________________
અ૦ ૧ સૂ૦ ૨] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર આત્માનો ગુણ છે તેમ સુખ પણ આત્માનો ગુણ છે. આથી મોક્ષમાં અનંતજ્ઞાનની જેમ સ્વાભાવિક અનંત સુખ હોય છે. (૧)
સમ્યગ્દર્શનનું લક્ષણતત્ત્વાર્થ દ્વાન સવર્ણનમ્ II ૨-૨ | તત્ત્વરૂપ જીવાદિ પદાર્થોની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન.
તત્ત્વરૂપ જીવાદિ પદાર્થોની શ્રદ્ધા એટલે જીવાદિ પદાર્થો જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે માનવા. શ્રદ્ધા, શ્રદ્ધાન, સમ્યગ્દર્શન, સમ્યકત્વ, સમકિત આ બધા શબ્દો એક અર્થવાળા છે.
પ્રશ્ન– “તત્ત્વરૂપ જીવાદિ પદાર્થોની શ્રદ્ધા એ સમ્યકત્વ' એ પ્રમાણે સમ્યકત્વની વ્યાખ્યા કરવાથી એક વિરોધ આવે છે. શ્રદ્ધા વિશ્વાસ એ મનના પરિણામરૂપ છે. એક ભવમાંથી બીજા ભવમાં જતાં અપાંતરાલ ગતિમાં મન ન હોવાથી સમ્યકત્વ નહિ રહે. જ્યારે આગમમાં અપાંતરાલ ગતિમાં પણ સમ્યકત્વ હોય છે એમ જણાવ્યું છે.
ઉત્તર- મિથ્યાત્વ મોહનીય કર્મના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમથી પ્રગટ થયેલ શુદ્ધ આત્મપરિણામ એ મુખ્ય સમ્યક્ત્વ છે. આ પરિણામ એક ભવથી બીજા ભવમાં જતાં અપાંતરાલ ગતિમાં પણ હોય છે. માટે ત્યાં પણ સમ્યકત્વ ઘટી શકવાથી આગમ સાથે વિરોધ આવતો નથી. તત્ત્વાર્થશ્રદ્ધા પ્રગટે ત્યારે મોહનીય કર્મના ક્ષયોપશમ આદિથી પ્રગટ થતો શુભ આત્મપરિણામ અવશ્ય હોય છે. તત્ત્વાર્થશ્રદ્ધા કાર્ય છે અને શુભ આત્મપરિણામ કારણ છે. કાર્ય વખતે કારણ અવશ્ય હોય છે. આથી કાર્યમાં કારણનો ઉપચાર કરીને તત્ત્વાર્થશ્રદ્ધાને સમ્યકત્વ કહેવામાં આવેલ છે. મોહનીય કર્મના ક્ષયોપશમ આદિથી થતો શુદ્ધ આત્મપરિણામ મુખ્ય સમ્યક્ત્વ છે. તેનાથી થતી તત્ત્વાર્થશ્રદ્ધા એ ઔપચારિક સમ્યકત્વ છે. મતલબ કે મિથ્યાત્વ મોહનીયનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થતાં જે જીવોને મન હોય તેમને તત્ત્વાર્થશ્રદ્ધા અવશ્ય હોય છે.
પ્રશ્ન- અમુક જીવમાં સમ્યગ્દર્શન ગુણ પ્રગટ થયો છે કે નહિ તે શી રીતે જાણી શકાય ?
ઉત્તર- સમ્યકત્વના=સમ્યગ્દર્શનના શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય એ પાંચ લક્ષણો=ચિહ્નો છે. આ પાંચ લક્ષણો જે જીવમાં હોય