________________
૧૭
માન્યતા અશુદ્ધ હોવાથી એક પણ ગુણ પ્રગટેલો ન હોવાથી મિથ્યાત્વદશાને ગુણસ્થાન કેમ કહેવાય?
ઉત્તર– મિથ્યાત્વદશામાં એક પણ વાસ્તવિક ગુણ પ્રગટેલો ન હોવા છતાં તેને બે અપેક્ષાથી ગુણસ્થાન કહેવામાં આવે છે. (૧) જીવની સૌથી નીચલી કક્ષા બતાવવાની અપેક્ષાથી. અશુદ્ધ માન્યતાવાળા સૌથી નીચલી કક્ષાએ રહેલા છે. પહેલું ગુણસ્થાન સૌથી નીચલી કક્ષા છે. (૨) જે જીવોમાં માન્યતાની અશુદ્ધિ=મિથ્યાત્વ) અતિ અલ્પ હોવાથી દયા, દાન, પરોપકાર, ભવોગ, મોક્ષાભિલાષ આદિ પ્રાથમિક કક્ષાના ગુણો રહેલા છે, તેવા જીવોની અપેક્ષાએ મિથ્યાત્વદશાને ગુણસ્થાન કહેવામાં આવે છે.
પ્રશ્ન- આ બે અપેક્ષાઓમાંથી કયા જીવોને કઈ અપેક્ષાએ પ્રથમ ગુણસ્થાન હોય ?
ઉત્તર– એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય અને ભવાભિનંદી' સંજ્ઞીપંચેન્દ્રિય જીવોને પહેલી અપેક્ષાએ પ્રથમ ગુણસ્થાન હોય છે. અપુનબંધક વગેરે જીવોને બીજી અપેક્ષાએ પ્રથમ ગુણસ્થાન હોય છે.
પ્રશ્ન- કેવી માન્યતાને શુદ્ધ કહેવાય ?
ઉત્તર- જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે આવી માન્યતા શુદ્ધ છે.
પ્રશ્નઆનું શું કારણ ?
ઉત્તર- જગતમાં સામાન્ય નિયમ છે કે જેને જે બાબતમાં જ્ઞાન ન હોય તે એ બાબતમાં જેને એ બાબતનું જ્ઞાન હોય અને વિશ્વાસપાત્ર હોય તેનું કહેલું માને છે તો જ સફળ બને છે. હિત-અહિતની બાબતમાં આપણે અજ્ઞાની છીએ. આથી આ વિષયમાં જે સંપૂર્ણ જ્ઞાતા હોય અને વિશ્વાસપાત્ર હોય એનું જ વચન સ્વીકારવું જોઇએ. જિનેશ્વર ભગવાન સર્વજ્ઞ હોવાથી આ વિષયમાં પૂર્ણ જ્ઞાન ધરાવે છે અને વીતરાગ હોવાથી વિશ્વાસપાત્ર છે. જિનેશ્વર ભગવાને જે કંઈ કહ્યું છે તે બધું જ આપણા હિત માટે જ કહ્યું છે, આથી જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે આવી માન્યતા શુદ્ધ છે.
૧. સંસારમાં રાચનારા. ૨. હવે પછી ક્યારે પણ આયુષ્ય સિવાય સાત કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ન કરનાર.