________________
૫૧
૨૫ ક્રિયા
(૮) માયાપ્રત્યચિકી -અંદરનો ભાવ છુપાવી બહાર બીજું બતાવવું અથવા જૂઠા સાક્ષી-લેખ કરવા. (૯) મિચ્ચાદર્શનપ્રત્યચિકી - મિથ્યાત્વને કારણે થતી ક્રિયા. (૧૦) અપ્રત્યાખ્યાનિકી - પચ્ચખાણના અભાવે થતી ક્રિયા. (૧૧) દૃષ્ટિકી - જીવ કે અજીવને રાગથી જોવા. (૧૨) સ્પષ્ટિકી :- જીવ કે અજીવને રાગથી સ્પર્શ કરવો.
(૧૩) પ્રાહિત્યકી - બીજાના હાથી, ઘોડા જોઈને રાગ-દ્વેષ થાય અથવા બીજાના આભૂષણો, ઘરેણાં જોઈ રાગ દ્વેષ થાય.
(૧૪) સામંતોપનિપાતિકી પોતાના હાથી, ઘોડા, રથ, આભૂષણો, વગેરે જોઈને બીજા પ્રશંસા કરે કે નિંદા કરે તો રાગ-દ્વેષ થાય, અથવા નાટક સિનેમા-તમાશા-ખેલ વગેરે દેખાડવા, ઘી-તેલ વગેરેના ભજન ઉઘાડા મુકવા.
(૧૫) નૈસૃષ્ટિકી - બીજા પાસે શસ્ત્ર વગેરે ઘડાવવા અથવા યંત્રાદિથી કુવા-સરોવર વગેરે ખાલી કરાવવા અથવા યોગ્ય શિષ્યને કાઢી મુકવો અથવા શુદ્ધ આહાર-પાણી વિના કારણે પરઠવે.
(૧) સ્વહસ્તિકી :- પોતાના હાથે જીવ કે અજીવનો વધ કરે.
(૧૦) આજ્ઞાપનિકી - કોઈની પાસે આજ્ઞા દ્વારા સાવદ્ય કામ કરાવવું.
(૧૮) વૈદારણિકી - જીવ કે અજીવને ફાડી નાખવા અથવા ઠગાઈ કરવી.
(૧૯) અનાભોગિકી :- ઉપયોગ વિના કાંઈપણ લેવું-મુકવું.
(૨૦) અનવકાંક્ષા પ્રત્યચિકી - સ્વપર હિતને અવગણીને આલોક કે પરલોક વિરુદ્ધ આચરણ, ચોરી, પરદા રાગમન વગેરે કરવું.