________________
ત્રણ વાર અંજલી ભમાવવાપૂર્વક ત્રણ વાર માથુ નમાવવું તે પણ
બીજી રીતે ત્રણ પ્રકારનાં પ્રણામ છે. (૪) પૂજત્રક :૧. અંગપૂજા :- ભગવાનના અંગ ઉપર જે પૂજા થાય છે. આમાં
વાસક્ષેપપૂજા, જલપૂજા, કેસર-ચંદન પૂજા, કૂલપૂજા, અંગરચના
વગેરેનો સમાવેશ થાય. ૨. અગ્રપૂજા :- ભગવાનની સમક્ષ થોડે છેટે ઉભા રહીને જે પૂજા થાય
છે. આમાં ધૂપપુજા, દીપ પૂજા, અક્ષતપૂજા, નૈવેધપૂજા, કુલપૂજા,
ગીત, નૃત્ય, વાજીંત્ર, આરતી, મંગળદીવો વગેરેનો સમાવેશ થાય છે. 3. ભાવપૂજા – ભગવાનની સ્તુતિ કરવી, ચૈત્યવંદન કરવું, ગુણોત્કીર્તન
કરવુ વગેરે. અથવા બીજી રીતે પૂજાત્રક - પંચોપચાર પૂજા :- વાસક્ષેપ, ચંદનાદે ગંધ, પુષ્પાદિ, ધૂપ અને દીપ વડે, અથવા ગંધ, પુષ્પાદે, ધૂપ, દીપ અને અક્ષત વડે પાંચ
પ્રકારની પૂજા કરાય છે. ૨. અષ્ટોપથારી પૂજા - જળ, ચંદનાઠે ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત,
નૈવેધ, ફળ વડે આઠ પ્રકારની પૂજા કરાય છે. 3. સર્વોપચારી પૂજા - પૂજા યોગ્ય સર્વ પ્રકારના ઉત્તમ દ્રવ્યોથી પૂજા
કરવી તે. (૫) અવસ્થાત્રક :- ભગવાનની ત્રણ અવસ્થાનું ચિંતન કરવું તે. ૧. પિંગસ્થ અવસ્થા :- ભગવાનની છાસ્થ અવસ્થા.
ભગવા1નો ભષેક અને પૂજા કરનારાઓ વડે આ અવસ્થા ભાવવી. ૨. પઠસ્થ અવસ્થા :- ભગવાનની કેવળી અવસ્થા.
ભગવાનના આઠ પ્રાતિહાર્યો વડે આ અવસ્થા ભાવવ. રૂપાતીત અવસ્થા :- ભગવાનની સિદ્ધાવસ્થા. ભગવાનના પરકાસન અને કાઉસ્સગ મુઢા વડે આ કાવસ્થા ભાવવી.
(૩)
(૬) દેશનિરીક્ષણત્યાગંત્રક :- ચૈત્યવંદન કરતી વખતે દષ્ટ ભગવાન
સામે જ રાખવી, તે સિવાયની ઉપર, નીચે અને બાજુની-એ ત્રણ દિશાઓમાં અથવા પોતાની પાછળ, જમણે અને ડાબે - એ ત્રણ દિશાઓમાં જોવું નહે. આનાથી ભગવાનનું બહુમાન થાય અને ચૈત્યવંદનમાં એકાગ્રતા રહે. બીજી દિશાઓમાં જોવાથી અનારનું પાપ
લાગે. (૭) પ્રમાર્જનાત્રક :- ચૈત્યવંદન કરતા પૂર્વે સાધુએ ઓધાથી અને શ્રાવકે
ખેસના છેડાથી ભૂમિને ત્રણ વાર પૂંજવી. (૮) આલંબનત્રક :૧. મૂત્રાલંબન :- ચૈત્યવંદનના સૂત્રો વધુ-ઓછા અક્ષરો વિના,
તસ્પષ્ટ અને સંપદાઓના છેદપૂર્વક બોલવા. ૨. અર્થાલંબન :- સૂત્ર બોલતી વખતે અર્થનો ઉપયોગ રાખવો. 3. પ્રતમાઠ આલંબન :- ચૈત્યવંદન કરતી વખતે ભગવાનની પ્રતિમા
સામે દષ્ટિ રાખી તેમાં અથવા ભાવજનેશ્વર વગેરેમાં ઉપયોગ રાખવો. (૯) મુઢાત્રક :૧. યોગમુદ્રા :- અન્યોન્ય આંગળીના આંતરામાં આંગળીઓ ભરાવી
કમળના કોશના આકારે બે હાથ જોડી કોણી પેટ પર સ્થાપવી તે. ચૈત્યવંદન, નમુત્થણ અને સ્તવન વખતે આ મુઢા રાખવી. મુકતાથુકતમુદ્રા - મોતીની છીપની જેમ બે હાથની આંગળીઓના ટેરવા જોડવા, હાથ વચ્ચેથી પોલા રાખવા, કપાળે અડાડવા. કેટલાક આચાર્યો કહે છે કે કપાળે અડાડવા નહ, પણ કપાળની સન્મુખ રાખવા. પ્રણિધાન સૂત્રો - જાવંત ચેઈઆઈ, જાવંત કેવી સાહુ અને
જયવીયરાય (આભવમખંsi સુધી) વખતે આ મુદ્રા કરવી. 3. જિનમુદ્રા :- ઉભા બે પગ વચ્ચે આગળથી ચાર આંગળ અને
પાછળથી કંઈક ઓછું અંતર રાખવું તે.