________________
૨૦.
ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે આવી માન્યતા આવ્યા વિના એક પણ ગુણ પ્રગટે નહિ. પણ આ વિષયમાં અનુભવ જુદો થાય છે. અનેક જીવોમાં જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે એવી માન્યતા ન હોવા છતાં શમ, દયા, દાન, ભવોગ, મોક્ષાભિલાષ વગેરે ગુણો દેખાય છે. આનું શું કારણ?
ઉત્તર– આ વિષયને સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારવાની જરૂર છે. શુદ્ધ માન્યતા વિના દેખાતા ગુણો એ વાસ્તવિક ગુણો જ નથી.
પ્રશ્ન- આનું શું કારણ ?
ઉત્તર– મોક્ષની પ્રાપ્તિ ગુણોનું ફળ છે. શુદ્ધ માન્યતા વિના શમ આદિ ગુણોથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. આથી જ પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે કહ્યું છે કે-“દાનાદિક કિરિયા ન દિયે સમકિત વિણ શિવશર્મ. જે વસ્તુનું જે ફળ હોય તે ફળ ન મળે તો તે વસ્તુ શા કામની? ઘડપણમાં સેવા થાય એ સંતાનપ્રાપ્તિનું ફળ છે એમ માનનાર પિતા જો છોકરો ઘડપણમાં પોતાની સેવા ન કરે તો આવો છોકરો શા કામનો ? એનાં કરતાં છોકરો ન હોત તો સારું એમ કહે છે. જાણે મારે છોકરો ન હતો એમ વિચારીને આશ્વાસન મેળવે છે. તેમ અહીં શુદ્ધ માન્યતા વિના દેખાતા ગુણો એ વાસ્તવિક ગુણો જ નથી. આથી જ સમ્યકત્વનાં પાંચ લક્ષણોના ઉત્પત્તિક્રમમાં પહેલું આસ્તિક્ય જણાવ્યું. પછી બીજા ગુણો જણાવ્યા. અર્થાત્ પહેલા આસ્તિક્ય ગુણ પ્રગટે, પછી ક્રમશઃ અનુકંપા, નિર્વેદ, સંવેગ અને શમ પ્રગટે એમ જણાવ્યું છે. આસ્તિક્ય એટલે જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સત્ય છે' એવી દઢ શ્રદ્ધા=માન્યતા.
પ્રશ્ન- શુદ્ધ માન્યતા વિના ગુણોથી મોક્ષપ્રાપ્તિ કેમ થતી નથી ?
ઉત્તર–શુદ્ધ માન્યતા વિના ગુણોના સ્વરૂપનું બરોબર જ્ઞાન થતું નથી, તથા એનો જે રીતે ઉપયોગ કરવો જોઈએ તે રીતે ઉપયોગ થતો નથી. કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતાં ન આવડે તો તેનાથી ફળ ન મળે. જેમ કે લક્ષ્મીથી લક્ષ્મી વધારી શકાય છે, થોડી લક્ષ્મીથી શ્રીમંત બની શકાય છે, પણ થોડી લક્ષ્મીનો ઉપયોગ કરતાં આવડે તો. જેને લક્ષ્મીનો વેપાર આદિમાં ઉપયોગ કરવાની આવડત ન હોય અને અનુભવીની સલાહ માનવી ન હોય તે લક્ષ્મી ૧. જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે આવી શુદ્ધ માન્યતા સમકિત સમ્યકત્વ છે.