________________
આ શબ્દોના ઉચ્ચારપૂર્વક ગુરુના ચરણ ઉપર અને પોતાના મસ્તક
ઉપર હાથ સ્થાપવા-સ્પર્શવા રૂપ જે કાય-વ્યાપાર વિશેષ તે આવર્ત્ત. બે વાંણામાં ૧૨ આવર્ત થાય.
(૫) શીર્ષ ૪ : ‘ખામિ ખમાસમણો દેર્વાસ વઈક્કમ' એ પઠો ઉચ્ચારતા શિષ્યનું પહેલુ શીર્ષનમન. ‘અહર્માવે ખાર્મામ તુમં’ બોલતા ગુરુનું કિંચિત્ શીર્ષનમન તે બીજું શીર્ષનમન. બે વાંણામાં ૪ વાર શીર્ષનમન થાય. અથવા કેટલાક એમ કહે છે કે ‘સંફાસ’ અને ‘ખાર્મામ ખમાસમણો દેર્વાસનું વઈક્કમ' ઉચારતી વખતે બે વાર શિષ્યના જ બે શીર્ષનમન. બે વાંદણામાં ૪ વાર થાય.
(૬) ગુપ્ત ૩ : મનની એકાગ્રતા તે મનોપ્ત, શુદ્ધ અને અસ્ખલિત ઉચ્ચારપૂર્વક સૂત્રો બોલવા તે વચનÍપ્ત અને કાયા વડે સમ્યગ્ પ્રકારે આવર્ત વગેરે કરે પણ વિરાધે નહી તે કાયપ્ત. વંદન કરતી વખતે આ ત્રણે ગુપ્તિ રાખવી.
(૭) નિષ્ક્રમણ ૧ : પહેલા વાંદણામાં ‘આર્વાસયાએ' બોલીને અવગ્રહની બહાર નિકળવુ તે. બીજા વાંદણામાં અવગ્રહની બહાર નિકળવાનું હોતુ નથી. બીજા વાંદણા પછી અવગ્રહની બહાર નિકળવાનું હોય છે પણ તે વાંદણાની અંતર્ગત ગણાતુ નથી.
દ્વાદશાવર્ત વંઠામાં આ ૨૫ આવશ્યકોનું અવશ્ય પાલન કરવુ. આ ૨૫ માંથી કોઈ પણ સ્થાનની વિરાધના કરનારો, ગુરુવંદન કરવા છતા ગુરુવંદાથી થતી નિર્જરાનો ભાગી થતો નથી.
મન, વચન, કાયાના ઉપયોગવાળો થઈ આવશ્યકોમાં અહીંનાતિરિક્ત રીતે જેમ જેમ પ્રયત્ન કરે છે તેમ તેમ તેને વધુને વધુ નિર્જરા થાય છે. ૧. પહેલા ત્રણ આવર્ત્ત- અહો, કાર્ય, કાય એમ બે-બે અક્ષરના છે. તેમાં પહેલો અક્ષર ઉચ્ચારતા બે હથેલી ઉંધી કરી ગુરુના ચરણે લગાડવી અને બીજો અક્ષર ઉચ્ચારતા બે હથેલી સીધી કરી પોતાના કપાળે લગાડવી.
બીજા ત્રણ આવર્ત- જત્તા ભે, જર્વાણ, જાં ય બે એમ ત્રણ-ત્રણ અક્ષરના છે. તેમાં પહેલા અને ત્રીજા અક્ષરના ઉચ્ચાર વખતે ઉપર પ્રમાણે કરવુ અને મધ્ય અક્ષરના ઉચ્ચાર વખતે સીધી કરેલી હથેલીને ગુરુચરણથી પોતાના કપાળ તરફ લઈ જતા વચમાં સહેજ અટકાવવી.
૪૫
દ્વાર ૧૧મુ - મુહર્પાત્ત પડિલેહણા ૨૫
દ્વાદશાવર્ત વંદન કરનારે ખમાસમણ દઈ ગુરુની આજ્ઞા માગી ઉત્કટિકાસને બેસી મુહત્તિનું પડિલેહણ કરવુ. તે આ પ્રમાણે
(૧) ષ્ટિ પડિલેહણા :- મુહર્પાત્તના પડ ઉખેડીને ષ્ટિ સન્મુખ તીરર્દી વિસ્તારીને પહેલુ પાસુ બરાબર તપાસવુ. ત્યારબાદ પાસુ બદલી બીજુ પાસુ તપાસવુ. આ વખતે પહેલુ પાણુ તપાસતા ‘સૂત્ર' અને બીજુ પાસુ તપાસતા ‘અર્થ, તત્ત્વ કરી સહું' એમ ચિંતવવું.૧
(૨) ઊર્ધ્વ પપ્કોડા ૬ :- ષ્ટિ પડિલેહણ કરી મહત્તિનો ડાબા હાથ તરફનો ભાગ 3 વાર ખંખેરવો, તે ત્રણ વખતે ‘સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય પરિહ' એ ૩ બોલ ચિંતવવા. પછી મુહર્પીત્ત નું પાસુ બદલી જમણા હાથ તરફનો ભાગ ૩ વાર ખંખેરવો. તે ત્રણ વખતે ‘કામરાગ, સ્નેહરાગ, ષ્ટિરાગ રિહં’ એ 3 બોલ ચિંતવવા. આ ૬ પુરિમ પણ કહેવાય છે.
(૩) અક્બોડા અને પદ્મોડા ૧૮ :- પુરિમ થઈ ગયા બાદ મુહત્તનો
મધ્ય ભાગ ડાબા હાથ ઉપર નાખીને ઘડીવાળો મધ્યભાગનો છેડો જમણા હાથે એવી રીતે ખેંચી લેવો કે જેથી બરોબર બે પડની ઘડી વળી જાય. ત્યારબાદ તરત તેના ત્રણ વછૂટક કરીને જમણા હાથની જ આંગળીઓના ત્રણ આંતરામાં ભરાવી ડાબા હાથની હથેળી પર અડે નહીં તે રીતે ત્રણ વાર ખંખેરવાપૂર્વક કાંડા સુધી લઈ જવી તે ત્રણ અખ઼ોડા થયા. ત્યારબાદ નીચે ઉતારતી વખતે હથેળીને મુહત્ત સ્પર્શ કરે એ રીતે ત્રણ ઘસરકા ડાબી હથેળીને કરવા તે ત્રણ પદ્મોડા (પ્રમાર્જના). આ એક્વાર થયુ. એવુ ત્રણ વાર કરવુ. એટલે ૯ અખ઼ોડા અને ૯ પદ્મોડા (પ્રમાર્જના) થાય. એમ કુલ ૧૮ થાય. અક્બોડા
-
१. मुखकायप्रतिलेखनासु मनसः स्थिरीकरणार्थमेवं विचिन्तयेत् । धर्मसंग्रहवृत्ति । ૨. આ ૬ ઊર્ધ્વ પપ્કોડા પ્રવચનસારોદ્વારમાં કહા મુજબ અહીં જણાવ્યા છે. હાલમાં આવી વિથી પ્રચલિત છે ષ્ટિ ડિલેહણા પછી પાછુ મૂળ બાજુએ જોવું. ડાબી બાજુના છેડાને ત્રણ વાર ખંખેરવો પછી જમણી બાજુના છેડાને ત્રણ વાર ખંખેરવો. આ છ ઊર્ધ્વ પ્રસ્ફોટ કહેવાય છે. 3. પાટલી
૪
-