________________
૧૩
કર્મભૂમિ-અકર્મભૂમિ બાળપણ વીતી જતાં તે પતિ-પત્ની તરીકે થાય છે અને અંતે છ માસ આયુષ્ય બાકી રહે ત્યારે યુગલને જન્મ આપી છીંક-બગાસાદિ પૂર્વક પીડા વિના મૃત્યુ પામીને દેવલોકમાં જાય છે. તેઓને વ્યાપાર, નોકરી આદિ વ્યવહાર કરવો પડતો નથી. તેઓના પુણ્ય પ્રભાવે તે ક્ષેત્રોમાં કલ્પવૃક્ષો હોય છે. તેની પાસેથી તેમને આહાર, વસ્ત્ર, પાત્ર, આભૂષણ, વાજિંત્રો, રત્નો વગેરે સર્વે જોઈતી વસ્તુ વિના પ્રયત્ન મળી જાય છે. જંબૂદ્વીપમાં આવી ૬ અકર્મભૂમિ છે.
૧) હિમવંત ક્ષેત્ર, ૩) દેવકુરુક્ષેત્ર, ૫) રમ્ય ક્ષેત્ર, ૨) હરિવર્ષ ક્ષેત્ર, ૪) ઉત્તરકુરુક્ષેત્ર, ૬) હિરણ્યવંત ક્ષેત્ર.
મહાવિદેહ ક્ષેત્રની મધ્યમાં મેરુ પર્વત છે. મેરુ પર્વતની ઉત્તરે ઉત્તરકુરુ આવેલો છે અને દક્ષિણે દેવકુરુ આવેલ છે.
આમ જંબુદ્વીપમાં કુલ ૩ કર્મભૂમિ અને ૬ અકર્મભૂમિ છે. ધાતકીખંડમાં ડબલ ક્ષેત્ર અને પર્વતો હોવાને કારણે ૬ કર્મભૂમિ તથા ૧૨ અકર્મભૂમિ છે. તે જ રીતે પુષ્કરવરાર્ધદ્વીપમાં ૬ કર્મભૂમિ તથા ૧૨ અકર્મભૂમિ છે. તેથી અઢી દ્વીપમાં કુલ ૧૫ કર્મભૂમિ તથા ૩૦ અકર્મભૂમિ થાય.
પિંદર કર્મભૂમિના નામો) પાંચ ભરત ક્ષેત્ર (૧ જંબૂદ્વીપમાં+ર ધાતકીખંડમાં+ર પુષ્કરવરાર્ધદ્વીપમાં) પાંચ ઐરાવત ક્ષેત્ર (૧ જંબૂઢીપમાં+ર ધાતકીખંડમાં+ર પુષ્કરવરાર્ધ દ્વીપમાં) પાંચ મહાવિદેહ ક્ષેત્ર (૧ જંબુદ્વીપમાં+ર ધાતકીખંડમાં+ર પુષ્કરવરાર્ધ દ્વીપમાં)
| ત્રિીસ અકર્મભૂમિના નામો) પાંચ દેવકુરુ (૧ જંબૂદ્વીપમાં+ર ધાતકીખંડમાં+ર પુષ્કરવરાર્ધ દ્વીપમાં) પાંચ ઉત્તરકુરુ (૧ જંબૂદ્વીપમાં+ર ધાતકીખંડમાં+ર પુષ્કરવરાર્ધ દ્વીપમાં) પાંચ હરિવર્ષ ક્ષેત્ર (૧ જંબુદ્વીપમાં+ર ધાતકીખંડમાં+ર પુષ્કરવરાર્ધ દ્વીપમાં)