________________
૪૪૮
શ્રીતત્ત્વાધિગમસૂત્ર
[અ૦ ૧૦ સૂ૦ ૭
જ કરે છે. સૂકા તુંબડાનો સ્વભાવ જળમાં ડૂબવાનો ન હોવા છતાં તેને માટીનો લેપ લગાડીને જલમાં નાખવામાં આવે તો તે જળમાં ડૂબી જાય છે. થોડીવાર પછી પાણીથી માટીનો લેપ ધોવાઇ જતાં તે તુંબડું જળની ઉપર આવી જાય છે. તેમ પ્રસ્તુતમાં સંસારી જીવને કર્મરૂપ માટીનો લેપ હોવાથી તે સંસારરૂપ પાણીમાં ડૂબી ગયેલ છે, એ લેપનો સંગ દૂર થતાં સંસારરૂપ પાણીમાંથી બહાર નીકળી લોકાંતે આવીને રહે છે. પ્રસ્તુત પ્રશ્નનું બીજી રીતે સમાધાન આ પ્રમાણે છે—એરંડાનું ફળ પાકતાં તેની ઉપરનું પડ સુકાઇ જવાથી ફાટી જાય છે અને તેના બે ભાગ થઇ જાય છે. આથી તેમાં રહેલ બીજ એકદમ ઉ૫૨ ઊછળે છે. જ્યાં સુધી પડના બે ભાગ ન થાય ત્યાં સુધી બીજ એ પડમાં જ રહે છે. કારણ કે તેને પડનું બંધન છે. તેમ સંસારી જીવને કર્મનું બંધન છે. કર્મના બંધનનો વિયોગ થતાં જીવ એરંડાના બીજની જેમ ઊર્ધ્વગતિ કરે છે.
ત્રીજા પ્રશ્નનો ઉત્તર સર્વકર્મક્ષય થતાં યોગનો અભાવ હોવા છતાં યોગનિરોધની પહેલાના યોગના-પ્રયોગના સંસ્કારો રહેલા હોવાથી તેમની સહાયથી આત્મા ઊર્ધ્વગતિ કરે છે. જેમ કુંભાર ચાકડાને હાથની પ્રેરણાથી ગતિમાન કરીને હાથ લઇ લે છે છતાં પ્રેરણાના સંસ્કારોથી ચક્રની ગતિ થયા કરે છે, તેમ અહીં વર્તમાનમાં યોગનો અભાવ હોવા છતાં પૂર્વના યોગનાપ્રયોગના સંસ્કારોથી જીવ ઊર્ધ્વગતિ કરે છે. ઊર્ધ્વગતિથી આત્મા લોકાંતે જઇને અટકે છે. કારણ કે આગળ અલોકમાં ગતિસહાયક ધર્માસ્તિકાય નથી. જેમ જળમાં ડૂબેલા તુંબડામાંથી માટીનો લેપ ધોવાઇ જતાં તુંબડું જળની ઉપર આવીને અટકે છે. ઉપગ્રાહક જળના અભાવે જળના ઉપરના ભાગથી અધિક ઉપર જઇ શકતું નથી, તેમ અલોકમાં ગતિસહાયક ધર્માસ્તિકાય ન હોવાથી જીવ લોકાંતે આવીને અટકે છે. (૬)
ન
સિદ્ધજીવો સંબંધી વિશેષ વિચારણાનાં દ્વારો– ક્ષેત્ર-જાત-પતિ-પ્તિ-તીર્થં-ચારિત્ર-પ્રત્યે બુદ્ધવોધિતજ્ઞાના-વાહના-ડર-સંધ્યા-૫વક્રુત્વત: સાધ્યાઃ ॥ ૨૦-૭ || ક્ષેત્ર, કાળ, ગતિ, લિંગ, તીર્થ, ચારિત્ર, પ્રત્યેક-બુદ્ધબોધિત, જ્ઞાન, અવગાહના, અંતર, સંખ્યા, અલ્પ-બહુત્વ, એ બાર ધારોથી સિદ્ધ જીવોની વિશેષ વિચારણા કરવી જોઇએ.