________________
૩૧૫
અ૦ ૭ સૂ૦ ૨૦] શ્રીતત્ત્વાથધિગમસૂત્ર નિર્દયતાથી નહિ મારવું જોઈએ. બહારથી ગુસ્સો બતાવો પડે તો પણ અંદર હૃદયમાં તો ક્ષમા જ ધારણ કરવી.
(૩) છવિ છેદ-છવિ એટલે ચામડી, ચામડીનું છેદન કરવું તે છવિછેદ. નિષ્કારણ કોઇપણ પ્રાણીની ચામડીનો છેદ નહિ કરવો જોઇએ. ચોર આદિની ચામડીનો છેદ કરવાની જરૂર પડે તો ભય બતાવવા પૂરતો જ કરવો જોઈએ. જો નિર્દયતાપૂર્વક છવિ છેદ કરવામાં આવે તો તે અતિચાર છે.
(૪) અતિભારારોપણ– બળક કે મજૂર આદિ ઉપર શક્તિ ઉપરાંત ભાર-બોજો મૂકવો. યદ્યપિ શ્રાવકે ગાડી ચલાવવા આદિ ધંધો નહિ કરવો જોઈએ. છતાં અન્ય ઉપાયના અભાવે તેવો ધંધો કરવો પડે તો પણ બળદ વગેરે જેટલો ભાર ખુશીથી વહન કરી શકે તેનાથી કંઈક ઓછો મૂકવો જોઈએ. મજુર આદિ પાસે ભાર ઉપડાવવાનો પ્રસંગ આવે તો મજૂર જાતે જેટલો ભાર ઊંચકી શકે અને નીચે ઉતારી શકે તેટલો આપવો જોઈએ.
(૫) અન્નપાનનિરોધ– અન્નપાન નિરોધ એટલે ભોજન-પાણી સમયસર ન આપવાં. બળદ આદિને, ઘરના માણસોને કે નોકર વગેરેને સમયસર ભોજન-પાણી મળે તેની કાળજી રાખવી જોઇએ. અવિનીતપુત્ર આદિને શિક્ષા આપવા અન્ન-પાનનો નિરોધ કરવો પડે તો પણ મર્યાદામાં કરવો જોઇએ.
પ્રશ્ન- વ્રતીએ (શ્રાવકે) માત્ર પ્રાણવિયોગ રૂ૫ હિંસાનો નિયમ કર્યો છે, બંધ આદિનો નિયમ કર્યો નથી. તો બંધ આદિથી દોષ કેમ લાગે? કારણ કે તેમાં તેના નિયમનો ભંગ થતો નથી. હવે જો કહો કે પ્રાણવિયોગના નિયમની સાથે બંધ આદિનો નિયમ પણ આવી જાય છે. તો બંધ આદિથી નિયમનો સર્વથા ભંગ થાય. આથી બંધ આદિ અતિચાર કેવી રીતે ગણાય? અતિચારમાં નિયમનો આંશિક ભંગ હોય છે, સર્વથા નહિ.
ઉત્તર– યદ્યપિ પ્રાણવિયોગ રૂપ હિંસાનું જ પ્રત્યાખ્યાન કર્યું છે, બંધ આદિનું નહિ. છતાં પરમાર્થથી હિંસાના પ્રત્યાખ્યાન સાથે બંધ આદિનું પ્રત્યાખ્યાન પણ આવી જાય છે. કારણ કે બંધ આદિ હિંસાના કારણો છે. કાર્યના નિયમની સાથે કારણનો નિયમ પણ આવી જાય. જેમ કે કોઈએ અવાજ નહિ કરવો એમ કહ્યું, તો જે જે કારણોથી અવાજ થાય તે તે કારણોનો પણ નિષેધ થઈ જાય છે. આથી એની આજ્ઞાનું પાલન કરનાર જે જે કારણોથી