________________
૧/૪/૨/૧૪૬
૨૨૫ જે ‘આર્ય' છે તે એમ કહે છે, તમારું દેખવું, સાંભળવું માનવું, નિશ્ચિતરૂપે ગણવું એ સર્વે મિથ્યા છે. તેમજ ઉd, અધો, તિર્થી દિશામાં પરીક્ષા કરીને તમે જણો છો તે સર્વે મિયા છે. વળી તમે જે કહો છો-બોલો છો-પરૂપો છો-પ્રજ્ઞાપના કરો છો કે સર્વે પ્રાણો-ભૂતો-જીવો-સત્વોને મારવા ઇત્યાદિમાં કોઈ દોષ નથી તે અનાર્યકથન છે.
અમે એમ કહીએ છીએ - બોલીએ છીએ - પરૂપીએ છીએ - પ્રજ્ઞાપના કરીએ છીએ કે કોઈ પ્રાણી આદિને મારવા-દભાવવા-પકડવા-પરિતાપવા કે પ્રાણરહિત કરવા ન જોઈએ-તે દોષરહિત કાર્ય છે. એવું આયપુરષોનું કથન છે.
પહેલાં પ્રત્યેક મતવાળાના સિદ્ધાંતને જાણી અમે પૂછીએ છીએ કે, હે વાદીઓ ! તમને દુઃખ પિય છે કે અપિય ? સત્યને સ્વીકારી તેઓ એવું કહેશે કે સર્વે પ્રાણી-ભૂત-જીવન્સવને દુઃખ અપ્રિય છે. મહાભયકારી છે, દુઃખરૂપ છે - એમ હું કહું છું.
• વિવેચન :
મનુષ્યલોકમાં જે કેટલાંક પાખંડી કે બ્રાહ્મણો જુદું જુદું વિવાદ બોલે છે - તે કહે છે - અર્થાત - x • પોતાના મંતવ્યરાગથી બીજાનું મંતવ્ય જુઠું ઠરાવવા વિવાદ કરે છે. જેમકે ભાગવતો કહે છે કે પચીશ તત્વના જ્ઞાનથી મોક્ષ થાય છે. આત્મા સર્વવ્યાપી, નિષ્ક્રિય, નિર્ગુણ, ચૈતન્ય લક્ષણવાળો છે - x • વૈશેષિક છ દ્રવ્યના પરિજ્ઞાનથી મોક્ષ કહે છે. સમવાયી જ્ઞાન ગુણ વડે ઇચ્છા, પ્રયન, દ્વેષાદિથી ગુણવાનું આત્મા છે - X • શાક્યમતી કહે છે પરલોકે જનાર આત્મા નથી, સર્વે વસ્તુ ક્ષણિક છે. ઇત્યાદિ - X - X - X - તે બ્રાહ્મણ શ્રમણ ધર્મ વિરુદ્ધ જે બોલે છે, તે સૂત્ર વડે દશવિ છે - x - ૪ -
દિવ્યજ્ઞાન વડે અમે અથવા અમારા શાસ્ત્ર ચનારા ધર્મનાયકોએ સાક્ષાત જોયું છે અથવા અમે ગુરુ પરંપરાથી સાંભળેલ છે, અંતેવાસીઓએ એ માન્યું છે, યુનિયુક્ત હોવાથી તે માન્ય છે. અમને કે અમારા ધર્મનાયકને તે વિજ્ઞાત છે, તqભેદના પયિો વડે અમે કે અમારા ધર્મનાયકે પર ઉપદેશથી નહીં પણ સ્વયં જાણેલું છે, ઉદd-અધો આદિ દશે દિશામાં તથા પ્રત્યક્ષાદિ બધાં પ્રમાણો વડે અને મનના પ્રણિધાનાદિથી અમે તથા અમારા ધર્મનાયકે વિચારી લીધું છે કે| સર્વે પ્રાણો, સર્વે ભૂતો, સર્વે જીવો, સર્વે સવો હણવા, હણાવવા, સંગ્રહ કરવો, સંતાપવા, દુ:ખી કસ્વા તેમાં કોઈ દોષ નથી. એમ ધર્મકાર્યમાં પણ સમજવું કે યજ્ઞ કરવામાં કે દેવતાને બલી આપવા માટે પ્રાણી હત્યામાં પાપનો બંધ નથી. કેટલાક પાખંડી કે શિકભોજી બ્રાહ્મણો ધર્મ કે પરલોક વિરુદ્ધ બોલે છે. આ પ્રમાણે તેમનું બોલવું જીવઘાતક પાપાનુબંધી અનાર્ય પ્રણીત છે. પણ જેઓ આવા નથી તેઓ શું કહે છે ? તે બતાવે છે –
જેઓ દેશ, ભાષા, ચાસ્ત્રિ વડે આર્ય છે, તે એમ કહે છે કે અન્યમતીએ જે કહ્યું છે, તે તેમણે ખરાબ રીતે દેખેલું છે અર્થાત્ તમે કે તમારા ધમનાયકે ખોટું [1/15].
