________________
જીવસિદ્ધિના હેતુઓ
૪૩ જવાબ :- જીવ પંચભૂત રૂપ પુદ્ગલ દ્રવ્યથી જુદો સ્વતંત્ર દ્રવ્ય રૂપ છે. કેમકે પુગલના અને જીવના બન્નેના ગુણ જુદા છે. પાણી અને પરપોટો બન્નેના શીતળતા વગેરે ગુણો સરખા છે. તેથી પરપોટાને પાણીનું પરિણામ મનાય છે. જીવના ગુણ જ્ઞાન, સુખ-દુઃખ, સમતા વગેરે છે. પુદ્ગલના ગુણ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે છે.
( જીવ-સિદ્ધિના કેટલાક હેતુઓ ) (૧) જ્ઞાન, ઈચ્છા, સુખ-દુઃખ, વગેરેનો આધાર જીવ છે. (૨) મકાન રચનાર મિસ્ત્રી છે, તેમ શરીરને રચનાર જીવ છે. (૩) અનાજમાંથી રસ, રુધિર, કેશ, નખ, હાડકાં વગેરે બનાવનાર
જીવ છે. (૪) શરીર કારખાનું છે. મગજ ઓફીસ છે. ત્યાંથી સંદેશો બધે જાય
છે. ગળામાં વાજીંત્ર છે. હૃદય મશીન છે. પેટ કોઠાર છે. તેની નીચે પાયખાનું છે. તેની નીચે બે થાંભલા છે. આનું સંચાલન કરનાર મેનેજર તે જીવ. જીવ છે કે નહિ તેની મડદામાં માણસને શંકા પડે છે. અથવા નાસ્તિકને પણ જીવની શંકા છે. તેથી જીવની સિદ્ધિ થાય છે. કેમકે જે વસ્તુ જગતમાં વિદ્યમાન હોય તેની શંકા પડે છે. ટર્ની શંકા પડતી નથી.
જીવના ભેદ જીવવિચારમાં જીવના પ૬૩ ભેદ વિસ્તારથી બતાવેલ છે. અહીં સંક્ષેપમાં કુલ ૧૪ ભેદ બતાવાય છે. પરંતુ આ ચૌદ ભેદમાં પ૬૩ ભેદનો સમાવેશ થઈ જાય છે.