________________
અ૦ ૯ સૂ૦ ૩૧-૩૨-૩૩] શ્રીતત્ત્વાધિગમસૂત્ર આર્તધ્યાનના પ્રથમભેદનું વર્ણન— आर्तममनोज्ञानां सम्प्रयोगे तद्विप्रयोगाय स्मृतिसमन्वाहारः ॥ ९-३१ ॥ અનિષ્ટ વસ્તુનો સંયોગ થતાં તેને દૂર કરવાનો તથા દૂર કરવાના ઉપાયનો એકાગ્રચિત્તે વિચાર એ આર્તધ્યાનનો ‘અનિષ્ટવિયોગ ચિંતા' રૂપ પ્રથમ ભેદ છે.
૪૨૩
દા.ત. બાજુના મકાનમાંથી રેડિયાનો અવાજ આવે છે, એ અવાજ પ્રતિકૂળ=અનિષ્ટ લાગતાં રેડિયો બંધ થાય તો સારું એ વિચારણા તથા એ કેવી રીતે બંધ થાય એ અંગે વિચારણા આર્તધ્યાન છે. (૨) પ્રતિકૂળ મકાન મળતાં મકાનને બદલવાનો વિચાર તથા બદલવા માટે ઉપાયના વિવિધ વિચારો આર્તધ્યાન છે. (૩૧)
આર્તધ્યાનના બીજા ભેદનું વર્ણન– વેલ્નાયાશ્ચ ।। ૧-૨ ॥
રોગથી થતી વેદનાને દૂર કરવાનો અને તેના ઉપાયનો એકાગ્રચિત્તે વિચાર એ ‘વેદનાવિયોગચિન્તા' રૂપ આર્તધ્યાનનો બીજો ભેદ છે.
યદ્યપિ ‘વેદનાવિયોગચિંતા' એક પ્રકારની અનિષ્ટવિયોગચિંતા રૂપ હોવાથી તેનો આર્તધ્યાનના પ્રથમ ભેદમાં સમાવેશ થઇ જાય છે, છતાં તેની અધિક સંભાવનાને લક્ષ્યમાં રાખીને તેનો જુદો ભેદ પાડ્યો છે. જીવોને અન્ય પદાર્થો કરતાં શરીર ઉપર વધારે મમત્વ હોય છે. આથી રોગ સૌથી વધારે અનિષ્ટ છે. બીજા અનિષ્ટો કરતાં રોગ વધારે સંતાપ કરાવે છે. બીજા અનિષ્ટોમાં ભિન્ન ભિન્ન મનુષ્યોની અપેક્ષાએ અમુક અમુક અનિષ્ટોનો સંયોગ ન પણ હોય. જ્યારે આ વેદનારૂપ અનિષ્ટનો સંયોગ તો વધારે ઓછા પ્રમાણમાં પ્રાયઃ દરેક મનુષ્યને હોય છે. (૩૨) આર્તધ્યાનના ત્રીજા ભેદનું લક્ષણ— વિપરીત મનોજ્ઞાનામ્ ॥ ૨-૩૩ ॥
ઇષ્ટવસ્તુ મેળવવાનો અને મેળવવાના ઉપાયનો એકાગ્રચિત્તે વિચાર તે આર્તધ્યાનનો ‘ઇષ્ટસંયોગચિંતા' રૂપ ત્રીજો ભેદ છે.
દા.ત. ધન મેળવવાનો વિચાર (ઇચ્છા) તથા ધન મેળવવાના વિવિધ ઉપાયોનો વિચાર એ આર્તધ્યાન છે. એ પ્રમાણે ઇષ્ટ સધળી વસ્તુઓ વિષે સમજવું. (૩૩)