________________
અ) ૭ સૂ૦ ૫] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૨૮૫ એક ક્ષણ પણ સુખ નથી, ત્યાં દુઃખથી કંટાળીને મરવાની ઇચ્છા થાય તો પણ મરી શકે નહિ. (૪)
મહાવ્રતોને સ્થિર કરવા સર્વ વ્રતો માટે સર્વ સામાન્ય (બીજી) ભાવના
રવિ વા || ૭-૬ છે. તથા હિંસાદિ પાપો દુઃખરૂપ જ છે એમ વિચારવું.
હિંસાદિથી કેવળ સ્વને જ દુઃખ થતું નથી, અન્ય પ્રાણીઓને પણ દુઃખ થાય છે. આથી સાધકે વિચારવું જોઈએ કે–જેમ મને દુઃખ પ્રિય નથી તેમ અન્ય કોઈ પણ જીવને દુઃખ પ્રિય નથી, જેવો હું છું તેવા જ અન્ય પ્રાણીઓ છે. આથી જેમ કોઈ મારો વધ કરે તો મને દુઃખ થાય છે, તેમ અન્યનો વધ કરવાથી તેને પણ દુઃખ થાય છે. કોઈ અસત્ય બોલીને મને ઠગે તો જેમ મને દુઃખ થાય છે, તેમ શું અન્યને અસત્યથી દુઃખ ન થાય? એ પ્રમાણે ચોરી આદિથી પણ અન્ય પ્રાણીઓને દુઃખ થાય છે, માટે એ પાપોનો ત્યાગ કરવો એ જ હિતાવહ છે. મૈથુનસેવનમાં અનુભવાતું સુખ પણ ખણજ આદિ વ્યાધિના ક્ષણિક પ્રતીકાર સમાન હોવાથી દુઃખ જ છે. પરિગ્રહ પણ અપ્રાપ્ત ધનની ઈચ્છાનો સંતાપ, પ્રાપ્ત ધનના રક્ષણની ચિંતા, તેના ઉપભોગમાં અતૃપ્તિ, તેનો નાશ થતાં શોક વગેરે દુઃખનું કારણ હોવાથી દુઃખ રૂપ જ છે. આમ હિંસાદિ પાપો વર્તમાનમાં સ્વ-પરના દુઃખનાં કારણ હોવાથી તથા ભવિષ્યમાં દુઃખ આપનાર કર્મબંધના કારણ હોવાથી દુઃખ રૂપ જ છે.
ચોથા સૂત્રની ભાવનામાં હિંસાદિ દુઃખનાં કારણ છે એ વિચારણા કરવામાં આવી છે. જ્યારે આ સૂત્રની ભાવનામાં હિંસાદિ પાપો સ્વયં દુઃખનાં કારણ હોવાથી અને દુઃખનાં કારણ એવા કર્મનાં કારણ હોવાથી કારણમાં કાર્યના ઉપચારથી) દુઃખ રૂપ જ છે એ વિચારવાનું છે તથા ચોથા સૂત્રની ભાવનામાં હિંસાદિ પાપો પોતાના દુઃખનાં કારણ છે એ વિચારણાની પ્રધાનતા છે. જ્યારે આ સૂત્રની ભાવનામાં હિંસાદિથી અન્યને પણ દુઃખ થાય છે એ વિચારણાની પ્રધાનતા છે. (૫). ૧. નરકગતિના દુઃખના વિસ્તૃત વર્ણન માટે જુઓ અ.૩, સૂત્ર-૩ વગેરે. જીવો હિંસાદિ પાપોથી તિર્યંચ વગેરે ગતિમાં ઉત્પન્ન થઈને કેવાં કેવાં દુઃખો અનુભવે છે તેનું વિસ્તૃત વર્ણન ભવભાવના' ગ્રંથમાં પાંચમી ભાવનામાં છે.