SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૩/૩/૧૩૨ ૨૦૯ ૨૧૦ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ વિધા ભણી હું ધનવાન થઈશ, બીજા દાન, માન, સકારથી મને પૂજશે. એ રીતે કમ બાંધે. વળી વંદનાદિ માટે કેટલાંક રાગ-દ્વેષથી હણાયેલા પ્રમાદ કરે છે પણ તે આત્મહિત સાધતા નથી. તેથી વિપરીત કહે છે– • સૂગ-૧૩૩ - જ્ઞાની સાધક દુઃખની માત્રાથી ઋષ્ટ થઈ વ્યાકુળ ન થાય. [આત્મદષ્ટા પર લોકાલોકના સમસ્ત પ્રપંચોથી મુક્ત થાય છે - તેમ કહું છું. • વિવેચન - જ્ઞાનાદિ યુક્ત કે હિતયુક્ત ઉપસર્ગજનિત દુ:ખ માગથી અથવા રોગ વડે પીડાતાં વ્યાકુળ મતિવાળો ન થાય, તે દૂર કરવા પ્રયત્ન ન કરે. ઇષ્ટ વિષય પ્રાપ્તિમાં રાગ અને અનિષ્ટમાં વેષ ન કરે. પણ બંનેને તજે. પાણિક ઉક્ત આદેશના આ અર્થને સમજીને કવિ-અકર્તવ્ય વિવેકથી અવધારે. કોણ ? મુક્તિગમન યોગ્ય સાધુ. આવો વિવેકી કયા ગુણો મેળવે ? જે દેખાય તે આલોક, લોક ચૌદ રાજ પ્રમાણ છે. આ લોકાલોકના પ્રપંચો - પર્યાપ્તક, જાપતિક, સુભગ, દુર્ભાગાદિ વિકલ્પ - x - ઇત્યાદિ પ્રપંચોથી મુક્ત થાય. • x • x - તેમ હું કહું છું. અધ્યયન-૩ “શીતોષ્ણીય” ઉદ્દેશો-3 “અક્રિયા'નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ માયા, તૃષ્ણા પરિગ્રહ પરિણામ રૂપ લોભ - તે બધાના ક્ષય-ઉપશમ આશ્રયી ક્રોધાદિ ક્રમ છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની તથા સંજવલનીના ભેદ બતાવ્યા છે. ચારે કોઇની ઉપમા અનુક્રમે પર્વત, પૃથ્વી, રેતી અને જલરાજિ છે. એ જ રીતે માન, માયા, લોભની ઉપમા ગૂંચાત્તરથી સમજી લેવી. અનંતાનુબંધી આદિ ચારેની સ્થિતિ અનુક્રમે ચાવજીવ, સંવત્સર, ચારમાસ અને પક્ષ છે. આ પ્રમાણે ક્રોધાદિના ત્યાગથી જ પરમાર્થથી શ્રમણભાવ છે, પણ ક્રોધાદિના સંભવમાં સાધુપણું નથી. કહ્યું છે– સાધુપણું પાળતા સાધુને જો કષાયો વધુ પ્રમાણમાં હોય તો શેરડીના ફૂલ માફક તેનું સાધુપણું હું નિષ્ફળ માનું છું. દેશ ઉણ પૂર્વકોડી રાત્રિ પાળેલો જો કપાય કરે તો તે મુહૂર્તમાં સાધુપણું હારી જાય છે. આ બધું સ્વબુદ્ધિથી નથી કહ્યું તે બતાવવા ગૌતમસ્વામી કહે છે, આ કષાય વમન ઉપદેશ સર્વદર્શી - પશ્યક તીર્થકૃત વર્ધમાનસ્વામીનો છે. આ તેમનું દર્શનઅભિપ્રાય છે અથવા જેના વડે વસ્તુતત્વ યથાવસ્થિત દેખાડાય તે દર્શન-ઉપદેશ છે. આ “પશ્યક’નું દર્શન કેવું છે ? ૩વર - દ્રવ્ય-ભાવથી જેનું શસ્ત્ર દૂર થયું છે તે અથવા શસ્ત્રથી પોતે દૂર રહેલા છે. ભાવશા તે અસંયમ કે કષાયો છે. તેનાથી દૂર થયેલ તેનો ભાવાર્થ છે - તીર્થકરને પણ કષાય વખ્યા વિના નિરાવરણ - સર્વ પદાર્થગ્રાહી કેવળજ્ઞાન ન થાય, તેના અભાવે મોક્ષસુખનો અભાવ છે. એ રીતે બીજા મુમુક્ષુ જે તેનો ઉપદેશ માને છે, તેના માર્ગે ચાલે છે તેણે કપાસનું વમન કરવું. શરા-ઉપમ, કાર્ય બતાવવા પુનઃ કહે છે નયંતવાર - બધાં કર્મો કે સંસારનો અંત લાવવા જે યત્ન કરે તે પર્યતકર છે. તેમનું આ દર્શન છે. જેમ તીર્થંકરે સંયમ અપકારી કષાય શા દૂર કરી કર્મનો અંત કર્યો તેમ તેને અનુસરનાર બીજા સાધુ પણ કરે તે બતાવવા કહે છે માથાન - જેના વડે આઠ કમ આત્મપ્રદેશ સાથે ચોંટે તે આદાન થવા હિંસાદિ આશ્રવ કે અઢાર પાપસ્થાનક રૂપ છે, તેની સ્થિતિનું નિમિત્ત કષાયો હોવાથી તે આદાન છે તેને વમીને સ્વકૃત કર્મને ભેદનારો બને છે. • x • જે કર્મોના આદાન-બીજરૂપ કષાયોને રોકે તે અપૂર્વકમ પ્રતિષિદ્ધ પ્રવેશ - સ્વકૃત કર્મનો ભેદનાર થાય છે. તીર્થકરના ઉપદેશ વડે પણ પરકૃત કર્મક્ષય ઉપાયનો અભાવ હોવાથી સ્વકૃતુ લીધું. “તીર્થકરે પણ પરકૃત કર્મક્ષય ઉપાય જાણ્યો નથી” તેવી શંકાનો ઉત્તર. - તેમ નથી. તેમના જ્ઞાનમાં સર્વ પદાર્થોની સતા વ્યાપ્ત છે. શંકા, હેય, ઉપાદેય પદાર્થનો ત્યાગકે ગ્રહણના ઉપદેશને જાણવાથી તે સર્વજ્ઞ નથી એમ અમે કહીએ છીએ કારણ કે ઉપદેશ માત્રથી પરોપકાર કરવાથી તીર્થકર ઉત્પત્તિ ઘટતી નથી. ઉત્તર - યુકિતના વિકલપણાથી સત્ પુરુષોને આનંદ થતો નથી. કેમકે સમ્યમ્ કર્ક અધ્યયન-3 ઉદ્દેશો-૪ “કષાયવમન" . • ભૂમિકા : બીજો ઉદ્દેશો કહ્યો. હવે ચોથો આરંભે છે. તેનો સંબંધ આ પ્રમાણે • પૂર્વ ઉદ્દેશામાં કહ્યું, પાપકર્મ ન કરવાથી કે દુઃખ સહન કરવા માગથી સાધુ ન કહેવાય. પણ અવિદનપણે સંયમ અનુષ્ઠાનથી સાધુ થાય. તે બતાવ્યું. આ નિપ્રયુહતા કષાય વમનથી થાય છે * * * આ પ્રમાણે સંબંધમાં આવેલા ઉદ્દેશાના સૂત્રોનુગમમાં સૂત્ર કહે છે • સૂત્ર-૧૩૪ - - તે (સાધકો કોધ, માન, માયા, લોભનું વમન કરે. આ દર્શન હિંસાથી ઉપરત તથા કમનો અંત કરનાર સર્વજ્ઞdીકનું છે. જે કમના આયવોનું વમન કરીને વકૃd કમનો નાશ કરે છે. વિવેચન : તે સાધુ જ્ઞાનાદિ સહિત, દુ:ખથી ઘેરાયેલ છતાં અવ્યાકુળ મતિ થઈ લોકાલોક પ્રપંચથી મુક્ત જેવો સ્વ-પર અપકારી ક્રોધને વમનારો છે - x • x - જે શાસ્ત્રોક્ત અનુષ્ઠાનને કરે તે જદી ક્રોધને વમશે - x - આત્મીય ઉપઘાતકારી - ક્રોધકમ વિપાકના ઉદયથી ક્રોધ, જાતિકુળ આદિથી થતો ગઈ તે માન, પરપંચન વિચાર તે [1/14
SR No.008992
Book TitleAgam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy