SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ અ૦ ૮ સૂ૦ ૨૫]. શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર ૩૭૫ કર્મ | ઉપમા જ્ઞાનાવરણીય | (આંખના) પાટા જેવું. | વિશેષબોધરૂપ જ્ઞાન ન થાય. દર્શનાવરણીય પ્રતિહાર જેવું. સામાન્યબોધરૂપ જ્ઞાન ન થાય. વેદનીય મધથી લેપાયેલ અસિના સુખ-દુઃખનો અનુભવ, સુખ પણ તીક્ષ્ણ ધાર જેવું. | પરિણામે દુઃખ આપનાર બને. મોહનીય મદિરાપાન જેવું. | વિવેક અને હિતપ્રવૃત્તિ નહિ. આયુષ્ય બેડી જેવું. મનુષ્યગતિ આદિમાં રહેવું પડે. નામ | ચિત્રકાર જેવું. | ગતિ, જાતિ આદિ વિકાર પ્રાપ્ત થાય. | ગોત્ર | મુલાલ (કુંભાર) જેવું. | ઉચ્ચ-નીચનો વ્યવહાર થાય. અંતરાય | ભંડારી જેવું. દાન આદિમાં અંતરાય કરે. આવી પોતાનું ફળ આપી છૂટા પડી જાય. આ નિર્જરાને વિપાકજન્ય નિર્જરા કહેવામાં આવે છે. (૨) જેમ કેરી આદિને ઘાસ વગેરેમાં નાખીને જલદી પકાવવામાં આવે છે, તેમ કર્મની સ્થિતિનો પરિપાક ન થયો હોય, પણ તપ આદિથી તેની સ્થિતિ ઘટાડીને જલદી ઉદયમાં લાવીને ફળ આપવા સન્મુખ કરવાથી જે નિર્જરા થાય તે અવિપાકજન્ય નિર્જરા. (૨૪) પ્રદેશબંધનું વર્ણન नामप्रत्ययाः सर्वतो योगविशेषात् सूक्ष्मैकक्षेत्रावगाढस्थिताः સર્વાત્મપ્રવેશેષ અનન્તાનન્તપ્રવેશ: . ૮-રક નામનિમિત્તક=પ્રકૃતિનિમિત્તક, સર્વ તરફથી, યોગવિશેષથી, સૂમ, એકક્ષેત્રાવગાઢ, સ્થિત, સર્વ આત્મપ્રદેશોમાં, અનંતાઅનંત પ્રદેશવાળા અનંતા કર્મસ્કંધો બંધાય છે. આ સૂત્રને બરોબર સમજવા નીચેના આઠ પ્રશ્નો અને તેના ઉત્તરો સમજવાની જરૂર છે. (૧) પ્રદેશ( કમંદલિકો) કોનું કારણ છે? અર્થાત્ પ્રદેશોથી શું કાર્ય થાય છે? (૨) જીવ પ્રદેશોને(=કર્મપુદ્ગલોને) સર્વ દિશાઓમાંથી ગ્રહણ કરે છે કે કોઈ એક દિશામાંથી ગ્રહણ કરે છે ?
SR No.008990
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy