SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૩/૪/૩૪ ૨૧૧ ૨૧૨ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ જ્ઞાન વિના હિતાહિત પ્રાપ્તિ-પરિહાર ઉપદેશ અસંભવ છે. એક પદાર્થનું જ્ઞાન પણ સર્વજ્ઞતા વિના ન ઘટે - તે હવે દશવિ છે • સૂત્ર-૧૩૫ - જે એકને જાણે છે, તે સર્વને જાણે છે, જે સર્વને જાણે છે તે એકને જણે છે. • વિવેચન : જે કોઈ જ્ઞાની પરમાણુ આદિ એક દ્રવ્યને કે તેના પર્યાય સહિત જાણે અથવા સ્વ-પર પર્યાયને જાણે તે સર્વના સ્વ-પર પર્યાયને જાણે છે. તે અતીત-અનાગત પયયિી દ્રવ્ય પરિજ્ઞાનથી સમસ્ત વસ્તુનું જ્ઞાન અવિનાભાવીપણે છે. આ વાત બીજી રીતે કહે છે જે સંસાર ઉદરવર્તી સર્વ પદાર્થોને જાણે છે તે ઘટાદિ એક વસ્તુને જાણે છે તે જ જ્ઞાનીને અતીત અનાગત પર્યાય ભેદો વડે તે-તે સ્વભાવની આપત્તિ વડે નાદિ અનંતકાળપણે સમસ્ત વસ્તુ સ્વભાવમાં જાણપણું થાય છે - X - X - X -સર્વજ્ઞના ઉપદેશ વિશે કહે છે • સૂઝ-૧૩૬ - પ્રમત્તને બધી બાજુથી ભય છે આપમતને કોઈ ભય નથી. જે એકને નમાવે તે અનેકને નમાવે છે, જે અનેકને નમાવે તે એકને નમાવે છે. લોકના દુઃખ જાણીને લોકસંયોગનો ત્યાગ કરી, ધીર સાધક મહાયાનને પામે છે, તે ઉત્તરોત્તર આગળ વધે છે, તેને અસંયમી જીવનની આકાંક્ષા રહેતી નથી. - વિવેચન - દ્રવ્ય આદિથી સર્વ પ્રકારે જે ભય કરનારું કર્મ ઉપાર્જન કરે, તે ભય, પ્રમાદ વાનને થાય તે આ રીતે-પ્રમાદી દ્રવ્યથી આત્મપદેશ દ્વારા, ક્ષેત્રથી છ એ દિશા થકી, કાળથી પ્રત્યેક સમયે, ભાવથી હિંસાદિ વડે ભયજનક કર્મ બાંધે છે. અથવા સર્વત્ર એટલે આલોક-પરલોકમાં ભય. પણ અપમાદીને ક્યાંય ભય નથી આલોક પરલોકના અપાયોથી આત્મહિતમાં જાગ્ર-અપમાદીને સંસાર કે અશુભકર્મોથી કોઈ ભય નથી. અપ્રમતતા કષાયના અભાવથી થાય છે, તેથી સંપૂર્ણ મોહનીયનો અભાવ થાય છે. તેનાથી સર્વ કર્મનો ક્ષય થાય છે. આ રીતે રોકના અભાવે ઘણાનો અભાવ થાય. - x - જે પ્રવર્ધમાન શુભ અધ્યવસાયે ચડેલ સાધુ એક અનંતાનુબંધી ક્રોધનો ક્ષય કરે તે ઘણા માનાદિનો ક્ષય કરે છે. - x • અથવા જે ઘણી સ્થિતિવાળાને ખપાવે તે અનંતાનુબંધી એકને અથવા મોહનીય કર્મને ખપાવે છે જેમકે ૬૯ કોડાકોડી મોહનીય ક્ષય થતાં જ્ઞાનાવરણીયાદિની એક કોડાકોડી જૂન પ્રકૃતિ ક્ષય થતાં મોહનીયકર્મ ક્ષય થવા યોગ્ય થાય છે. * * * * * * * બહુ કે એક કર્મના અભાવ સિવાય મોહનીયના ક્ષય કે ઉપશમનો પણ અભાવ થાય. તેના અભાવમાં પ્રાણીઓને બહુ દુ:ખ સંભવે તે કહે છે દુ:ખ એટલે અસાતા વેદનીય કર્મ કે પીડા. તે જીવોને દુ:ખ થતું જ્ઞપરિજ્ઞા વડે જાણીને અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે જેમ તેનો અભાવ થાય તેમ સાધુએ કરવું. આ અભાવ કેવી રીતે થાય ? તે અભાવથી શું લાભ થાય ? આત્માથી અલગ ઘન, પુત્ર, શરીર આદિ છે. તેના મમવ સંબંધથી શારીરિક દુઃખ થાય છે, તે દુ:ખના કારણ કે કર્મનો ત્યાગ કરવા પ્રયત્ન કરે. કમવિદારણસહિષ્ણુ જેના વડે મોક્ષમાં જાય તે ચાસ્ટિા-ચાન - - મેળવીને પણ શુભ કર્મોદય કે પ્રમાદથી હારી જાય છે. - x • તેને ચાસ્ત્રિનો લાભ થતો નથી. યાન એટલે સમ્યક્ દર્શનાદિ. મહાયાન એટલે મોક્ષ. એક ભવ વડે પણ મહાયાન-યાત્રિથી મોક્ષ મળે, પરંપરામાં પણ મળે. તે આ પ્રમાણે - થોડા કર્મવાળાને યોગ્ય ક્ષેત્ર-કાળ મળતાં તે જ ભવે મુક્તિ મળે છે અને બીજાને પરંપરાએ મોક્ષ થાય છે. તે કહે છે– જેણે સમ્યકત્વ પ્રાપ્ત કર્યું છે, તેણે નક-તિર્યંચગતિ રોકી, જ્ઞાન પ્રાપ્ત કરી, સંયમ પાળી, દેવલોકમાં જાય છે ત્યાંથી ચ્યવીને કર્મભૂમિ આર્ય ક્ષેત્રાદિમાં જન્મ લઈ - X • સંયમ પાળી અનુત્તર વિમાન સુધીના દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યાંથી ફરી મનુષ્ય જન્મ મેળવી સંયમ લઈ બધાં કર્મોનો ક્ષય કરી મોક્ષમાં જાય છે. તે પર–પરે, અથવા પર એટલે સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન, પર દેશવિરતિ આદિ ગુણસ્થાન અથવા પર એટલે અનંતાનુબંધી ક્ષયથી નિર્મળ ભાવે સાધુ મોહનીય કર્મક્ષય રૂપ પર મેળવે છે. અથવા ઘાતિ-અઘાતિનો ક્ષય કરે છે. આ પ્રમાણે કર્મ ખપાવવા તૈયાર થયેલ સાધુ દીર્ધજીવિત્વને ઇચ્છતા નથી. અસંયમજીવિતને વાંછતા નથી. અથવા પર વડે પર એટલે ઉત્તર ઉત્તર તેજોલેશ્યાને મેળવે છે. કહ્યું છે કે જે હાલ સાધુઓ સાધુપણામાં વિચારે છે તે કઈ જોવેશ્યાને પામે છે ? હે ગૌતમ ! માસ પચચી શ્રમણ વાણમંતર દેવોની તેજોલેશ્યાને પામે. બે માસે અસુરકુમાર સિવાયના ભવનપતિ દેવોની, ત્રણ માસે અસુરકુમારની એ રીતે એક એક માસ વધતા-અનુક્રમે ગ્રહ નક્ષત્ર તારાની, ચંદ-સૂર્યની, સૌધર્મ-ઇશાનની, સાતકુમાર-માહેન્દ્રની, બહાવોકની, મહાશુક-સહસાની, આનતાદિ ચારની, ગધેયકની અને બાર માસ પયય અનુતની. ત્યારપછી શુકલ લેચ્છા પામી, કેવળી થઈને મોક્ષે જશે. હવે જે અનંતાનુબંધી આદિના ક્ષય માટે તૈયાર થાય તે માત્ર ક્ષયમાં જ વર્લે કે નહીં ? • સૂગ-૧૩ : એકને પૃથક્ કરનાર અન્યને પણ પૃથક્ કરે છે. અન્યને પૃથફ કરનાર એકને પણ પૃથફ કરે છે. આજ્ઞામાં શ્રદ્ધા રાખનાર મેધાવી હોય છે. આજ્ઞાથી લોકને જાણીને ‘અકુતોભય’ થાય છે.
SR No.008992
Book TitleAgam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy