________________
અ૦ ૯ સૂ૦ ૮] શ્રીસ્વાધિગમસૂત્ર
૩૯૭ અનંતકાળ સુધી ભમીને ત્રસપણે પામે છે. તેમાં પ્રારંભમાં તો ઘણા કાળ સુધી બેઈન્દ્રિય આદિ રૂપે ઉત્પન્ન થાય છે. એટલે કસપણું પામવા છતાં પંચેન્દ્રિયપણું પામવું ઘણું કઠિન છે. પંચેન્દ્રિયમાં આવ્યા પછી પણ તિર્યંચ-નરકગતિમાં ભમે છે. આથી મનુષ્યપણું દુર્લભ છે. મનુષ્યપણું આદિ પ્રાપ્ત થયા પછી પણ જિનવાણીનું શ્રવણ દુર્લભ છે. કારણ કે અનેક મિથ્યાદર્શનોના પ્રચારમાં આ જીવ ફસાઈ જાય છે. જિનવાણીની પ્રાપ્તિ થયા પછી પણ શ્રદ્ધા અને ચારિત્ર દુર્લભ છે. જિનવાણી (જ્ઞાન), શ્રદ્ધા (દર્શન) અને ચારિત્ર એ ત્રણ મળીને મોક્ષમાર્ગ છે. આ મોક્ષમાર્ગ આપણે વિચારી ગયા એ મુજબ ઘણો જ દુર્લભ છે.
ફળઆ પ્રમાણે બોધિદુર્લભ ભાવનાના ચિંતનથી બોધિની દુર્લભતાનો વાસ્તવિક ખ્યાલ આવે છે. એથી બોધિને-મોક્ષમાર્ગને મેળવવા પ્રયત્ન થાય છે. મળેલી મોક્ષમાર્ગને આરાધવાની કાળજી રહે છે. મોક્ષમાર્ગથી ભ્રષ્ટ ન થવાય એ માટે સાવધાની રહે છે.
(૧૨) ધર્મસ્વાખ્યાત- સમ્યગ્દર્શન આદિ ધર્મ જિનેશ્વર દેવોએ બહુ સુંદર રીતે કહ્યો છે એ વિષયની વિવિધ વિચારણા=ચિંતન એ ધર્મસ્વાખ્યાત ભાવના છે. અહો ! જિનેશ્વર ભગવાને સંસારનો નાશ કરનાર અને મોક્ષ આપનાર સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફ ચારિત્ર રૂપ ધર્મ કેવો સુંદર અને સ્પષ્ટ કહ્યો છે. આવો ધર્મ વીતરાગ સિવાય બીજો કોણ કહી શકે ! જિનેશ્વર ભગવાનનો કહેલો આ ધર્મ યુક્તિઓથી અબાધ્ય છે. કારણ કે નિર્દોષ છે. જિનેશ્વર ભગવાને બતાવેલા ધર્મમાં કોઈ સ્કૂલના હોય નહિ. કારણ કે જિનેશ્વર ભગવાન રાગાદિ સર્વ દોષથી રહિત અને સર્વજ્ઞ બન્યા પછી જ ધર્મનો ઉપદેશ આપે છે. જ્યાં રાગાદિ દોષો છે ત્યાં ભૂલ થવાનો સંભવ છે. જે રાગાદિ દોષોથી સર્વથા રહિત અને સર્વજ્ઞ છે તેની કોઈ પણ વિષયમાં જરાય ભૂલ થાય નહિ.
ફળ– આ પ્રમાણે ધર્મસ્વાખ્યાત ભાવના ભાવવાથી શ્રદ્ધા ગુણ પ્રગટ થાય છે. પ્રગટેલી શ્રદ્ધા વિશુદ્ધ બને છે. પરિણામે મોક્ષમાર્ગથી પતિત થવાનો ભય રહેતો નથી. મોક્ષમાર્ગની આરાધના માટે ઉલ્લાસની વૃદ્ધિ થતી જાય છે. (૭)
પરીષહનો અર્થ અને હેતુ मार्गाऽच्यवननिर्जरार्थं परिषोढव्याः परीषहाः ॥ ९-८ ॥