________________
૧૨
કર્મભૂમિ-અકર્મભૂમિ મનુષ્યલોકમાં જ મનુષ્યનો વાસ હોય છે. તેની બહાર લબ્ધિ અથવા દેવાદિની સહાયથી જઈ શકાય છે. ત્યાં કોઈપણ મનુષ્યનો જન્મ કે મરણ થાય નહિ.
જંબૂદ્વીપ જંબૂદ્વીપ છ પર્વત અને સાત ક્ષેત્રમાં વહેંચાયેલ છે. તેમાં દક્ષિણથી ઉત્તર જતાં ક્રમશઃ નીચે મુજબ ક્ષેત્રો અને પર્વતો આવેલા છે. (પૃ. ૧૮નું ચિત્ર જુઓ.) ક્ષેત્રો
પર્વતો (૧) ભરત ક્ષેત્ર | (૧) લઘુહિમવંત પર્વત (૨) હિમવંત ક્ષેત્ર | (૨) મહાહિમવંત પર્વત (૩) હરિવર્ષ ક્ષેત્ર | (૩) નિષધ પર્વત (૪) મહાવિદેહ ક્ષેત્ર | (૪) નીલવંત પર્વત (૫) રમ્ય ક્ષેત્ર | (૫) રુક્ષ્મી પર્વત
ણ્યવંત ક્ષેત્ર (૬) શિખરી પર્વત (૭) ઐરાવત ક્ષેત્ર જંબુદ્વીપમાં જેટલા ક્ષેત્રો અને પર્વતો આવેલા છે તેથી ડબલ ક્ષેત્રો અને પર્વતો ધાકકખંડમાં છે. તથા તેટલા જ (ધાતકીખંડ જેટલા) ક્ષેત્રો અને પર્વતો પુષ્કરવરાર્ધ દ્વીપમાં આવેલ છે.
કર્મભૂમિ - જે ક્ષેત્રોમાં અસિ (હથિયાર), મસિ (વ્યાપાર, વાણિજ્ય) અને કૃષિ (ખેતી)નો વ્યવહાર હોય છે તે કર્મભૂમિ કહેવાય અથવા જ્યાં મોક્ષમાર્ગ પ્રવર્તતો હોય તે ક્ષેત્રને કર્મભૂમિ કહેવાય.
જંબૂદ્વીપમાં ૧) ભરતક્ષેત્ર, ૨) મહાવિદેહ ક્ષેત્ર, ૩) ઐરાવત ક્ષેત્ર, આ ત્રણ કર્મભૂમિ છે.
અકર્મભૂમિ - જે ક્ષેત્રોમાં યુગલિકપણાનો વ્યવહાર હોય તે અકર્મભૂમિ કહેવાય છે. આ ક્ષેત્રોમાં પુરુષ-સ્ત્રી યુગલ સાથે જન્મે છે.