________________
૫૮
૫ ચારિત્ર (૧૨) ધર્મભાવના :- ધર્મથી જ આ સંસારમાં સુખ મળે છે. સૂર્ય, ચન્દ્ર વગેરે પણ ધર્મના પ્રભાવથી જ પ્રકારે છે. અનંત અલોકમાં પણ ચૌદ રાજલોક ધર્મના પ્રભાવથી અદ્ધર ટકી રહ્યો છે, એમ ચિંતવવુંમાનવું તે.
ચારિત્ર - ૫ (૧) સામાયિક :- સમ = જ્ઞાન, દર્શન, ચારિત્ર. આય = લાભ.
જેનાથી જ્ઞાન-દર્શન-ચારિત્રનો લાભ થાય તે સામાયિક. સર્વ સાવદ્ય યોગોનો ત્યાગ આ સામાયિકમાં છે. શ્રાવકને બે ઘડીનું સામાયિક, પૌષધ તથા પહેલા અને છેલ્લા ભગવાનના સાધુને નાની દીક્ષાથી વડી દીક્ષા સુધીનું ચારિત્ર ઈવરકથિક સામાયિક ચારિત્ર” કહેવાય અને બાવીશ ભગવાનના સાધુઓને દીક્ષાથી જીંદગીના અંત સુધીનું કાવત્રુથિક સામાયિક ચારિત્ર' કહેવાય છે.
(૨) છેદોપસ્થાપનીય ચારિત્ર - પૂર્વ ચારિત્ર પર્યાયનો છેદ કરી ફરીથી મહાવ્રતોનું આરોપણ જેમાં કરવામાં આવે છે તે છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવાય.
(૧) નાની દીક્ષાવાળાને વડી દીક્ષા અપાય ત્યારથી, અર્થાત્ પહેલા અને છેલ્લા ભગવાનના સાધુને વડી દીક્ષાથી આ ચારિત્ર હોય.
(૨) પાર્શ્વનાથ ભગવાનના સાધુઓ ચાર મહાવ્રતવાળું શાસન છોડી, પાંચ મહાવ્રતવાળા મહાવીર ભગવાનના શાસનને સ્વીકારે ત્યારે તેમને આ ચારિત્ર હોય છે.
(૩) મુનિને મૂળગુણનો ઘાત થતા પ્રાયશ્ચિત રૂપે પૂર્વ પર્યાયનો છેદ કરી ફરી વ્રત આરોપણ કરાય ત્યારે.
(૩) પરિહારવિશુદ્ધિ - તપ વિશેષ, તેનાથી વિશુદ્ધિ જે ચારિત્રમાં હોય તે પરિહાર વિશુદ્ધિ. એમાં એક સાથે નવનો સમુદાય હોય.