SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૪/૨/૧૪૬ [નિ.૨૩૦] માલા વિહારમાં મેં ઉપાસિકા જોઈ. સુવર્ણ ભૂષણો ભૂષિત તેણીના કાનમાં કુંડલ છે કે નહીં તે ન જોયું, તેને રજા આપી આ રીતે બધાં મતવાળા જાણવા. પછી મંત્રીએ એક નાના થૈન સાધુને વૈરાગ્ય પરિણત જાણી બોલાવ્યા. તેણે આ રીતે ઉત્તર આપ્યો [નિ.૨૩૧] ક્ષાંત, દાંત, જિતેન્દ્રિય, અધ્યાત્મક્ત એવા મુનિએ શા માટે ચિંતવવું કે તેનું વદન કુંડલ યુક્ત છે કે નહીં ? - ૪ - રાજાને તેમની નિસ્પૃહતાથી ધર્મભાવોલ્લાસ વધ્યો. રાજા એ ધર્મતત્વ પૂછતા બાળ સાધુ માટીનો એક સુકો અને એક ભીનો ગોળો ભીંત તરફ ઉછાળી ચાલાવા માંડ્યુ બાલ સાધુ એ આ રીતે શું ધર્મ કહ્યો તે બે ગાથે વડે જણાવે છે– ૨૨૩ [નિ.૨૩૨,૨૩૩] ભીનો અને સુકો બંને માટીના ગોળા છે. ભીંત પર ફેંકતા ભીનો હશે તે ત્યાં ચોંટશે. તેમ અંગ પ્રત્યંગ જોવાથી વિમુખ છે તે સ્ત્રીનું મુખ ન જુઓ અન્યથા કામગૃદ્ધિથી આર્દ્ર સ્ત્રીનું મુખ જુએ છે તેનાથી સંસારપંક કે કર્મકાદવ લાગે છે. જેઓ ક્ષમાદિ ગુણયુક્ત છે, સંસારવિમુખ છે. તેવા નિસ્પૃહ મુનિ સુકા ગોળા જેવા હોય ક્યાંય ચોંટતા નથી. અધ્યયન-૪ ‘સમ્યક્ત્વ' ઉદ્દેશો-૨ “ધર્મવાદી પરીક્ષા'નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ ૐ અધ્યયન-૪ ઉદ્દેશો-૩ “અનવધતપ'' ભૂમિકા બીજો ઉદ્દેશો કહ્યો. હવે ત્રીજો. તેનો સંબંધ આ - પૂર્વ ઉદ્દેશામાં પરમત નિરાસ કરી અવિચલ સમ્યક્ત્વ સાથે જ્ઞાન તથા તેના ફળરૂપ વિરતિ કહી. - X - પૂર્વ કર્મનો ક્ષય નિરવધ તપ વિના ન થાય. તેથી હવે તપનું વર્ણન - સૂત્ર-૧૪૭ - -- ધર્મથી વિમુખ લોકોની ઉપેક્ષા કરો. આમ કરનાર સમસ્ત લોકમાં વિદ્વાનોમાં અગ્રણી છે. તું વિચારીને જો ! જેણે દંડનો ત્યાગ કર્યો છે, [તે વિદ્વાન્ છે]. જે સત્વશીલ છે, તે જ કર્મનો ક્ષય કરે છે. શરીર સંસ્કારરહિત મનુષ્યો ધમવત્તા હોવાથી સરળ હોય છે. આ દુઃખ આરંભ જ જાણી આવું સમ્યક્ત્વદર્શીએ કહ્યું છે. તે બધા પાવાદિક અને દુઃખ જાણવામાં કુશળ બની કર્મોને સર્વ પ્રકારે જાણી, તેના ત્યાગનો ઉપદેશ આપે છે. • વિવેચન : પૂર્વે કહેલ પાખંડી લોકને ધર્મથી વિમુખ જાણી તેમના અનુષ્ઠાનને સારા ન માન. તેમનો ઉપદેશ ન સાંભળ, પાસે ન જા, પસ્ચિય ન કર. જે પાખંડી લોકનો ઉપેક્ષક છે તે પાખંડી લોક અને અનાર્યવચન જાણી તેની ઉપેક્ષા કરનાર મનુષ્ય આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ લોકમાં જે વિદ્વાનૢ છે તેનાથી અગ્રણી વિદ્વાન્ થશે. લોકમાં જે કેટલાક નિક્ષિપ્ત દંડવાળા છે - મન, વચન, કાયા વડે પ્રાણીને દુઃખ આપનાર દંડનો ત્યાગ કર્યો છે તે વિદ્વાન્ થાય જ, એમ વિચારીને તું તેમને જો. જેમણે ધર્મ જાણ્યો છે, તે સત્વશાળી દુષ્ટકર્મને ત્યજે છે. તે ‘ઉપરતદંડ’ થઈને આઠ પ્રકારના કર્મોને હણે છે. તે જ વિદ્વાન્ છે. તેવું વિચારીને તું વિવેકવાળી બુદ્ધિ ધારણ કર. મનુષ્યો જ સર્વકર્મક્ષય કરવાને સમર્થ છે, બીજી ગતિવાળા સમર્થ નથી. મનુષ્યોમાં પણ શરીર સંસ્કાર ત્યાગી મૃત જેવા-શરીર મમત્વરહિત છે તેવા કર્મક્ષય કરે છે. અથવા અર્ચા એટલે તેજ-ક્રોધાદિ કપાય. તે જેના સર્વથા નષ્ટ થયા છે તેવા અકષાયી. વળી શ્રુત-ચારિત્ર ધર્મને જાણે તે ધર્મવિદ્. ધર્મવિદ્ જ કુટિલતારહિત છે. બીજા સાધુઓ - સાવધક્રિયાનુષ્ઠાન, આરંભથી ઉત્પન્ન દુઃખ જે પ્રત્યક્ષ છે. જેમકે ખેતી, વાણિજ્ય. તેનાથી જે શરીર-મનના દુઃખ ભોગવે છે - x - તે કેવલીએ કહ્યું છે તે અનુભવસિદ્ધ જાણીને મૃતાર્યા, ધર્મવિદ્, સરળ બને છે. આ પ્રમાણે કેવળજ્ઞાનીએ કહ્યું છે તે સમત્વદર્શી કે સમ્યકત્વદર્શી કે સમસ્તદર્શી છે. તેઓ સર્વવિદ્ છે. મર્યાદા વડે બોલનારા પ્રાવાદિક છે, તેઓ યથાવસ્થિત પદાર્થને બતાવનારા, દુઃખ કે તેના ઉપાદાન કર્મોને બતાવવામાં નિપુણ-તેને દૂર કરવાના ઉપાયો જાણનાર બનીને તેઓએ જ્ઞ-પરિજ્ઞા વડે જાણી પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે ત્યાગ કરેલ છે. આ પ્રમાણે કર્મ બંધ-ઉદય-સતાને જાણીને ૨૨૮ સર્વ પ્રકારે કુશળ બની પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે ત્યાગ કરે અથવા મૂળ-ઉત્તર પ્રકૃત્તિ બધી જાણીને કે પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ, બંધને જાણીને, - ૪ - કે બંધ સત્તાના કારણો જાણીને તેનો ત્યાગ કરે. હવે તે કર્મના ઉદયના પ્રકારો બતાવે છે. [તે માટે વૃત્તિ જોવી અને કર્મગ્રંથના તજજ્ઞ પાસે સમજવું. માત્ર અનુવાદથી આ વિષય સમજ્યો પર્યાપ્ત નથી. પૂર્વે અધ્યયન-૩ સૂત્ર૧૧૩ અને ૧૧૯ના વિવેચનમાં પણ આવી જ સૂચના આપી છે.] વૃત્તિમાં આ વિષય વિસ્તારથી છે. ત્યાં બતાવ્યા મુજબ કર્મપ્રકૃતિના ઉદય વડે અનેક ભેદો જાણીને પ્રત્યાખ્યાન પરિંજ્ઞા વડે તે તોડવા પ્રયત્ન કરે છે. જો એમ છે તો [નવા સાધુએ] શું કરવું ? • સૂત્ર-૧૪૮ : અહીં આજ્ઞાકાંક્ષી પંડિત રાગરહિત થઈ એક માત્ર આત્માને દેખતો શરીરને કૃશ કરે, પોતાને કૃશ કરે - જીર્ણ કરે. જેમ અગ્નિ જીર્ણ કાષ્ઠને જલ્દી બાળે છે તેમ સમાહિત આત્મા આસક્તિરહિત સાધક સ્થિરતાપૂર્વક ક્રોધરૂપી શત્રુનો નાશ કરે અને કર્મોને જલ્દી નષ્ટ કરી દે છે. • વિવેચન : આ પ્રવચનમાં આજ્ઞા પાળવાની આકાંક્ષા રાખનાર સાધુ જે સર્વજ્ઞના ઉપદેશ મુજબ વર્તનાર પંડિત અગ્નિહ થાય છે. જે આઠ પ્રકારના કર્મો વડે ન લેપાય તે
SR No.008992
Book TitleAgam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy