________________
૪૨
૭. બંધ ઃ જીવ સરોવરમાં કર્મ કચરાની થયેલી એકમેકતા.
૮. નિર્જરા : કર્મ કચરાને બાળનારુ યંત્ર.
:
૯. મોક્ષ
જીવતત્ત્વ
: સર્વ કર્મ નાશ પામી ગયાથી તદ્દન નિર્મળ બનેલું જીવ સરોવર.
(૧) જીવ તત્ત્વ
જીવ – જેનામાં ચેતના હોય તે જીવ. જ્ઞાનાદિ ગુણોનો આધાર જીવ છે. સુખ-દુઃખનો ભોક્તા જીવ છે. શુદ્ધ જીવ અનંત જ્ઞાન-દર્શનમય છે. સંસારી જીવ કર્મથી મિશ્રિત થયેલ છે. તેથી તેના જ્ઞાન-દર્શન વગેરે ગુણો ઢંકાઈ ગયા છે.
જીવ અને અજીવ બેમાં સમસ્ત વિશ્વનો સમાવેશ થઈ જાય છે. તેમ છતાં પુણ્ય-પાપ વગેરે મહત્ત્વના હોવાથી જુદા તત્ત્વો તરીકે બતાવ્યા છે. જીવ પદાર્થની સિદ્ધિ
નાસ્તિક જીવને માનતો નથી. જીવનો નિષેધ કરે છે. તેથી જ જીવતત્ત્વની સિદ્ધિ થાય છે, કેમકે જે વસ્તુ જગતમાં વિદ્યમાન હોય તેનો જ નિષેધ થઈ શકે છે. હું ચોર નથી એમ કહેવાથી ચોર જેવી વસ્તુ જગતમાં હોવાનું સિદ્ધ થાય છે. તેવી રીતે નાસ્તિકના વચનથી તથા માણસના મૃત્યુ પછી મડદામાં જીવ નથી, એમ જે કહેવાય છે તેનાથી જીવ નામની વસ્તુ જગતમાં છે એમ સિદ્ધ થાય છે.
પ્રશ્ન :- જીવ વસ્તુ ભલે જગતમાં હોય પણ તેને જડ પુદ્ગલથી જુદી શા માટે માનવી ? પુદ્ગલના પરિણામને જ જીવ શા માટે ન માનવો ? પાણીમાં જેમ પરપોટો ઊભો થાય છે અને તેમાં જ તેનો નાશ થાય છે, તેમ પંચભૂત (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ)માંથી જીવતત્ત્વ ઉત્પન્ન થાય છે અને તેમાં વિલીન થઈ જાય છે, તેમ માનવામાં શું વાંધો ?