SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવતત્ત્વ . (૫) આશ્રવ તત્ત્વ) આશ્રવ - જેનાથી આત્મામાં કર્મ આવે તે. આશ્રવ-૪૨ ઈન્દ્રિય - ૫-પાંચ ઈન્દ્રિયનું પરવશપણું, ઈન્દ્રિયના અનુકૂળ વિષયમાં રાગ અને પ્રતિકૂળ વિષયોમાં દ્વેષ થાય તે. કષાય - ૪-ક્રોધ-માન-માયા-લોભ. અત - ૫ - પ્રાણાતિપાત - હિંસા મૃષાવાદ - અસત્ય અદત્તાદાન - ચોરી મૈથુન - અબ્રહ્મ પરિગ્રહ - ધન-ધાન્ય વગેરે ઉપર મૂચ્છ યોગ - ૩-મન-વચન-કાયાની પ્રવૃત્તિ. ક્રિયા-૨૫ (૧) કાચિકી - કાયાને જયણા વિના પ્રવર્તાવવી તે. દા.ત. જોયા વિના ચાલે, દોડે, કુદે, પુંજ્યા વગર પડખું ફેરવે છે. (૨) અધિકરણિકી :-નવા શસ્ત્રો બનાવવા, અથવા જૂના શસ્ત્રોને પરસ્પર જોડવા. (૩) પ્રાàપિકી - જીવ કે અજીવ ઉપર દ્વેષ કરવો. (૪) પારિતાપનિકી :- પોતાને કે બીજાને પીડા ઉપજાવવી. (૫) પ્રાણાતિપાતિકી :- પોતાનો કે બીજાનો વધ કરવો. (૬) આરંભિકી :- જેમાં જીવ કે અજીવનો આરંભ થાય. (૯) પારિગ્રહિકી :- જેમાં ધન્ય-ધાન્ય આદિનો સંગ્રહ અને મમત્વ થાય.
SR No.008981
Book TitlePadartha Prakasha Part 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2009
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy