________________
હોય તો બાકીનાં કર્મોનું આવરણ પણ નિર્બળ હોય છે. મોહકર્મનું આવરણ દૂર થતાં બાકીનાં કર્મોનું આવરણ અવશ્ય દૂર થાય છે. આત્માનું સંસારમાં પરિભ્રમણ મોહકર્મથી થાય છે. મોહકર્મનું આવરણ જેમ જેમ ઘટે છે તેમ તેમ ઉત્થાન વિકાસ થાય છે. મોહના મુખ્ય બે ભેદ છે–(૧) દર્શનમોહ અને (૨) ચારિત્રમોહ. દર્શનમોહનું કાર્ય અશુદ્ધ' માન્યતા છે. ચારિત્રમોહનું કાર્ય અશુદ્ધ ( હિંસાદિ પાપવાળી) પ્રવૃત્તિ છે. જ્યાં સુધી જીવ શુદ્ધ માન્યતાવાળો ન બને ત્યાં સુધી વિકાસનો પ્રારંભ થતો નથી, અને જયાં સુધી શુદ્ધ પ્રવૃત્તિવાળો બનતો નથી ત્યાં સુધી વિકાસના પંથે આગળ વધી શકતો નથી. ગુણો પ્રગટવાથી વિકાસ થાય છે. માન્યતા શુદ્ધ ન બને ત્યાં સુધી એક પણ વાસ્તવિક ગુણ પ્રગટતો નથી. માન્યતા શુદ્ધ ત્યારે જ બને કે જ્યારે દર્શનમોહ મરે અથવા નિર્બળ બને. જેમનો દર્શનમોહ મર્યો નથી કે નબળો પણ પડ્યો નથી તેવા જીવોની માન્યતા અશુદ્ધ હોય છે. જેમની માન્યતા અશુદ્ધ હોય તેમની પ્રવૃત્તિ પણ અશુદ્ધ હોય છે. આવા જીવો મિથ્યાત્વ ગુણસ્થાને રહેલા છે. મિથ્યાત્વ એટલે અશુદ્ધ માન્યતા.
અશુદ્ધ માન્યતા ધરાવનારા જીવો બે પ્રકારના હોય છે–(૧) ક્યારે પણ દર્શનમોહ નિર્બળ બન્યો નથી તેવા. (૨) દર્શનમોહને નિર્બળ બનાવીને શુદ્ધ માન્યતા ધરાવનારા બન્યા પછી પતન પામીને પુનઃ અશુદ્ધ માન્યતા ધરાવનારા બનેલા.
પ્રશ્ન- જ્યાં સુધી માન્યતા શુદ્ધ ન બને ત્યાં સુધી કોઈ ગુણ પ્રગટતો નથી એમ અહીં કહેવામાં આવ્યું છે. હવે પ્રશ્ન થાય છે કે મિથ્યાત્વદશામાં ૧. મિથ્યાત્વ. ૨. અવિરતિ. ૩. શુદ્ધ માન્યતા આવે એ પહેલાં માર્ગનુસારીપણું, અપુનબંધકપણું, શુક્લપાક્ષિકપણું વગેરે
ગુણો આવે છે. એ ગુણો શુદ્ધ માન્યતાને પ્રગટાવવામાં સહાયક બને છે. આ દષ્ટિએ શુદ્ધ માન્યતા આવ્યા પહેલા પણ માગનુસારીપણું વગેરે ગુણોથી કંઇક આધ્યાત્મિક વિકાસ થાય છે. પણ તે અતિ અલ્પ હોય છે. એટલે મુખ્યતયા તો શુદ્ધ માન્યતા આવ્યા પછી જ આધ્યાત્મિક વિકાસનો પ્રારંભ થાય છે. ૪. દર્શનમોહનો ક્ષય, ઉપશમ કે કયોપશમ થાય. ૫. અહીં દર્શનમોહનીય (કે મિથ્યાત્વમોહનીય) કર્મનો ઉદય હોય છે.