________________
૨૫૮
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર (અ) ૬ સૂ૦ ૧૪ આહાર, સુંદર વસ્ત્ર આદિનો ભોગ-ઉપભોગ ન કરે, આવેલી પરિસ્થિતિને શાંતિથી સહન કરે તો અકામનિર્જરા થાય.
અનુરોધ (દાક્ષિણ્ય કે પ્રીતિ)થી અકામનિર્જરા મિત્ર કે સ્વજન વગેરે આપત્તિમાં આવે ત્યારે દાક્ષિણ્યતાથી કે પ્રીતિથી તેમને મદદ કરવા કષ્ટ સહન કરે, વ્યવહારની ખાતર મિષ્ટાન્ન આદિનો ત્યાગ કરે વગેરેથી અકામનિર્જરા થાય.
સાધનના અભાવથી અકામનિર્જરા– ભિખારી, ગરીબ મનુષ્યો, તિર્યંચો વગેરને શીત-તાપ આદિ કષ્ટથી અકામનિર્જરા થાય.
રોગથી અકામનિર્જરા– રોગના કારણે મિષ્ટાન્ન આદિનો ત્યાગ કરે, વૈદ્યાદિની પરતંત્રતા સહન કરે, તાવ આદિનું દુઃખ સહન કરે વગેરેથી અકામનિર્જરા થાય. અહીં સહન કરવાના ઈરાદા વિના સહન કરવાથી અકામનિર્જરા થાય છે.
(૭) બાલત૫– અજ્ઞાનતાથી (વિવેક વિના) થતો અગ્નિપ્રવેશ, પંચાગ્નિતાપ, ભૃગુપત વગેરે તપ બાલતપ છે.
(૮) ક્ષમા- ક્રોધકષાયના ઉદયને રોકવો કે ઉદય પામેલા કષાયને નિષ્ફળ બનાવવો.
(૯) શૌચ- લોભકષાયનો ત્યાગ, અર્થાત સંતોષ. આ સર્વે સાતવેદનીય કર્મના આસવો છે.
તદુપરાંત– ધર્મરાગ, તપનું સેવન, બાળ, ગ્લાન, તપસ્વી આદિનું વેયાવચ્ચ, દેવગુરુની ભક્તિ, માતા-પિતાની સેવા વગેરેના શુભ પરિણામો પણ સાતાવેદનીય કર્મના આસવો છે. આ આસવોથી ભવાંતરમાં કે આ ભવમાં પણ સુખ મળે તેવાં શુભ કર્મો બંધાય છે. (૧૩)
દર્શનમોહનીયના આસ્ત્રવોकेवलि-श्रुत-सङ्ग-धर्म-देवाऽवर्णवादो दर्शनमोहस्य ॥६-१४॥
કેવળીનો, શ્રુતનો, સંઘનો, ધર્મનો અને દેવોનો અવર્ણવાદ દર્શનમોહનીયનો આસવ છે.
(૧) કેવળી– રાગદ્વેષ રહિત અને કેવળજ્ઞાન યુક્ત હોય તે કેવળી. કેવળી શરમ વગરના છે, કારણ કે નગ્ન ફરે છે. સમવસરણમાં થતી અપ્લાય આદિની ૧. જો તીવ્રભાવથી શુભ કાર્ય કરવામાં આવે તો આ ભવમાં પણ તેનું ફળ મળે.