________________
અo ૯ સૂ૦ ૪૯] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૪૩૫ ઉપર અસર થાય છે એ હકીકત તદ્દન અસત્ય છે. જે બાહ્ય તપની કેવળ કાયા ઉપર અસર થાય, આત્મા ઉપર અસર ન થાય, એ વાસ્તવિક બાહ્ય તપ જ નથી, કિંતુ કાયક્લેશ જ છે. આથી જ પ્રસ્તુત સૂત્રના ભાગમાં કહેવામાં આવ્યું છે કે–સમ્યગુ યોગ... એ સૂત્રમાં આવેલ સમ્યમ્ શબ્દનું અનુસંધાન
આ સૂત્રમાં પણ લેવું. એટલે અહીં કેવળ બાહ્ય તપનો નિર્દેશ નથી કર્યો, કિન્તુ સમ્ય બાહ્યતાનો નિર્દેશ કર્યો છે. આત્મશુદ્ધિના આશયથી જિનેશ્વરની આજ્ઞા મુજબ કરવામાં આવતો બાહ્ય તપ સમ્યગુFઉત્તમ છે.
આત્મામાં શુદ્ધપરિણામ પેદા ન થાય ત્યાં સુધી સમ્યગુ બાહ્યતપ કરવાની ભાવના ન થાય એ ચોક્કસ વાત છે. કારણ કે જ્યાં સુધી દેહનો મમત્વભાવ, આહારની લાલસા, ઇન્દ્રિયોનો અસંયમ, સંસારસુખનો રાગ વગેરે દોષો દૂર ન થાય-ઘટે નહિ ત્યાં સુધી (સમ્યગ) બાહ્યતપ કરવાની ભાવના થતી નથી. તથા જયાં સુધી આત્મામાં શુદ્ધપરિણામો પેદા ન થાય ત્યાં સુધી દેહનો મમત્વભાવ વગેરે દોષો દૂર ન થાય, ઘટે નહિ. આથી બાહ્યતપની પ્રવૃત્તિથી દેહનો મમત્વભાવ વગેરે દોષો દૂર થયા છે=ઘટ્યા છે એ સૂચિત થાય છે. દોષોની હાનિ-ઘટાડો આત્મામાં શુદ્ધપરિણામો ઉત્પન્ન થયા છે એ સૂચવે છે. આત્મામાં ઉત્પન્ન થયેલ શુદ્ધપરિણામથી કર્મોની નિર્જરા થાય છે તથા જેમ જેમ બાહ્યતાનું સેવન થાય છે તેમ તેમ મમત્વાદિ દોષો અધિક અધિક ઘટતા જાય છે, અને આત્મામાં શુદ્ધપરિણામની વૃદ્ધિ દ્વારા નિર્જરાની વૃદ્ધિ થતી જાય છે. આમ સમ્ય બાહ્યપ શુદ્ધપરિણામ હોય તો જ થઈ શકે છે, અને તપના સેવનથી એ પરિણામ અધિક અધિક શુદ્ધ બનતા જાય છે. આથી અત્યંતર તપની જેમ બાહ્ય તપ પણ નિર્જરામાં કારણ છે. આ હકીકતથી બાહ્યતપમાં તો કેવળ કાયકષ્ટ છે... એ પ્રશ્નનું પણ સમાધાન થઈ જાય છે. કારણ કે ઉપર કહ્યા મુજબ સભ્ય બાહ્યતપ કેવળ કાયકષ્ટ રૂપ છે જ નહિ. અસભ્ય તપ જ કેવળ કાયકષ્ટ રૂપ છે. તથા માત્ર કાયકષ્ટથી નિર્જરા થાય છે એ વાત પણ તદ્દન અસત્ય છે. કાર્યકષ્ટ દ્વારા ઉત્પન્ન થતા શુદ્ધ પરિણામથી જ નિર્જરા થાય છે. તથા અજ્ઞાન લોકો ગમે તેને તપસ્વી ભલે કહે, પણ શાસ્ત્રો તો સમ્યગુ તપ કરનારને જ તપસ્વી કહે છે. એટલે જેમ જેમ કાયકષ્ટ વધારે... એ પ્રશ્નને પણ અવકાશ રહેતો નથી. (૪૬)