષ્ઠાન માટે ઉધત થયેલ હોય તે ‘પૂર્વોત્થાયી' છે. પછીથી શ્રદ્ધા-સંવેગથી વિશેષથી વધતા પરિણામવાળો હોય, તો તે પતિત થતો નથી. અર્થાત્ સિંહની માફક નીકળે છે અને સિંહ માફક દીક્ષા પાળે છે. તે ગણધાદિ માફક પહેલો ભંગ. બીજો ભંગ- પહેલા ચા»િ લે, તે પૂર્વોત્થાયી. પછી કર્મ પરિણતિની વિચિમતી અને તથાવિધ ભવ્યતાથી નંદિપેણ માફક પતીતવારિખી થાય કે ગોઠામાહિલ માફક ત્રીજો ભંગ-ન હોવાથી લીધો નથી. જેણે પહેલા દીક્ષા લીધી જ નથી તે પછી પતીત કે અપતીત કેમ કહેવાય ? ધર્મી હોય તો ધર્મ ચિંતા થાય છે ? ચોથો ભંગ - પૂર્વે દીક્ષા ન લેનાર પછી પડતો નથી તે અવિરત-ગૃહસ્થ જાણવો. તે સમ્ય વિરતિના અભાવે પૂર્વોત્થાયી નથી, દીક્ષા લીધા પછી જ પડે, પણ દીક્ષા લીધા વિના ન પડે તેવી નોંપછાત્રવાતી. શંકા- ગૃહસ્થો ચોથા ભંગમાં છે તેમ કહેવું યોગ્ય છે, તેને સાવધ-અનુષ્ઠાન છે, દીક્ષા ન લેવાથી મહાવ્રત અભાવે પડવાનો સંભવ નથી. પણ શાક્યાદિને દીક્ષાથી પડવાનો સંભવ છે તેનું શું ? | ઉત્તર - શાકયાદિ સાધુને પંચ મહાવત નથી, સાવધ અનુષ્ઠાનથી તે પૂર્વોત્થાયી નથી, દીક્ષા અભાવે તે પશ્ચાનિપાતી પણ થતા નથી. તે ગૃહસ્થ સમાન જ છે. - x * અથવા ઉદાયીરાજાના ઘાતક વિનયરન ચોથા ભંગમાં આવે. બીજા પણ સાવધઅનુષ્ઠાયી તેવા જ છે. પાસસ્થાદિ વ્રત લઈને રાંઘવા રંધાવવા દ્વારા - 4 - ગૃહસ્થ તુલ્ય છે. હવે કહે છે * સૂત્ર-૧૬૬ - આ [ઉત્થાન-પતન) ને કેવલજ્ઞાનથી જાણી તીર્થકરે કહ્યું, મુનિ આજ્ઞામાં રચિ રાખે, તે પંડિત છે તેથી આસક્તિથી દૂર રહે. રાત્રિના પહેલા અને છેલ્લા ભાગમાં સંયમમાં પ્રયત્નશીલ રહે. સદા શીલનું અનુશીલન કરેસાંભળીને કામ અને માયા-લોભેચ્છાથી દૂર રહે. આ કમ-શરીર સાથે યુદ્ધ જ બીજી સાથે લડવા શું મળશે ? * વિવેચન : જે ઉત્થાન, નિપાત આદિ પૂર્વે બતાવ્યું તે કેવળજ્ઞાન વડે જાણીને તીર્થકરને કહેલ છે, બીજું આ જિનપ્રવચનમાં રહેલો તથા તીર્થંકરના ઉપદેશ શ્રવણની ઇચ્છાવાળો તે આજ્ઞાકાંક્ષીઆરમાનુસાર પ્રવૃત્તિક છે. તે સતઅસતના વિવેકનો જ્ઞાતા, સ્નેહરહિત, રાગદ્વેષમુક્ત, નિત્ય ગુરુ આજ્ઞામાં પ્રયત્નવાળો થાય છે, શનિના પહેલા-છેલ્લા પ્રહરે સદાચારથી વર્તે. મધ્યવર્તી બે પ્રહરમાં ચોક્ત વિધિએ નિદ્રા લે આદિ. - 4 - આ પ્રમાણે રાત્રિની યતના બતાવવાથી દિવસનું પણ સમજી લેવું. વળી સર્વકાળ 18,000 ભેદવાળું સંયમ-શીલ પાળે અથવા ચાર પ્રકારે શીલપાળે તે આ રીતે * મહાવ્રતનું સમ્યફ પાલન, ગણ ગુપ્તિ પાલન, પાંચ ઇન્દ્રિયોનું નિયમન અને કપાય નિગ્રહ, આ શીલને વિચારી મોક્ષના અંગપણે પાળે. ક્ષણવાર માટે પ્રમાદવશ ન થાય. શીલ કોણ વિચારે ? શીલરક્ષણનું ફળ મોક્ષ તથા શીલ-વંતરતિતાથી નરકાદિ ગમનને આગમથી જાણીને ઇચ્છા-મદનકામ રહિત બને તથા માયા કે લોભેચ્છા ન રહે તેવો ‘ફૅટ્ટ' બને. કામ અને ઝંઝાના પ્રતિષેધરી મોહનીયનો ઉદય પ્રતિષેધિત થાય. તેનાથી તે શીલવાનું બને. સાર એ કે ધર્મ સાંભળી કામ અને અઝંઝ થઈ મૂળગુણ-ઉત્તરગુણ