________________
૧૩
થયેલ. ત્યારબાદ તેઓશ્રીને તેમ જ મને તત્ત્વજ્ઞાનનો શોખ હોવાથી અવારનવાર પ્રસંગોપાત્ત પત્ર વ્યવહાર ચાલુ રહેવાથી વિશેષ ગાઢ પરિચય થયો. વિ.સં.-૨૦૨૩ના અમદાવાદ શાંતિનગરના ચોમાસા દરમિયાન તેઓશ્રીએ પોતાના દ્રવ્યાનુયોગના વિષયને વિશેષ રીતે દઢ કરવા તેમજ પદ્રવ્યાદિકના જિજ્ઞાસુ વિદ્યાર્થીઓને સરળતાથી સારી રીતે સમજાવી શકાય તે માટે શ્રીતત્ત્વાર્થસૂત્ર ઉપર એક નોટ તૈયાર કરેલ અને પછી તો સુરત જિલ્લામાં તેઓશ્રીના પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં બે સ્થળે યોજાયેલ શિક્ષાયતનમાં (ગ્રીષ્મકાલીન ધાર્મિક શિબિરમાં) વિદ્યાર્થીઓને તે વિષય સમજાવેલ. પછી ૨૦૨૬માં મુંબઈ દાદરના ચાતુર્માસ દરમ્યાન તેઓશ્રીએ સવારના તત્ત્વજ્ઞાનના વર્ગમાં આરાધના ભવનના આરાધકોની આગ્રહભરી વિનંતીથી તત્ત્વાર્થસૂત્ર રાખેલ.
અનુપયોગ આદિથી કોઈ સ્થળે અશુદ્ધ પદાર્થ લખાઈ ગયો હોય અને એથી જિજ્ઞાસુઓને અશુદ્ધ સમજાવી દેવાય એ સુસંભવિત છે. આમ બને તો મહા દોષ લાગે. આવા આશયથી તત્ત્વાર્થની નોટ તપાસવા મને મોકલેલ. મેં તે નોટને ભાઈશ્રી રતિલાલ પાસે વંચાવી. તેમાં રહેલ કેટલીક સ્કૂલનાઓ તેઓશ્રીને જણાવેલ.
આ બાજુ તત્ત્વાર્થાધિગમ સૂત્રનું અત્યંત મહત્ત્વ હોવાથી જૈન શ્વેતાંબર સંપ્રદાયમાં ઘણાં વર્ષોથી તેનું પઠનપાઠન તો ચાલુ જ હતું. વિશિષ્ટ ક્ષયોપશમવાળા સાધકો ટીકાઓ વગેરેથી તેનું જ્ઞાન કરી શકતા હતા. પરંતુ મધ્યમ ક્ષયોપશમવાળા સાધકોને માટે તત્ત્વાર્થ સૂત્ર ઉપર લખાયેલ વિવેચનનાં કોઈ પુસ્તકો છપાયેલાં ન હોવાથી અને જે છપાયેલા હતાં તે પણ ઉપલબ્ધ થતાં ન હોવાથી મધ્યમ કક્ષાવાળા દરેક તત્ત્વ જિજ્ઞાસુઓ આ સૂત્રના અભ્યાસ દ્વારા પદ્રવ્યાદિકનું સ્વરૂપ સારી રીતે સમજી આત્મતત્ત્વને સમજી શકે તે માટે તત્ત્વાર્થસૂત્રના અર્થના પુસ્તકની સંસ્થાને પ્રકાશન કરવાની આવશ્યકતા જણાઈ. પરંતુ સંસ્થામાં તે દરમિયાન લખીને તૈયાર કરી શકે તેવા વિદ્વાનો ન હોવાથી તેમ જ જે હતા તેઓને પણ સમયનો અભાવ હોવાથી પ્રસંગોપાત્ત મેં સંસ્થાના કાર્યવાહકોને પૂજ્યશ્રીની તત્ત્વાર્થની નોટ સંબંધી વિગત જણાવેલ અને તેથી અમારી સંસ્થાના કાર્યવાહકોએ પૂજ્યશ્રીને વ્યવસ્થિત રીતે સુંદર