________________
૨૬
(૧૧) ઉપશાંત મોહ– દશમા ગુણસ્થાનના અંતે મોહને સંપૂર્ણ દબાવીને આત્મા અગિયારમા ગુણસ્થાને આવે છે. અહીં મોહ (દબાયેલા શત્રુની જેમ) તદ્દન શાંત હોય છે. મોહની જરાય પજવણી હોતી નથી. આથી જ આ ગુણસ્થાનનું ઉપશાંતમોહનામ છે. ઉપશાંત શાંત થઈ ગયો છે મોહ જેમાં તે ઉપશાંતમોહમોહને મારી નહિ, પણ દબાવીને અગિયારમાં ગુણસ્થાને આવે છે. આથી દબાયેલો શત્રુ જેમ બળ મળતાં પુનઃ આક્રમણ કરે છે, તેમ દબાયેલો મોહ થોડી જ વારમાં પોતાનું બળ બતાવે છે. આથી આત્મા અગિયારમા ગુણસ્થાનથી પડે છે.'
(૧૨) ક્ષીણમોહ– દશમા ગુણસ્થાને મોહને મારી નાખનાર આત્મા દશમાં ગુણસ્થાનથી સીધો બારમા ગુણસ્થાને આવે છે. અહીં મોહની જરાય પજવણી હોતી નથી. આથી જ આ ગુણસ્થાનને ક્ષીણમોહ કહેવામાં આવે છે. ક્ષીણ-ક્ષય પામ્યો છે મોહ જેમાં તે ક્ષીણમોહ, આ ગુણસ્થાનના અંતે બાકી રહેલા ત્રણ ઘાતી કર્મોને મારી નાખે છે.
(૧૩) સયોગી કેવલી– ઘાતી કર્મોનો સર્વથા ક્ષય થઈ ગયા બાદ તુરત કેવલજ્ઞાન પ્રગટે છે. આ અવસ્થા તેરમું ગુણસ્થાન છે. અર્થાત્ કેવલજ્ઞાન તેરમા ગુણસ્થાને હોય છે. કેવળજ્ઞાન એટલે ત્રણ કાળના સર્વ પદાર્થોના સર્વ પર્યાયોનું જ્ઞાન. કેવલજ્ઞાની જીવ પોતાનું આયુષ્ય પાંચ હસ્તાક્ષર પ્રમાણ બાકી રહે ત્યાં સુધી તેરમા ગુણસ્થાને રહે છે. આ ગુણસ્થાને ઉપદેશ, વિહાર આદિથી મન-વચન-કાયા એ ત્રણ યોગની પ્રવૃત્તિ ચાલુ હોવાથી તેનું સયોગી નામ છે. યોગથી સહિત તે સયોગી. કેવલજ્ઞાન હોવાથી કેવળી કહેવામાં આવે છે.
૧. અગિયારમા ગુણસ્થાનથી પતન કાળક્ષયથી એટલે કે ગુણસ્થાનનો કાળ પૂર્ણ થવાથી અને
ભવાયથી એટલે કે આયુષ્યનો ક્ષય થવાથી એમ બે રીતે થાય છે–(૧) જે કાળક્ષયથી પડે તો ક્રમશઃ પડીને સાતમા ગુણસ્થાને આવે છે, એટલે કે અગિયારમાથી દશમે, દશમાંથી નવમે, નવમાથી આઠમે અને આઠમાથી સાતમે આવે છે. પછી કહે-સાતમે ચડ-ઊતર કરે કે તેનાથી પણ નીચે ઉતરીને છેક પહેલા ગુણસ્થાને પણ આવે. વધારે નીચે ન આવે તો પણ છઠ્ઠા-સાતમા ગુણસ્થાને તો અવશ્ય આવે છે. (૨) હવે જે (ગુણસ્થાનનો કાળ પૂર્ણ થયા વિના પણ) ભવનયથી પડે તો દેવલોકમાં ઉત્પન્ન થવાથી અગિયારમાથી સીધો ચોથે આવે છે.