૨૨૬
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ જોઈને-પ્રજ્ઞાપના કરીને જે કહ્યું તેમાં દોષનો સંભવ છે. તમે યાગ, દેવબલીમાં હિંસાને નિર્દોષ માનો છો. પણ આર્યપુરષો તેમાં દોષ માનીને હવે આર્યો પોતાના મતને સ્થાપે છે . અમે જે રીતે ધર્મવિરુદ્ધ વાદ ન થાય તે રીતે પ્રજ્ઞાપના કરીએ છીએ. હણવું ઇત્યાદિનો પ્રતિષેધ કરવો, તે અમારા વચનમાં દોષ નથી. - x • x • પ્રાણિ હત્યા પ્રતિષેધથી આ આર્યવચન છે.
આ સાંભળી હિંસાપ્રિય પાખંડી કહે છે - તમારું વચન અનાર્ય છે. - ૪ -
જૈનાચાર્ય કહે છે . પોતાની વાણીરૂપ યંગ વડે બંધાયેલા વાદીઓ પોતાની કુવાણીથી પાછા નહીં ફરે. તેવા વાદીને તેમના માનેલા આગમની વ્યવસ્થા કરીને તેનું અનુચિતપણું બતાવવા જૈનાચાર્ય પૂછે છે - x • અથવા પૂર્વે પ્રશ્ન કરનાર વાદીઓને આશ્રીને પ્રશ્ન કરતા કહે છે–
ઓ વાદ કરનારાઓ ! તમને સુખ આનંદ ઉપજાવે છે કે દુઃખ સાતા આપે છે ? જો તેઓ એમ કહે કે સુખ વહાલું છે તો તમારા આગમને પ્રત્યક્ષ બાઘા થશે. કદાચ તેઓ દુ:ખ પ્રિય છે તેમ કહે તો - X - X • તેમને કહેવું કે સર્વે પ્રાણી માત્રને દુ:ખ પ્રિય નથી પણ અપ્રિય છે, અશાંતિકર છે, મહાભયરૂપ છે. એ પ્રમાણે જાણીને બધાં પ્રાણીને હણવા નહીં. તેને હણવામાં દોષ છે. જે દોષ નથી તેમ કહે તે અનાર્ય વચન છે. તિ અધિકાર સમાપ્તિ બતાવે છે. ત્રવન - પૂર્વવત્ જાણવું.
આ રીતે વાદીઓને તેમના વચને બાંધીને અનાર્યતા બતાવી. આ માટે રોહગપ્તમંત્રી કે જેણે આગમ તત્વ સારી રીતે જાણ્યું છે, તેણે માધ્યચ્ચ ધારણ કરીને તમામ મતની પરીક્ષા કરી જે નિરાકરણ કર્યું તે કહે છે–
[નિ.૨૨] આ ગાથા વડે સંક્ષેપથી ક્ષુલ્લકનું દૃષ્ટાંત કહ્યું છે
ગાથાના પદ સંપ વડે રાજસભામાં બધા વાદીની ધર્મકથા સાંભળી રોહગુપ્ત મંત્રીએ પરીક્ષા કરી. [ કથાનો સંક્ષેપ અહીં રજૂ કરેલ છે
ચંપાનગરીમાં સિંહસેન રાજાને રોહગુપ્ત નામે મંત્રી હતો. તે અહદ્દર્શન વાસિત ચિતથી સત-અસતુ વાદનો જ્ઞાતા હતો. તેમાં રાજાએ ધર્મ વિચાર કહ્યો. ઘણાંએ તેને સારો કહ્યો. રોહગુપ્તને મૌન જોઈને રાજાએ પૂછયું કે તમે કેમ કંઈ ન બોલ્યા ? મંત્રી કહે આપણે પોતાની મેળે જ ધર્મ પરીક્ષા કરીએ. પછી એક પદ બનાવી નગર મધ્યે લટકાવ્યું - ‘સળUહુર્ત વા ય નવા ઉત્ત'' બીજા ત્રણ પદ રાજા પાસે મૂકાવ્યા. પછી ઢંઢેરો પીટાવ્યો કે જે આ ગાયા પૂર્ણ કરશે તેને સજા ઇચ્છિત દાન આપશે. બધાં વાદી આવ્યા, તેમાં પહેલો પરિવ્રાજક બોલ્યો
[નિ.૨૨૮] ભિક્ષા પ્રવેશેલા મેં આજે યુવતીનું મુખ જોયું. કમળ સમાન વિશાળ નેત્ર હતા. વ્યાક્ષિપ્ત ચિતે મને તે ખબર ન પડી કે તેણીના કાનમાં કુંડલ હતા કે નહીં. તેમાં વીતરાગતા ન હોઈ તેને કાઢી મૂક્યો.
[નિ.૨૨૯] ફળના ઉદયથી હું ઘરમાં પેઠો, ત્યાં આસને બેઠેલી સ્ત્રી મેં જોઈ, પણ વ્યાક્ષિપ્તતાથી નિર્ણય ન થયો કે તેના કાનમાં કુંડલ છે કે નહીં ? તેમાં પણ વૈરાગ્ય ન હોવાથી જા આપી.