________________
અજીવના ભેદ
૪૫ ધમસ્તિકાય - ચૌદ રાજલોક વ્યાપી દ્રવ્ય છે. જીવ અને પુગલને ગતિમાં સહાયક છે.
અધમસ્તિકાય :- ચૌદ રાજલોક વ્યાપી દ્રવ્ય છે. જીવ અને પુદ્ગલને સ્થિર રહેવામાં સહાયક છે.
આકાશાસ્તિકાય :- જીવ અને પુદ્ગલને અવકાશ આપે છે. કાળ - જુનાને નવું કરે, નવાને જુનું કરે. પુદ્ગલાસ્તિકાય - જેનામાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય તે પુગલ કહેવાય.
સ્કંધ :- આખું દ્રવ્ય. દેશ - સ્કંધનો અમુક ભાગ. પ્રદેશ :- સ્કંધનો ઝીણામાં ઝીણો અંશ, જેના એકથી બે વિભાગ ન
થાય તે.
પરમાણુ -પુદ્ગલના સ્કંધમાંથી છુટો પડેલો પ્રદેશ તે.
ધર્માસ્તિકાય આદિમાંથી પ્રદેશ છૂટો પડી શકતો નથી, તેથી તેનો પરમાણુ નામનો ચોથો ભેદ નથી; પુદ્ગલાસ્તિકાયમાંથી પ્રદેશ છૂટો પડી શકે છે. તેથી તેનો પરમાણુ નામનો ભેદ છે.
શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, તડકો વગેરે બધા પુગલના પરિણામો છે.
અસ્તિ = પ્રદેશ; કાય = સમૂહ; કાળમાં પ્રદેશોનો સમૂહ નથી, તેથી કાળાસ્તિકાય કહેવાય નહિ.
કાળ વર્તમાન સમય રૂપ છે, ભૂતકાળ નાશ પામ્યો છે, ભવિષ્યકાળ હજુ ઉત્પન્ન થયો નથી. માટે કાળ વર્તમાન સમય રૂપ છે.