________________ દેવ-ગુરુ અને ધર્મ આ ઉપાસ્યત્રય બનવા માટે કરાતી ઉપાસનાનો સાચો રાજમાર્ગ એટલે જ ભાષ્યત્રય... * ચૈત્યવંદન ભાષ્ય * ત્રણે ભાષ્યના કર્તા આચાર્યશ્રી દેવેન્દ્રસૂરિજી ચૈત્યવંદન ભાષ્યના પ્રારંભમાં જ જણાવે છે કે “ઘણી ટીકાઓ ભાષ્યો અને ચૂર્ણિઓ અને આગમો અનુસારે હું ચૈત્યવંદન વગેરેના વિષયમાં સમ્યક વિચાર પ્રસ્તુત કરું છું’ બાળજીવો પર એમનો કેવો ઉપકાર ! ગાગરમાં સાગર ઠાલવી. દેવાની એમની કેવી કુશળતા ! 24 દ્વાર અને 2074 બોલ દ્વારા માત્રા 63 ગાથાના આ ચૈત્યવંદન ભાષ્યમાં એમણે જે જ્ઞાનનો રસથાળ પીરસ્યો છે, એ દરેક આરાધકને અનિવાર્યપણે પ્રતિદિન ઉપયોગી છે. નિસિહી ત્રિક, પ્રદક્ષિણા ત્રિક વગેરે દશકિક, પાંચ અભિગમ, બે દિશાઓ, ત્રણ પ્રકારના અવગ્રહ, ત્રણ વંદના, પ્રણિપાત, નમસ્કાર, અક્ષર, પદ, સંપદા, પાંચ દંકો, બાર અધિકારો, ચાર વંદનીય, સ્મરણીય, ચાર નિક્ષેપે પરમાત્મા, ચાર સ્તુતીઓ, આઠ નિમિત્તો, બાર હેતુઓ, સોળ આગારો, ઓગણીસ દોષો, કાઉસ્સગ્નનું પ્રમાણ, સ્તવન, સાત વેળા ચૈત્યવંદન અને દશ આશાતના ત્યાગ... આ રસથાળ જેણે ચાખ્યો નથી એણે વાસ્તવમાં શુદ્ધ પ્રભુદર્શન પણ કર્યા નથી. શાસ્ત્રો કદાચ ન ભણી શકીએ, પણ એ શાસ્ત્રોનું વલોણું કરીને એ નવનીતા જ્યારે સુગમ શૈલીએ પ્રસ્તુત થઈ રહ્યું છે ત્યારે આપણે તેનાથી વંચિત તો નહીં રહીએ ને ?.... * ગુરુવંદન ભાણ * ઉપદેશમાળામાં કહ્યું છે :अभिगमणवंदणनमंसणेण पडिपुच्छणेण साहूणं / चिरसंचियं पि कम्मं खणेण विरलत्तणं उवेइ / / ‘મહાત્માઓ પ્રત્યે વિનયથી સન્મુખ ગમન-વંદન-નમસ્કાર કરવાથી તથા સુખશાતાદિની પૃચ્છા કરવાથી ચિરકાળના સંચિત કર્મ પણ ક્ષણવારમાં. નાશ પામે છે' અનેક ભવોના પાપો એકાદ વંદનથી ભસ્મીભૂત થઈ જાય. એ વંદન કેવું હશે ! આપણે જે ગુરુવંદન કરીએ છીએ અને તેની કક્ષામાં મૂકી શકાય ? ગુરુવંદન ભાષ્યના અભ્યાસ વિના આ પ્રશ્નનો જવાબ જડે તેમ નથી. ત્રણ પ્રકારના વંદન, વંદનીય, વંદનકર્તા, વંદનનો અવસર, વંદન કેટલીવાર, કેટલા નમનવાળું, કેટલા શીર્ષનમસ્કારવાળું, કેટલા આવશ્યકોથી વિશુદ્ધ, કેટલા દોષ વિનાનું કરાય, શા માટે કરાયા એની અહિ વિશદ સમજૂતી આપી છે. દ્રવ્ય અને ભાવ વંદનના દ્રષ્ટાંતો મનનીય છે. ગ્રંથકારનું સ્પષ્ટ વિધાન છે કે જે આ વિધિ વિના વંદન કરે છે, તે વાસ્તવિક ઉચ્ચ નિર્જરાનો ભાગી થઈ શકતો નથી. અને જે વિધિ સહિત વંદન કરે છે, તે અનેક ભવોના અનંત કર્મોનો ક્ષય કરે છે. * પચ્ચકખાણ ભાષ્ય . હજારોવર્ષો સુધી આહાર ન લેવા છતાં ય દેવોને તેનું નથી મળતું. કારણ ? એક નવકારસીના પચ્ચકખાણનું પણ તેમનું સૌભાગ્ય નથી. આપણે કેવા ભાગ્યશાળી ! 100 વર્ષના નરકના આઉખા તોડી નાંખે એવું એક નવકારસીનું પચ્ચખાણ... છે ને સસ્તામાં સિદ્ધપુરની યાત્રા ! પણ હા, શરત એટલી કે એ પચ્ચકખાણ આપણી મનમાનીથી નહી, પ્રભુની આજ્ઞા અનુસાર હોવું જોઈએ. દશ પ્રકારના પચ્ચકખાણ, ચાર પ્રકારની વિધિ, ચાર આહાર, બાવીશ આગાર, દશ વિગઈ, ત્રીશ નીવિયાતા, બે પ્રકારના ભાંગા, છ પ્રકારની વિશુદ્ધિની સુંદર માહિતી આપવા સાથે અંતે પચ્ચકખાણનું ઐહિક અને પારલૌકિક ળ બતાવતા દષ્ટાંતો પચ્ચકખાણ ભાષ્યમાં. આપ્યા છે. ગ્રંથનો ઉપસંહાર કરતા કહ્યું છે કે આ પચ્ચકખાણનો શ્રીજિનેશ્વર ભગવંતોએ ઉપદેશ કર્યો છે. અને ભાવપૂર્વક આની આરાધના કરીને આજ સુધીમાં અનંત જીવો અવ્યાબાધ શાશ્વત સુખોને પામ્યા છે. આ ત્રણે ભાષ્યોમાં બતાવેલી વિધિનું પાલન આજના કાળમાં પણ લગભગ દરેક માટે શક્ય છે. પરમાત્માની આજ્ઞાના પાલનના અભૂત આનંદની અનુભૂતિ સાથે આલોક-પરલોકના મીઠાં ફળો મેળવી અધ્યેતા (8)