________________
૧૪
શૈલીમાં તત્ત્વાર્થનું વિવેચન લખી આપવા વિનંતી કરેલ અને તેઓશ્રીને પણ આ વિષયનો રસ હોવાથી તેમજ ઉપર જણાવ્યા મુજબ તેઓશ્રી પાસે અમુક લખાણ તૈયાર હોવાથી કાર્યવાહકોની વિનંતીનો સ્વીકાર કરી પૂજ્યશ્રીએ સતત અથાગ પ્રયત્ન કરી ફરીથી તે નોટ તપાસી અનેક ગ્રંથોની સાક્ષીઓ આપવા પૂર્વક પુનઃ સરળ અને સુંદર ભાષામાં લખી પ્રેસ કોપી તૈયાર કરાવી છપાવવાની રજા આપેલ. તેથી આ પુસ્તક પ્રકાશનનો લાભ આ સંસ્થાને મળેલ છે. પ્રૂફ જોવાનું કામ પણ તેઓશ્રીએ તેમના ગુરુદેવ પરમ પૂજય (વર્તમાનમાં આચાય) શ્રી લલિતશેખર વિ.મ.ની સંપૂર્ણ સહાયથી કાળજી પૂર્વક કરી આપેલ છે. પ્રેસ કોપી તેમજ છપાયેલ ફર્માઓ પણ બરાબર સૂક્ષ્મતા પૂર્વક તપાસી તેમાં રહેલ સ્કૂલનાઓ પણ પૂજયશ્રીને જણાવી સુધારેલ છે, છતાં છબસ્થતા અગર પ્રેસદોષાદિના કારણે અલનાઓ રહેલી જણાય તો સંસ્થાને તથા લેખકશ્રીને જણાવવા સુજ્ઞ મહાશયોને મારી વિનંતી છે.
આ પુસ્તકના પ્રકાશન દ્વારા આ ગ્રંથના મધ્યમ ક્ષયોપશમવાળા અભ્યાસકોને ઘણી જ સુગમતા અને સરળતા રહેશે એમ મારું માનવું છે.
વિવેચનકારશ્રીના વિદ્વત્તાદિ ગુણો વિષે અહીં લખવાની ઇચ્છા હોવા છતાં તેઓશ્રીએ મને પ્રસ્તાવના લખવાનું જણાવતાં પહેલાં જ તેમાં મારા ઉત્કર્ષની વાત ન જ આવવી જોઈએ એમ જણાવેલ હોવાથી તેઓશ્રીની આજ્ઞાનું પાલન કરવા તે વિષે કશું લખતો નથી.
- શ્રી પુખરાજ અમીચંદજી કોઠારી શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા અને
શ્રી જૈન શ્રેયસ્કર મંડળઃ મહેસાણા (ઉ.ગુ.) વીર સંવત-૨૫૦૨ વિક્રમ સંવત-૨૦૭૨ ના માગસર વદ-૧૦ શનિવાર, તા. ૨૭-૧૨-૧૯૭૫